જ્ઞાની ચોરની ગુફાઃ ભારતની આ રહસ્યમયી ગુફામાં ગાયબ થઈ ગઈ જાન, જેનું આજ સુધી નથી ખુલ્યુ રહસ્ય

192

વિશ્વ રહસ્યોથી ભરેલું છે, જેને ઉકેલવા વૈજ્ઞાનિકો આજે પણ મથામણ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ઘણા રહસ્યોને ઉજાગર કર્યા છે, જ્યારે હજુ પણ ઘણા રહસ્યો વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમુક રહસ્યોને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોએ અને સંશોધકોએ ઘણી રીતો અજમાવી છે, પરંતુ તેઓ હજુ સુધી સફળ થયા નથી. આવો અમે તમને આવા જ એક રહસ્ય વિશે જણાવીએ…

આ રહસ્યમયી જગ્યા હરિયાણાના રોહતક જિલ્લાના મેહમ શહેરમાં એક વાવ સાથે જોડાયેલી છે. મહમની વાવ સમગ્ર દુનિયામાં જ્ઞાની ચોર ની ગુફાના નામથી જાણીતી છે. અહીં પગથિયાના પથ્થર પર ફારસી ભાષામાં લખેલું છે કે સ્વર્ગનું ઝરણું. વાવમાં ફારસી ભાષાના શિલાલેખમાં, એવું કહેવામાં આવે છે કે મુઘલ બાદશાહના સૂબેદારે સૈબેદ્યુ કલાલે 1658-59 એડીમાં આ સ્વર્ગનું ઝરણું બનાવ્યું હતું.

મુઘલ કાળ દરમિયાન બનેલી આ વાવ તેના રહસ્યો અને કિસ્સાઓ માટે જાણીતી છે. કહેવાય છે કે અબજો રૂપિયાનો ખજાનો આ રહસ્યમય વાવમાં છુપાયેલો છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે આ વાવમાં રહેલી ગુફા દિલ્હી, હંસી, હિસાર અને પાકિસ્તાન તરફ જાય છે.

આ વાવમાં એક કૂવો આવેલો છે. આ કૂવા સુધી પહોંચવા માટે 101 પગથિયા હતા, પરંતુ હવે હાલમાં આ કૂવામાં માત્ર 32 પગથિયા જ બાકી રહ્યા છે. 1995 માં ભયંકર પૂર આવ્યું હતું જેણે આ વાવનો મોટો ભાગ નાશ કર્યો હતો. હાલમાં આ વાવ પર પુરાતત્વ વિભાગનો કબજો છે. હવે વાવની આસપાસ રેલિંગ મુકવામાં આવી છે અને સ્વચ્છતા પણ કરવામાં આવી છે. કેટલીક દિવાલો અને પગથિયા ફરીથી બનાવવામાં આવ્યા છે.

જ્ઞાની ચોરની ગુફા તરીકે જાણીતી આ વાવ જમીનમાં અનેક ફૂટ ઉંડે બાંધવામાં આવી છે. લોકો કહે છે કે અંગ્રેજોના શાસન દરમિયાન આ ગુફા મારફતે એક જાન દિલ્હી જઈ રહી હતું, પરંતુ આ જાનમાં સામેલ થયેલા તમામ લોકો ગાયબ થઈ ગયા હતા. વરરાજાને લઈને નિકળેલી આ જાન ગુફામાં દાખલ થયા બાદ ન તો દિલ્હી પહોંચ્યી કે ન પાછી આવી. ત્યારથી આ વાવ અને તેની ગુફા ચર્ચાનો વિષય બની છે. કેટલીક અનિચ્છનીય ઘટનાને કારણે અંગ્રેજોએ આ ગુફા બંધ કરી દીધી હતી. જે આજે પણ બંધ છે.

રોહતક જિલ્લામાં સ્થિત મેહમ અને આસપાસના લોકો જણાવે છે કે તે સમયે ત્યાં જ્ઞાની નામનો પ્રખ્યાત ચોર હતો અને તે ચોરી કર્યા બાદ આ ગુફામાં છુપાઈ જતો હતો જેથી પોલીસ તેને પકડી ન શકે. જે એક ખુબજ મોટો ચોર હતો જેણે શ્રીમંતોને લૂંટ્યા અને તેને આ ખજાનો આ વાવની ગુફામાં છુપાવી દીધો હતો.

Previous articleબિઝનેસ કરવાનું ભૂત સવાર થયું હતું એટલે અધવચ્ચે જ છોડી દીધી કોલેજ, આજે છે 7050 કરોડ ડોલરનો માલિક
Next articleવિશ્વમાં ઉજવવામાં આવતા અજબ-ગજબના તહેવારો