Homeધાર્મિકઆજે પણ હાજરાહજૂર છે ખેતલાદાદા, રોજ આપે છે દર્શન

આજે પણ હાજરાહજૂર છે ખેતલાદાદા, રોજ આપે છે દર્શન

હાલમા જીવતા નાગદેવતા હરતા ફરતા દેખાય તેવૂ એક માત્ર મંદિર તે કડૂકા ગામ, જયા તમને એક નહિ અનેક નાગ હાલમા જોવા મળેછે પણ તે પહેલાં ગામ વિશે જાણો.

જસદણ તાલુકાના કડૂકા ગામનૂ વર્ણન કરવામાં આવે તો આ ગામની ચારે દિશાઓમા પવિત્ર તિર્થધામો આવેલા છે. પૂર્વમા બિલેસ્વર મહાદેવ અને હિગોલગઢ અભ્યારણ અને આલા ખાચરના માતાજી જે રાજ મહેલમા છે પશ્ચિમ માં મદાવેશ્વર મહાદેવ ઊતરમા ચોટીલા મા ચામૂડા કડૂકા થી ત્રણ કિમી દૂર ભોયરામા પાડંવ કાલીન ગુપ્તેસ્વર મહાદેવ ધૌરઈ ગામમાં દક્ષિણમા ધેલા સોમનાથ આવા તિર્થધામથી ઘેરાયેલ કડૂકા ગામમાં હાલ ખેતલિયા બાપાનૂ જૂન સ્થાન છે.

જયા હાલમા દાદા સ્વયમેવ હાજર છે જે તમે આ ફોટા દ્રારા જોઈ શકો છો. હાલમા મંદિરે નાના બાળકો આ સાપને રમડતા નજરે ચડે છે, વકાતર કૂળના કૂલદેવ તરીકે પૂજાય છે અહિ નાગ સ્વરૂપે બિરાજે છે ખેતલાદાદા આ બીજે ક્યાંય જોવા નહિ મળે.

હવે વાત ખેતલિયા બાપાની દંતકથાનુસાર કાનાભુવાથી શરૂ થાય છે, કડુકા અને ધારૈઇ ગામ વચ્ચે ભગવતી ખોડીયાર નુ સ્થાન આવેલ છે, પાંચ ગામના ભક્તો હતા તેથી પંચની ખોડીયાર તરીકે ઓળખાય અને કાનાભુવા ત્યાં રહેતા ભકતિમય જીવન જીવતાં હતા, કાનાભુવા બન્ને આંખે અંધ હતા પરંતુ એમને એવું વરદાન હતું કે સવારે ઉઠતાની સાથે પથારીમાં હાથ ફેરવતાં તેમને એક રૂપીયો મળે છે.

વર્ષોના વહાણા બાદ કાનાભુવા દેવલોક પામ્યા ત્યારે એવી લોકવાયકા અહી પ્રચલિત છે કે તેમની સ્મશાન યાત્રામાં ખુદ ખેતલિયા બાપા પણ નાગ સ્વરૂપે ગયેલા.

પંરતુ સ્મશાને ડાઘુઓ જ્યારે ગામભણી પરત ફરતાં ખેતલિયા બાપાને ગામમાં પરત ફરવાનું આમંત્રણ ન આપતા તે સ્મશાન જ રહ્યા, અમુક સમય વિત્યા બાદ વાલાભુવા ને પ્રેરણા થઇ અને ખેતલિયાબાપા એ સ્વપ્નામાં નિશાની આપી કે હુ આ જગ્યાએ તમારી સામે આવીશ.

અને ઢોલ શરણાઈ સાથે બાપાના સામૈયાની તૈયારી કરી અને આપલે નિશાની પ્રમાણે બાપા ત્યાં હાજર થયા અને લોબડીમા આસાન આપી બાપાને મઢમા લાવ્યા આજે પણ એજ બાપા શ્રદ્ધાળુઓને સહાય કરે છે અને ધારી મનોકામના પૂર્ણ કરે છે.

તમને આ આર્ટિકલ કેવો લાગ્યો, એ અમને કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો અને શેયર જરૂર કરજો, વધારે સારી વાર્તાઓ, લેખ અને દેશ-દુનિયાના તમામ સમાચાર મેળવવા માટે લાઈક કરો આપણા પેજને.

લેખન સૌજન્ય:- વિરમદેવસિહ પઢેરીયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments