37 વર્ષની ઉંમરે બનાવ્યા સિક્સ પેક અને 42 વર્ષની ઉંમરે બની DJ, કંઈક આવી છે કિરણ ડેંબલા ની કહાની

233

કિરણ ડેંબલા એક સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે, તેણે અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા અને એસ.એસ. રાજામૌલી જેવી હસ્તીઓને ફિટનેસની ટ્રેનીગ આપી છે. કિરણ ફિટનેસ ટ્રેનર હોવા ઉપરાંત DJ પણ છે. તેમણે 42 વર્ષની ઉમરે DJ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે ૪૬ વર્ષની ઉંમરે તે એક સફળ ફિટનેસ ટ્રેનર ઉપરાંત, તે એક સફળ DJ પણ છે. જો કે કિરણ માટે આ બન્ને ક્ષેત્રમાં સફળતા મેળવી સરળ નહોતી. તેમના કહેવા મુજબ એક ગૃહિણીની યાત્રા મુશ્કેલીઓ અને પડકારોથી ભરેલી હોય છે.

સિંધી પરિવારમા જન્મેલી કિરણ ડેંબલા લગ્ન કરીને સાસરે ગઈ ત્યારે તેનું જીવન બાકીની સામાન્ય ગૃહિણી જેવું હતુ. જ્યા ઘરના કામકાજ કરવા અને બાળકોને સંભાળવાનુ હતુ. પરંતુ હૈદરાબાદ સ્થિત કિરણના સપના જુદા હતા અને તેને પૂર્ણ કરવા તે ઉત્સાહીત પણ હતી. તાજેતરમા સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કિરણ ડેંબલાએ પોતાના જીવન સાથે જોડાયેલ ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે પોતાની કારકિર્દી અને જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી.

કિરણ એ કહ્યું કે DJ તરીકેની કારકિર્દી શરૂ કરતા પહેલા મે તાલીમ લીધી હતી. લગ્ન પછી જ હુ સંગીત શીખતી હતી અને મને સંગીતમાં ખૂબ રસ હતો. ત્યારે મે ફરી એકવાર સંગીતના ક્ષેત્રે જવા માંગતી હતી. જો કે આ સફર મારા માટે સરળ નહોતી. કિરણ ડેંબલા એ કહ્યું કે મોટાભાગે યુવાનો આ ક્ષેત્રમા હોય છે. જો કે ઉંમરને વિદેશી દેશોમા એટલી માન્યતા નથી, પરંતુ જો તમને પોતાની જાત ઉપર વિશ્વાસ છે, તો પછી તમારે જે કરવુ છે તે કરી શકો છો.

કિરણે કહ્યું કે DJ ના ક્ષેત્રમાં આવતા પહેલા હુ એક સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર હતી, તેથી શરૂઆતથી જ અન્ય ક્ષેત્રોમાં કામ કરવું અને લોકોની આલોચનાનો સામનો કરવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ જ્યારે તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો, ત્યારે ન તો ઉંમર કે ન તો લોકોની વાતોનો કોઈ ફરક પડે છે. શરૂઆતમાં મેં ઘણી જગ્યાએ મફતમાં કામ કર્યું છે અને ફક્ત 5 અથવા 6 હજાર રૂપિયા લઈને કામ કર્યું છે. પરંતુ મેં પ્રેક્ટીકલ થઈને વિચાર્યું કે તે જરૂરી નથી કે જો તમે એક ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર હોવ તો બીજામાં પણ હોવુ જરૂરી છે.

કિરણે જણાવ્યું હતું કે મોટાભાગની છોકરીઓને પોતાના સપના સાથે જીવવા માટે પરિવાર વાળા તરફતી અડચણનો સામનો કરવો પડે છે. હું જ્યારે ફીટનેસ ક્ષેત્રમાં આવી ત્યારે લોકો ઘણી વાતો કરતા. પરંતુ થોડા સમય પછી હું આત્મનિર્ભર સ્ત્રી હતી, તેથી મારે બીજા કોઈનું સાંભળવાની જરૂર નહોતી.

જો કે જ્યારે મેં DJ તરીકે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે ઘરના સભ્યોએ કહ્યું કે કોઈ સ્ત્રી એવી જગ્યાએ કેવી રીતે જાય જ્યાં લોકો ખોટી આદતો કરતા હોય અને આખી રાત બહાર રહેવાનું અને મોડુ આવવું. શરૂઆતમાં, પતિને ખબર ન હતી કે હું પ્રોફેશનલ DJ તરીકે શીખી રહી છું પરંતુ જ્યારે મેં તેને કહ્યું, ત્યારે તેને ચોક્કસપણે વિચિત્ર લાગ્યું પણ તેણે કોઈ વાંધો ન હતો.

કિરણ કહે છે કે મેં અંગત જીવનમાં ઘણું સહન કર્યું છે અને આજે પણ કરી રહી છું. હું એક ભારતીય ગૃહિણી હતી જેનું કામ અપશબ્દો સાંભળવું અને ઘરકામ કરવાનું હતું. એટલું જ નહીં, મારી સાસુ કહેતી હતી કે મહિલાઓ ફક્ત રસોડું કામ કરવા માટે હોય છે. મારા જીવનમા ઘણુ સાંભળ્યુ, મહેણાં સાંભળ્યા, સીધા મારી સામે જ કહી દેતા, પણ મારો આત્મગૌરવ ખૂબ વધારે હતો, તેથી મેં નક્કી કર્યું કે મારે આવી જીંદગી નથી જોઈતી. મારે કંઈક કરવું અને સર્જનાત્મક બનવું છે. શરૂઆતમાં હું એક ગૃહિણી હતી જે ઘરમાં સાસુના મહેણા સાંભળીને પણ રહેતી હતી, મારા પતિની વાત સાંભળતી અને ઘરકામ કરતી હતી.

કિરણ કહે છે કે બે બાળકોના જન્મ પછી મારુ વજન ઘણું વધી ગયું હતું અને તબિયતની સમસ્યાને કારણે આ તકલીફ વધી રહી હતી. મેં શરૂઆતમાં વજન ઘટાડ્યુ પરંતુ હું હંમેશાં કંઈક નવું અને સર્જનાત્મક કરવાનું માનું છું, ત્યારબાદ મેં સીક્સ પેક્સ બનાવ્યા. જો કે આ માટે માનસિક મજબૂતી જરૂરી છે.

ઘણી વસ્તુઓનો બલિદાન આપવો પડે છે પછી તમે સિક્સ પેક બનાવી શકો છો. શરૂઆતમાં સિક્સ પેક બનાવતી વખતે ઘણી સમસ્યાઓ હતી, પરંતુ જ્યારે તમે હૃદયથી તૈયાર થશો, ત્યારે તમને દુ;ખ થતું નથી. જણાવી દઈએ કે કિરણે વર્ષ ૨૦૧૩ માં વર્લ્ડ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. બુડાપેસ્ટમાં આયોજિત આ ચેમ્પિયનશીમાં તેઓ છઠ્ઠા સ્થાને રહ્યા હતા. આજે તેને પોતાનું જિમ છે જ્યાં તે લોકોને ટ્રેનીગ આપે છે.

Previous articleજો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય
Next articleડાકોરના રણછોડરાયનો ચમત્કાર, ચાલુ શાળાએ માસ્તર પૂનમ ભરવા ડાકોર ગયા અને શાળામાં