વાળનું ખરવું એ આજકાલ સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. વાળ ખરવા પાછળ ઘણાબધા કારણ હોઈ શકે છે. તેમાં સૌથી પહેલું કારણ વધતી ઉંમર, વાળમાં ખોડો અને જરૂરી પ્રમાણમાં પોષકતત્વો ન મળતા હોય એ હોય છે. ઘણા એવા ઘરેલું ઉપચાર છે કે જેના દ્વારા તમે વાળ ને ખરતા અટકાવી શકો છો. આ ઉપરાંત તમે તેલ નો પણ ઉપયોગ કરી શકો છો.
રાય નું તેલ ઘરની બહાર નીકળતી વખતે નાકમાં નાખવાથી પણ ઘણો ફાયદો થાય છે. તો ચાલો આજે જાણીએ એવા ઘરેલું ઉપચાર વિષે કે જેના માટેની વસ્તુ તમારા ઘરમાં તમને સહેલાઈથી મળી રહેશે.
આના માટે મેથી ના પાઉડર માં એલોવેરા અને પાણી મિક્ષ કરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ હવે આ પેસ્ટ ને વાળમાં લગાવો. અડધો કલાક સુધી વાળમાં આ પેસ્ટ રહેવા દો અને હવે વાળ ધોઈ નાખો. આ ઉપરાંત ખોડા ની સમસ્યા દુર કરવા માટે લીમડાના તેલમાં કપૂર મિક્ષ કરીને માથામાં મસાજ કરો.
આ ઉપરાંત દહીં અને લીંબુ ની પેસ્ટ થી પણ માથામાં મસાજ કરો અને પછી ધોઈ નાખો.અરીઠા અને શિકાકાઈ થી વાળ ધોવાથી પણ ખુબજ ફાયદો થાય છે. જો તમારા વાળ ભીના હોય તો તમારે તેલ ન નાખવું જોઈએ. રાત્રે સુતી વખતે પણ તમે વાળ માં મસાજ કરી શકો છો.