Homeખબરજાણો ખેતરમાં કામ કરતી વખતે મળેલ અંગ્રેજોની તોપ વિષે કે જેનું વજન...

જાણો ખેતરમાં કામ કરતી વખતે મળેલ અંગ્રેજોની તોપ વિષે કે જેનું વજન જાણીને તમને નવાઈ લાગશે.

મુઝફ્ફરનગરના એક ગામમાં મળી આવેલી બ્રિટીશ તોપનો ઉપયોગ ૧૮૫૭ ની લડાઇમાં કરવામા આવ્યો હતો. આવી ઘણી કિંમતી ચીજો પૃથ્વીના પેટાળમા છુપાયેલી છે જે આપણને ખબર પણ નથી હોતી. તે પછી જ ઘણીવાર આવી દુર્લભ વસ્તુઓ ખેતરો અથવા જમીનના ખોદકામ દરમિયાન મળી આવે છે. મુઝફ્ફરનગરમા ખેતરમા ખોદકામ દરમિયાન એક જૂની તોપ મળી આવી છે. એવુ કહેવામા આવે છે કે તે બ્રિટીશ યુગનુ છે. તેનો ઉપયોગ ૧૮૫૭ ના યુદ્ધમા થયો હતો.

તોપની સફાઇ ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા કરવામા આવી રહી છે. એએસઆઈ નિષ્ણાતોના મતે આ તોપ બ્રિટીશરોના સમયની છે. આ તોપની નાળ અને જમણી બાજુની દાતી તૂટી ગઈ છે. તોપ પર બ્રિટિશ સરકારનુ પ્રતીક કંડારવામા આવેલ છે.

એએસઆઈ સુપરિન્ટેન્ડિંગ પુરાતત્ત્વવિદ વસંત કુમારના જણાવ્યા અનુસાર તોપની લંબાઈ આશરે ૨.૮ મીટર છે. જ્યારે પાંચ ઇંચ વ્યાસનો બોલ તેમાંથી છોડવામા આવતો હતો. આ તોપ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની ધાતુથી બનેલ છે.
બ્રિટીશ તોપનુ વજન લગભગ ૫૦ ટન છે. તે હરીનગર ગામના ખેડૂત વિનોદ કશ્યપના ખેતરમાથી ખોદકામ દરમિયાન મળી આવી હતી .

આજથી ૪૦ વર્ષ પહેલા પણ આ ગામમાંથી બે તોપો નીકળી હતી જે હાલમા મુઝફ્ફરનગરના ડીએમ અને એસએસપીના નિવાસસ્થાને રાખવામા આવી છે. તોપની પાછળનો ભાગ અને આગળનો ભાગ કાદવ અને કચરોથી ઢકાયેલ હતો તેને સાફ કરવા માટે રાસાયણિક સફાઇ પ્રક્રિયા કરવામા આવી રહી છે. જાણી શકાયુ છે કે ૧૮૫૭ ના સ્વાતંત્ર્ય સંગ્રામમા પુરાકાજીના લોકો બ્રિટીશ સૈન્યની સામે લડ્યા હતા. બ્રિટિશરો ક્રાંતિકારીઓ સામે હાર્યાબાદ ભાગી ગયા હતા ત્યારે તેવો દારૂગોળો અને તોપો છોડીને ભાગી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments