Homeરસોઈશિયાળામાં ખાસ ખાવા માટે બનાવો ખજૂરના આ ડ્રાયફ્રુટસ લડ્ડુ, ખુબજ હેલ્દી હોય...

શિયાળામાં ખાસ ખાવા માટે બનાવો ખજૂરના આ ડ્રાયફ્રુટસ લડ્ડુ, ખુબજ હેલ્દી હોય છે આ લડ્ડુ

ખજૂરના નિયમિત સેવન થી શરીર માં રહેલા ઝેરીલા તત્વો દૂર થાઈ છે. અને તે શરીર માં રહેલી ગંદગી પણ દૂર થાઈ છે. અને ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ સુગર આવેલી છે. ઘણા લોકોને હિમોગ્લોબીનની ટકાવારી ઘટતી હોય છે આવા વ્યક્તિએ ખાસ કરીને ખજૂરનું સેવન કરવું જોઈએ.

ડાયાબીટીસ ના દર્દી ને ખાંડ ખાવાની મનાઈ હોય છે તો આ લોકો ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે. અને જો રોજ સવારે ભૂખ્યા પેટે ત્રણ પેશી ખજૂર ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. અહીં મેં બે ફ્લેવર્સના લડ્ડુ તૈયાર કર્યા છે. ચોકો ખજૂર ડ્રાયફ્રુટસ લડ્ડુ.

સામગ્રી:-

300 ગ્રામ ખજૂર

50 ગ્રામ કાજુ

50 ગ્રામ બદામ

30 ગ્રામ પિસ્તા

30 ગ્રામ મગજતરી

2 ચમચી સૂંઠ પાવડર

1 ચમચી ગંઠોડા પાવડર

2 ચમચી ઘી

1/2 કપ દૂધ

2 ચમચી મધ

1 પેકેટ મિલ્ક પાવડર (10 rs વાળું)

2 ચમચી ડ્રિકીંગ ચોકલેટ પાવડર (કોટ કરવુ હોય તો)

બનાવાની રીત:-

૧.સૌપ્રથમ ડ્રાય ફ્રુટસ 5 થી 7 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. ઠંડુ થાય એટલે પાવડર કરી લો.

૨.ખજૂરને નાના ટુકડામાં સમારી લો. એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં 5 થી 7 મિનિટ સુધી સાંતળી લો.ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો.

૩.હવે ગેસ ઉપર એક પેનમાં દૂધ, મધ અને મિલ્ક પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો.

૪.હવે ડ્રાય ફ્રુટ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી ઘાટ્ટુ થાય ત્યાં સુધી થવા દો. હવે એક બાઉલમાં કાઢી લો.

૫.હવે ખજૂરમાં સૂંઠ, ગંઠોડા પાવડર અને ડ્રાય ફ્રુટ મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

૬. હવે આ મિશ્રણ માંથી એક સરખા પ્રમાણમાં લાડુ બનાવી લો. અહીં મેં થોડા લાડુને ડ્રીકીંગ ચોકલેટ પાવડર વડે કોટ કરી લીધા છે.

૭.તો અહીં બે ફ્લેવર્સના લડ્ડુ તૈયાર છે. ચોકો ખજૂર ડ્રાય ફ્રુટ લડ્ડુ.

રેસીપી સૌજન્ય:- ઉર્મીબેન દેસાઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments