જાણો કેમ કરીના તૈમૂરના જન્મના થોડા કલાકોમાં જ લાગી હોસ્પિટલમાં રડવા ! , એક વ્યક્તિએ કર્યું હતું કંઈક આવું કામ !

0
561

બોલિવૂડની સુંદર અને જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન આજે ચાર વર્ષનો થઈ ગયો છે. તૈમૂર અલી ખાન સ્ટાર કિડ્સમાં સૌથી વધુ ચર્ચામાં હોય છે. કરીના ની જેમ તૈમૂર પણ હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે તૈમૂર અલી ખાનનું નામ આપવામાં આવ્યું હતું, ત્યારથી તે ચર્ચામાં આવી ગયો હતો. તૈમૂરના નામને લઇને ઘણો વિવાદ થયો હતો. ખરેખર, ઇતિહાસમાં તૈમૂરલંગ નામનો ખૂની યોદ્ધા હતો. આવામાં, જ્યારે સૈફ અને કરીના એ તેમના બાળકનું નામ તૈમૂર રાખ્યું, તો વાત લોકોને બિલકુલ પસંદ ના આવી.

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને  ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એકવાર, કરીનાએ તૈમૂરના જન્મ પછીના કેટલાક કલાકોની એક પ્રખ્યાત કથા શેર કરી. તેણે કહ્યું હતું કે એક જાણીતો વ્યક્તિ તેમને હોસ્પિટલમાં મળ્યો હતો અને હોસ્પિટલમાં જ તૈમૂરના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. કરીનાએ એમ પણ કહ્યું હતું કે આને કારણે તે હોસ્પિટલમાં જ રડવા લાગી હતી.

એકવાર, એક મહિલા પત્રકારએ કરીના કપૂર ખાન સાથે ઇન્ટરવ્યુ કર્યું હતું. કરીનાએ તૈમૂરના જન્મ પછીની વાત યાદ કરતા કહ્યું હતું કે, મને અને મારા બાળકને મળવાના બહાને એક પ્રખ્યાત વ્યક્તિ મારી પાસે આવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તને શું થયું ગયું છે? તું તારા દીકરાનું નામ તૈમૂર કેમ રાખે છે ? હજુ  મને બાળકને જન્મ આપ્યાને 7-8 કલાક પણ નહોતા થયા અને લોકો આવી વાતો કરવા લાગ્યા. તે સમયે હું ખરેખર રડવા લાગી. મેં તે વ્યક્તિને તરત જ ત્યાં થી ચાલી જવા કહ્યું.’

કરીનાએ તેના ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું કે, ‘આ પછી મેં મારી જિંદગીની શરૂઆત કરી અને મારુ મન બનાવી લીધું કે આ મારો પુત્ર છે. મને બિલકુલ પરવા નથી કે આગળ શું થશે અને લોકો શું વિચારે છે. જ્યાં સુધી તે ખુશ અને સ્વસ્થ છે, ત્યાં સુધી અમે પણ ખુશ છીએ.હું તે મકમતા સાથે ઘરે ગઈ. મારે બીજું કઈ નથી જાણવું કે લોકો શું કહે છે અને કોણ અમને ટ્રોલ કરે છે, કઈ પણ નહીં.

કરીનાએ કહ્યું હતું કે, અમે અમારા પુત્રનું નામ તૈમૂર એટલા માટે રાખ્યું છે, કારણ કે એ નામ અમને પસંદ આવ્યું. તે વ્યક્તિનું નામ લીધા વિના કરીનાએ કહ્યું, ‘હું તે વ્યક્તિનું નામ લેવા નથી માંગતી, પરંતુ તે વ્યક્તિએ એટલા માટે ટિપ્પણી કરી કે લોકો નામના ઇતિહાસમાં જાય છે.’ સૈફ-કરીના બીજા બાળકના આગમન માટે તૈયાર છે…

આ દિવસોમાં કરીના કપૂર ખાન તેના ગર્ભાવસ્થાના સમયગાળાની મજા લઇ રહી છે. કરીના કપૂર એ બીજા સંતાનની માતા જ્યારે સૈફ અલી ખાન ચોથા સંતાનનો પિતા બનવા માટે તૈયાર છે. કરીના સોશિયલ મીડિયા પર ઘણા સમયથી હેડલાઇન્સમાં રહી છે. તાજેતરમાં જ એક શોમાં નેહા ધૂપિયાએ કરીનાને તેના બીજા બાળકનું નામ પૂછ્યું, પછી તેણે કહ્યું કે, તે બાળકના જન્મ પછી નક્કી થશે.

કરીના કપૂર ખાન તાજેતરમાં જ અભિનેત્રી નેહા ધૂપિયાના ટોક શો વોટ વુમન વોન્ટ માં પહોંચી હતી. નેહા અને કરીનાએ આ દરમિયાન ઘણી વાતો કરી. આવામાં નેહાએ કરીનાને તેના બીજા બાળકનું નામ પૂછ્યું.તેના જવાબમાં કરીનાએ કહ્યું કે, મેં અને સૈફ એ છેલ્લે બધા ને સરપ્રાઈઝ આપવાનું મન બનાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here