જાણો તમારી આ ખરાબ ટેવોના કારણે વધી શકે છે વજન.

239

બદલાતી જીવનશૈલીને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. લોકો પોતાનું વજન નિયંત્રિત કરવા માટે ઘણાં પ્રયત્ન કરે છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને પણ વજન ઘટાડી શકાય છે. આપણી કેટલીક ખરાબ આદતોને કારણે પણ વજન વધવાની સમસ્યા થઈ શકે છે.

રાતે મોડેથી ખાવાની આદતને કારણે પણ વજનમાં વધારો થાય છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે, રાતે સમયસર ખોરાક લેવાની આદત પાડવી જોઈએ. જો ખોરાક સમયસર લેવામાં ન આવે તો પણ વજનમાં વધારો થઇ શકે છે.

શરીરમાં જરૂરી પોષક તત્ત્વોનો સમાવેશ ન કરવાથી પણ વજન વધવાની સમસ્યા ઉભી થાય છે. ખોરાકમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન અને ચરબી હોવી જોઈએ. સ્વસ્થ રહેવા માટે ખોરાકમાં પોષક તત્વોનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.

આજના સમયમાં ઘણા લોકો રાતે મોડા સુવે છે. રાતે મોડા સૂવાથી પણ વજન વધી શકે છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે સમયસર સુઈ જવું જોઈએ અને સવારે વહેલા ઉઠાવું જોઈએ. ઊંઘ પુરી ન થવાના કારણે પણ વજનમાં વધારો થઇ શકે છે.

રાતે ભોજન કર્યા પછી તરત જ સુઈ જવાથી વજનમાં વધારો થાય છે. ભોજન કર્યા પછી 20 થી 30 મિનિટ પછી જ સૂવું જોઈએ. તમે રાતે ભોજન કર્યા પછી ચાલવા જઈ શકો છો. ચાલવાથી પણ વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

રાતે જમ્યા પછી કંઇક આવી વસ્તુ ખાવાથી પણ વજન વધી શકે છે, જેમ કે ચોકલેટ, બિસ્કીટ વગેરે. રાતે જમ્યા પછી આ વસ્તુ ખાવી ન જોઈએ. રાતે ભોજન કર્યા પછી બદામનું સેવન થોડી ઓછી માત્રામાં કરવું જોઈએ.

Previous articleજાણો, હિન્દૂ ધર્મમાં કન્યાદાનને કેમ કહેવામાં આવે છે સૌથી મોટું દાન.
Next articleજાણો, આ 5 આસન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો.