કિડની રોગ લાંબા સમયના ચેપને કારણે થાય છે. કિડનીના રોગના બે પ્રકાર હોય છે. પ્રથમ તીવ્ર અને બીજુ ક્રોનિક. કિડનીને ભારે નુકસાન થતા કોઈપણ ચેપ અથવા પથરીની સારવાર દવાઓ અને ડાયાલિસિસ દ્વારા કરવામા આવે છે. ક્રોનિક કિડની રોગ એ ધીમો રોગ છે. આમા કિડનીનુ કદ નવ સે.મી. કરતા નાનુ થઈ જાય છે. નેફ્રોલોજી વિભાગમા કિડની ની સારવાર દવાઓ દ્વારા કરવામા આવે છે. કિડની ફેલ થઈ જાય તેવા કિસ્સામા કિડની ટ્રાન્સપ્લાન્ટ કવામા આવે છે જેમા યુરોલોજી વિભાગની ભૂમિકા હોય છે. ટ્રાન્સપ્લાન્ટ પછી નેફ્રોલોજિસ્ટની દેખરેખ હેઠળ સારવાર હાથ ધરવામા આવે છે. યુરોલોજી વિભાગમા શસ્ત્રક્રિયા, પ્રોસ્ટેટ, કિડનીનુ કેન્સર અને પથરી સાથે કામ કરે છે.
કિડનીમાં ચેપ એ ઉલટી અને ઝાડામાં તબીબી સલાહ વિના પેઇન કિલર લેવાનુ અને લાંબા સમય સુધી કિડનીમા પથરીની તકલીફમા કિડનીને નુકસાન થવાની સંભાવના રહે છે. જો સારવાર પ્રારંભિક લક્ષણોથી શરૂ કરવામા આવે તો આ રોગને ટાળી શકાય છે. ૭૫૦ માંથી કોઈપણ એક સાથે આવુ થાય છે કે વ્યક્તિને એક જ કીડની હોય છે. એક કિડની બંને માટે કામ કરી શકે છે. કિડનીનુ કદ પણ થોડું મોટુ હોય છે. આનાથી સામાન્ય પણ જીવન શક્ય છે.
કીડની નબળા પાડવા ના આ મુખ્ય કારનો હોઈ શકે :-
– મુખ્ય કારણોમાં કાબુ બહાર રહેલો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગ્લોમેરુલો નેફરીટીસ, વારસાગત બીમારીઓ, જન્મ જાત ખામીયો તથા કિડનીની પથરી વગેરે છે.
– લાંબો સમય લેવામાં આવતી દુ:ખાવાની દવાઓ પણ કિડનીને કાર્ય માં નુકશાન પોહોચાડી શકે છે.
– ઝાડા ઉલ્ટી, શરીરનો ચેપ (દા. ત. મેલેરિયા, ડેન્ગ્યુ) વગેરે પણ કિડની પર અસર કરે છે.
– સોજા આવવા, બ્લડ પ્રેશર કાબુ બહાર રેહવું, ભૂખના લાગવી, પેશાબનું પ્રમાણ ઘટવું.
– શ્વાસ ચડવો, હિમોગ્લોબિન ઘટવું, વજન ઉતારવું, ચાલવામાં તથા ઉઠવામાં તકલીફ પડવી.
– રાત્રે વારંવાર પેશાબ જવું, વગેરે કિડનીની બીમારીના લક્ષણો છે.
– બાળકોમાં ઊંચાઈ ના વધવી (Short stature)એ પણ કિડનીની બીમારીનું લક્ષણ હોઈ શકે છે.
કીડનીને તંદુરસ્ત રાખવા માટેના ઉપાયો :-
– ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર કાબુમાં રાખવું.
– દુખાવાની દવાઓ ના લેવી.
– નિયમિત રીતે વ્યાયામ કરવો.
– ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું.
– પથરીની સારવાર તરત કરવી.