Homeજાણવા જેવુંદુનિયાના સૌથી મોંઘા ઈંડા, 30 ગ્રામની કિંમત છે 20,000/- રૂપિયાથી પણ વધુ,...

દુનિયાના સૌથી મોંઘા ઈંડા, 30 ગ્રામની કિંમત છે 20,000/- રૂપિયાથી પણ વધુ, જાણો અમીરોના આ ખોરાક વિષે…

જો કોઈ તમને આવીને કહે કે આ 30 ગ્રામની વસ્તુની કિંમત 20,000/- રૂપિયા છે તો તમને લાગશે કે શું ફાંકા મારે છે પણ આ ફાંકા નહિ પણ સત્ય છે અને એ 30 ગ્રામની વસ્તુનું નામ છે કેવિયર અને તેને અમીરોની ડીશ કહેવામાં આવે છે અને તેની પાછળ ઘણા કારણો છે. તે દેખાવે ખુબજ સારું લાગે છે, તેનો ટેસ્ટ, મોતી જેવા દેખાતા બીજ જોઇને મોંમાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેવિયર શું છે ?

એક સમયે કેવિયરને ગરીબોનો ખોરાક કહેવામાં આવતો હતો. પહેલાંના સમયમાં રશિયન માછીમારો બટાટા સાથે મેળવીને ખાતા હતા અને એ તેમના રોજના ભોજનનો એક ભાગ હતો. કેવિયરને ‘રો’ નામથી પણ ઓળખવામાં આવે છે, જે રશિયન માછીમાર દ્વારા આપવામાં આવ્યું હતું.

શા માટે કેવિયર આટલું મોંઘુ હોય છે ? તેને કેમ ખૂબ મોંઘી ડીશ કહેવામાં આવે છે અને તેને કેવી રીતે ખવાય છે. તેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.

કેવિયર શું છે:- કેવિયરને અનફર્ટિલાઇઝ્ડ સોલ્ટ એગ કહેવામાં આવે છે. આ એક જાતની માછલીના ઇંડા હોય છે, જે માછલીની સ્ટર્જિન જાતિમાંથી મળી આવે છે. તે મોટે ભાગે કાળા, ઓલિવ લીલા અને નારંગી કલરમાં જોવા મળે છે. સ્ટર્જિન માછલીમાં 26 વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. માદા માછલીમાંથી કેવિયર મેળવવા માટે તેનો ઉછેર કરવામાં આવે છે. સ્ટર્જિન માછલી 100 વર્ષથી વધુ ઉંમર સુધી જીવી શકે છે.

કેમ કેવિયર મોંઘુ હોય છે:- કેવિયર અલગ-અલગ પ્રકારના હોય છે. તમે તેને 9000 થી 20,000 રૂપિયાની વચ્ચે 30 ગ્રામ કેવિયર ખરીદી શકો છો. સહુથી મોંઘુ બેલુગા કેવિયર છે અને તેની કિંમત ખુબજ ઊંચી હોય છે. કારણ કે માદા માછલીઓ ઓછામાં ઓછા 10 થી 15 વર્ષ સુધી તેમના ઇંડાને તેમના શરીરની અંદર રાખે છે. પહેલાના સમયમાં તેને મારીને ઇંડા બહાર કાઢાવામાં આવતા હતા. પરંતુ હવે ટેક્નોલોજીની મદદ લઈને તેમને માર્યા વગર ઇંડા બહાર કાઢવામાં આવે છે.

કેવી રીતે કેવિયર ખવાય છે:- તમે ટોસ્ટ અને બિસ્કિટ સાથે કેવિયર ખાઈ શકો છો. બાફેલા ઇંડાથી સાથે પણ ખાઈ શકો છો. આજકાલ વિદેશોમાં મોટી મોટી ક્લબોમાં દારૂ સાથે તેનું ચાંખણા તરીકે પણ લેવામાં આવે છે. તેને ક્યારેય બહાર રાખવામાં નથી આવતા. હંમેશાં ફ્રિજમાં રાખવામાં આવે છે.

કેવિયરના ફાયદા:- કેવિયરમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે જે શરીરમાં લોહીના ગંઠ્ઠા થવાથી બચાવે છે. તે આપણા હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. કેવિયરમાં સારી માત્રામાં વિટામિન બી 12 છે. શરીરમાં વિટામિન બી -12 ના અભાવથી થાક, હતાશા અને એનિમિયા જેવી સમસ્યાઓ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments