Homeહેલ્થકિડની અને રોગપ્રતિકારક શક્તિ માટે આ 3 વસ્તુઓ છે ફાયદાકારક...

કિડની અને રોગપ્રતિકારક શક્તિ માટે આ 3 વસ્તુઓ છે ફાયદાકારક…

કિડની આપણા શરીરમાં ડિટૉક્સીફાઇ કરવાનું કામ કરે છે. તે યુરિન દ્વારા શરીરમાંથી ઝેરી તત્વો, બહાર કાઢે છે. જો શરીરમાં લોહીને શુદ્ધ કરનાર કિડનીને સ્વચ્છ ન રાખવામાં આવે તો, પેટમાં દુખાવો, તાવ, ઉબકા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓમાં થાય છે .

કિડનીમાં રહેલા ઝેરી પદાર્થો લોહી શુદ્ધિકરણમાં અવરોધ પેદા કરેછે જેના કારણે મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે. જો તમે ખાવામાં સાવચેતી રાખીને આ ત્રણ સારી ચીજોનો સમાવેશ કરો, તો કિડની સાફ રહે છે. તમે આ વસ્તુઓનો ઉપયોગ કોઈપણ ખાવાની ચીજો અથવા પીવામાં કરી શકો છો.

કોથમીરનો ઉપયોગ સામાન્ય રીતે દરેક રસોડામાં ખોરાકનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કોથમીરમાં રહેલા ડિટોક્સિફિકેશનના ગુણધર્મો શરીરમાંથી નકામાં તત્વો અને ઝેરી પદાર્થોને દૂર કરવામાં ઉપયોગી છે. તમે તેનો ઉપયોગ રાતના ભોજનમાં કરી શકો છો અથવા તેનું જ્યુસ કરીને પણ પી શકો છો.

દાળ અને શાકમાં ઉપયોગ લેવામાં આવતું જીરું પણ કિડનીને સ્વથ્ય રાખવા માટે ખૂબ ફાયદાકારક છે. લીંબુના 4-5 ટીપા સાથે જીરું અને ધાણા મિક્સ કરીને ઘરે ડિટોક્સાઇફનું પીણું તૈયાર કરી શકો છો.કિડનીને ઝડપથી સાફ કરવા માટે આ પીણું ખૂબ જ ફાયદાકારક છે.

એક લિટર પાણી ધીમા તાપે ઉકાળો.આ પછી કોથમીરના પાન ધોઈ નાખો અને તેને ઉકળતા પાણીમાં નાખો પછી 10 મિનિટ સુધી ઉકાળવા દો. હવે ઉકાળેલા પાણીમાં લીંબુનો રસ અને એક ચમચી જીરું નાખો. ત્રણેય વસ્તુઓને પાંચ મિનિટ ઉકળવા દો અને પછી આ પાણીને ગાળીને પીવો આ પીણું દરરોજ પીવાથી તમારી કિડની સંપૂર્ણ રીતે સાફ થઈ જશે.આ સાથે પેટનો દુઃખાવો પણ મટી જશે.

ઘણીવાર તમે લોકોને મકાઈના દાણા ખાતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે મકાઈના દાણા પર જોવા મળતા સોનેરી રંગના રેસા તમારી કિડનીને ડિટોક્સિફાઇ કરી શકે છે. કિડની અને મૂત્રાશયને ડિટોક્સિફાઇ કરવાની સાથે સાથે, તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અસરકારક છે.

મકાઈના દાણા પર જોવા મળતા સોનેરી રંગના રેસા વાળું પીણું બનાવવા માટે બે ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળો.આ પછી, મકાઈ પરના રેસા પાણીમાં નાંખો અને તેને ધીમા તાપે ઉકાળો.આ પાણીમાં લીંબુનો રસ નાખી અને પાણી એક ગ્લાસ રહી જાય ત્યાં સુધી તેને ઉકાળો.આ પીણું દરરોજ સવારે અને સાંજે પીવાથી, થોડા જ સમયમાં તમને ફાયદાઓ થશે.આ પીણું પથરીની બીમારી હોય છે તેની માટે આ પીણું ખુબ જ ઉપયોગી છે.

નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ વ્યક્તિની કિડની શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહીનું ફિલ્ટર કરવાનું બંધ કરી દે છે, ત્યારે તેની કિડની ફેલ કહેવામાં આવે છે. હાઈબ્લડ પ્રેશર (ડાયાબિટીસ), ગ્લોમેર્યુલોનફાઇટિસ (લોહીના ફિલ્ટરના ભાગનું નુકસાન) અથવા કિડની સ્ટોન (પથરી)ને કારણે વ્યક્તિની કિડની નિષ્ફળ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments