Homeહેલ્થજો હવે તમારે તમારા ચહેરા પર ખીલ નથી થવા દેવા તો આ...

જો હવે તમારે તમારા ચહેરા પર ખીલ નથી થવા દેવા તો આ ખાસ બાબત નું જરૂરથી ધ્યાન રાખો.

ચહેરા પરની તેલ ગ્રંથીઓ ઘણુ તેલ મુક્ત કરે છે. આને કારણે વાતાવરણમા રહેલી ધૂળ, માટી, દૂષિત તત્વો અને કણો ચહેરાના છિદ્રોમા જમા થઈ જાય છે. ધીરે-ધીરે તેઓ પિમ્પલ્સનુ સ્વરૂપ લેવાનુ શરૂ કરે છે. યુવાનીમા ત્વચાની આવી સમસ્યાના કિસ્સા વધુ જોવા મળે છે. નિષ્ણાત પાસેથી જાણો આ પરિસ્થિતિમા શુ કરવુ જોઈએ.

૧) ચહેરો સાફ રાખો :- ત્વચા તૈલી હોય ત્યારે આવા કિસ્સાઓ વધુ તીવ્ર બને છે. આવી સ્થિતિમા નિષ્ણાતો ચહેરો સાફ રાખવાની ભલામણ કરે છે જેથી ચહેરા પર જમા થતી ગંદકી તૈલીય ગ્રંથીઓની અંદર ન આવે અને ત્વચાને ચેપ ન લગાડે. ચહેરાને સાફ કરવામા પાણીનો ઉપયોગ સૌથી ઉપયોગી છે.

૨) હાથ અડાડશો નહીં :- ખીલમા પ્રોપોનો વેક્ટર નામના બેક્ટેરિયા હોય છે. તેને ફેલાતા અટકાવવા માટે તેમને વારંવાર સ્પર્શ કરશો નહી. કારણ કે વારંવાર સ્પર્શ કર્યા પછી જ્યા પણ હાથની અનુભૂતિ થાય છે ત્યા ચેપ ફેલાય છે અને સમસ્યા વધે છે. આને અવગણવા અને ચેપને રોકવા માટે ચહેરાને મોઇશ્ચરાઇઝ કરતા રહો અને તાણથી દૂર રહો. તબીબી સલાહ વિના કોઈ ક્રીમ લગાવશો નહી.

૩) જંકફૂડ અને મસાલાવાળી ચીજોથી દુર રહો :– જંકફૂડમા વપરાતા તેલ ચહેરા માટે હાનિકારક છે. જો કોઈ ફાસ્ટ ફૂડ ખાય છે તો તેમા હાજર તેલ છિદ્રો દ્વારા ચહેરાની ગ્રંથીઓમા પહોચી જાય છે. જ્યારે આવુ થાય છે ત્યારે ચહેરાની સ્નાયુઓને પણ અસર કરે છે. જંકફૂડની સાથે તેલ-ઘી અને મસાલાવાળા ખોરાકનો ઉપયોગ ટાળો જેથી તમારી ત્વચા સ્થિર રહે. તેલયુક્ત ખોરાક ચહેરાની ત્વચાને તૈલીય બનાવે છે જેમા કણો ચોટી જાય છે.

૪) આ વાત ખાસ ધ્યાનમાં રાખો :- પ્રારંભિક તબક્કે ખીલ ચહેરા પર નાની ફોલ્લીઓ જેવા દેખાય છે. તેમને ફરીથી સ્પર્શ કરશો નહી નહીતર ચેપ વધી શકે છે. કેટલાક લોકો ખીલને નખ અથવા અન્ય વસ્તુઓથી પણ ફોડી નાખે છે જે ખોટુ છે. આ કરશો તો ચહેરા પર ડાઘ પડી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments