કીવી ફળનો સ્વાદ તમે ઘણીવાર ચાખ્યો હશે. ડેગ્યુ અને ચિકનગુનિયા જેવી તકલીફથી પસાર થતાં પ્લેટલેટ કાઉન્ટ (Platelet count) વધારવા માટે પણ તેને ઘણીવાર ખાધું હશે. પરંતુ શું ક્યારેય તમે તેનું સેવન કોઈ અન્ય બીમારીથી છુટકારા માટે કર્યું છે? શું તમે જાણો છો કે આ ફળને ખાવાથી અને કઈ કઈ બીમારીની અસરને ઓછી અથવા નષ્ટ કરી શકાય છે? જો નહીં તો આવો જાણીએ.
આંખોને સ્વથ્ય રાખે છે
કીવીનું સેવન કરવાથી આંખોની તંદુરસ્તી પણ સારી રહે છે, આ ઉંમર સાથે થનારી અંધાપાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તેનું સેવનથી આંખની રોશની પણ વધે છે.
સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે
સારી નિંદર માટે પણ કીવી ફળનું સેવન અત્યંત લાભદાયી હોય છે, તેના સેવનથી ઉંઘની ગુણવત્તામાં સુધારો આવે છે અને નિંદર ભરપૂર અને સારી આવે છે.
કબજિયાતને દૂર કરે છે
કબજિયાતને દૂર કરવામાં પણ કીવી ખૂબ મદદ કરે છે. તેના સેવનથી જૂની કબજિયાતની સમસ્યા પણ સારી થવા લાગે છે. સાથે જ ગેસ, અપચો જેવી પેટની સમસ્યાને પણ આ દૂર કરે છે.
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે
કીવી ખાવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. તેના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે એલડીએલનું પ્રમાણ ઓછું થાય છે અને એચડીએલ એટલે સારૂ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. આથી હાર્ટ સંબંધિત મુશ્કેલી થવાનો ખતરો ઓછો થાય છે.
અસ્થમામાં રાહત આપે છે
કીવીનું સેવન કરવાથી દમ એટલે અસ્થમાની સમસ્યામાં પણ રાહત મળે છે. તેમના સેવનથી શ્વાસ પ્રણાલીને ફાયદા પહોચે છે જેના કારણે દમના કારણ થનારી ખાંસીની સમસ્યા મટવામાં મદદ મળે છે.
ગર્ભાવસ્થામાં લાભદાયી
ગર્ભાવસ્થા દરમિયાન કીવીનું સેવન ગર્ભવતી મહિલા અને ગર્ભસ્થ શિશુને પણ ખૂબ ફાયદા પહોચાડે છે. આ ગર્ભપાતના ખતરાને ઓછો કરવામાં મદદ કરે છે સાથે જ શિશુમાં મગજ અને કરોડરજ્જુના હાડકાંની બીમારીના જોખમને પણ ઘટાડવામાં મદદ કરે છે
ખીલ અને કરચલીઓથી છૂટકારો આપે છે
કીવીનું સેવન ફક્ત સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ સુંદરતાને નિખારવામાં પણ મદદ કરે છે. આ કરચલીઓને ઓછી કરવા સાથે ત્વચાની ચમકને વધારવાનું કામ પણ કરે છે. તેની સાથે જ ખીલથી છુટકારો માટે પણ આ સહાયતા કરે છે.