બગાસું આવવું એ આપણા શરીરની કુદરતી પ્રતિક્રિયા છે, જે પ્રત્યેક મનુષ્યમાં થાય છે. ઘણી વાર તમે કોઈ બીજાને બગાસું ખાતા જોશો, તો તમને પણ બગાસું આવે છે. વર્ષ 2013 માં, ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એપ્લાઇડ એન્ડ બેસિક મેડિકલ રિસર્ચમાં એક અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, બગાસું મગજના તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જો કે, વારંવાર અથવા વધારે પડતું બગાસું શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.
જો તમને ખૂબ જ થાક લાગ્યો હોય તો તમને વારંવાર બગાસા આવે છે, પરંતુ જો આવું વારંવાર થાય છે, તો તમારે ડોક્ટરની તપાસ કરાવી લેવી જ જોઇએ. તે શરીરમાં થતી અન્ય કોઈ સમસ્યાનું કારણ પણ હોઈ શકે છે.
ઉંઘ સાથે સંબધિત સમસ્યાઓ જેવી કે સ્લીપ એપનિયા અને અનિદ્રાના કારણે પણ લોકોને વારંવાર બગાસા આવે છે, કારણ કે નિંદ્રાના અભાવને લીધે વ્યક્તિ થાક અનુભવે છે અને તેને વારંવાર બગાસા આવે છે.
બગાસાના કારણે તમારા શરીરમાં કેટલીક તણાવપૂર્ણ સ્થિતિઓ જેમ કે, બેચેની, ચિંતા, હતાશા વગેરે આવે છે. ડિપ્રેશન એ આજે સૌથી મોટી સમસ્યા છે. ડિપ્રેશનના ઘણી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે.
અતિશય પીડા-રાહત આપતી દવાઓને લીધે વધારે પડતાં બગાસા આવે છે, અને તમે એ તો જાણતા જ હશો કે, વધારે પડતી દવાઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
વધુ પડતા બગાસા આવે એ મગજને લગતી વિકૃતિઓ, જેમ કે સ્ટ્રોક અને મગજના સ્નાયુઓ સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે. તેથી જો તમને વધારે પડતા બગાસા આવે છે, તો તેને બિલકુલ અવગણો નહીં, પરંતુ સભાન બનો અને ડોક્ટરની સલાહ લો.