જાણો દેવી-દેવતાઓના વાહનથી કેવી મળે છે આપણે શીખ, પ્રત્યેક વાહન મનુષ્યને આપે છે આ સંદેશ

483

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણાં દેવી-દેવતાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તમામ દેવી-દેવતાના અનેક સ્વરૂપ આચરણ અને વ્યવહારના અનુરૂપ જ તેમનું વાહન હોય છે. દરેક દેવતા પોતાના વાહનના માધ્યમથી પ્રકૃતિના એક વિશિષ્ટ ગુણનું પ્રતિનિધિત્વ કરે છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આ વાહનોના રૂપમાં ખૂબ અદ્દભૂત રહસ્ય અને પ્રેરણાઓ છુપાયેલી છે. જેમને જાણીને વ્યક્તિ પ્રકૃતિ દ્વાર આપવામાં આવેલા સંદેશાને સરસ સમજીને પોતાના જીવનમાં ઉતારી શકે છે.

માતા શેરાવાલીના સવારે છે સિંહ
દેવી ભાગવત અનુસાર માતા દુર્ગાની સવારી સિંહ વનમાં સંયુક્ત પરિવારમાં રહેતુ પ્રાણી છે. આ વનનું સૌથી શક્તિશાળી પ્રાણી હોય છે. પરંતુ પોતાની શક્તિનો નકામો ઉપયોગ નથી કરતુ. આવશ્યકતા પડવા પર જ તેમનો ઉપયોગ કરે છે. માતાજીનું વાહન સિંહ એ સંદેશ આપે છે કે ઘરના વડીલએ પોતાના પરિવારને જોડીને રાખવો જોઈએ અને નકામા કાર્યોમાં પોતાની શક્તિને ન લગાવીને ઘરને સુખી બનાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ.

मां दुर्गा

ઘુવડ છે માતા લક્ષ્મીનું વાહન
ઘુવડ ક્રિયાશીલ પ્રવૃતિનું પક્ષી છે, તે પોતાનું પેટ ભરવા માટે ભોજનની શોધમાં સતત કામ કરે છે. આ કાર્ય તે પૂરી લગન સાથે કરે છે. માતા લક્ષ્મીનું વાહન ઘુવડથી એ જ શીખ મળે છે કે જે વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે, માતા લક્ષ્મીની હંમેશા તેમના પર કૃપા હોય છે તેમજ સ્થાયી રૂપથી મહેનતી લોકોના ઘરમાં નિવાસ પણ કરે છે.

उल्लू दिखना होता है बेहद ही शुभ, इस तरह से उल्लू बना था मां लक्ष्मी का वाहन  - Newstrend

શ્રી ગણેશનું વાહન ઉંદર
ગજાનન ગણેશનું વાહન ઉંદર છે. ઉંદરનો સ્વભાવ છે કે તે દરેક વસ્તુ, પછી તે કામની હોય કે બેકાર બધાંને કોતરીને નુકસાન પહોચાડે છે. શ્રી ગણેશ જ્ઞાન તેમજ બુદ્ધિના દેવતા છે તથા દ્વિતીય ઉંદર છે, જેમને ગણેશજીએ પોતાની સવારી બનાવીને પોતાના નીચે દબાવી રાખ્યાં છે. આ વાતથી એ સંદેશ મળે છે કે આપણે ખરાબ લોકોની બિનજરૂરી વાતોને હટાવી તેનું દમન કરી પોતાનું વિવેકથી કામ લેવું જોઈએ.

Ganesh Chaturthi 2020 : ગણેશ પૂજામાં જરૂરી છે આ 7 વસ્તુઓ | ganesh chaturthi  2020 these 7 things are necessary in lord ganpati bappa worship | Gujarati  News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર ...

ભગવાન શિવનું વાહન છે નંદી
શિવ પુરાણમાં શિવજીનું વાહન બૃષરાજ નંદીને જણાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે મૌન રહેનારૂ નંદીનું ચરિત્ર ઉત્તમ અને સમર્પણ ભાવવાળું હોય છે. બળ અને શક્તિનું પ્રતીક નંદીને મોહ-માયા અને ભૌતિક ઈચ્છાઓથી રહેતું પ્રાણી માનવામાં આવે છે. આ સીધું સાદુ પ્રાણી જ્યારે ક્રોધિત થાય છે તો સિંહ સામે પણ બાથ ભીડી લે છે. શિવની સવારી નંદીથી જન-જનને એ જ પ્રેરણા મળે છે કે શક્તિશાળી હોવા છતાં શાંત તેમજ સહજ રહેવું જોઈએ અને પરિશ્રમ દ્વારા જીવનમાં હંમેશા ધર્મના માર્ગ પર ચાલતું રહેવું જોઈએ.

ભગવાન વિષ્ણુનું વાહન છે ગરૂડ
ગરૂડ એવું પક્ષી છે જે આકાશમાં ખૂબ ઊંચાઈઓ પર ઉડીને પણ પૃથ્વીના નાનામાં નાના જીવો પર નજર રાખે છે. ગરૂડ સાપોનો દુશ્મન હોય છે. આ કારણ કહેવામાં આવે છે કે આ ઝેરને ખતમ કરનારૂ અર્થાત આતંકને નષ્ટ કરનારૂ પક્ષી છે. આવી જ પરમ શક્તિશાળી ભગવાન વિષ્ણુ બધાંનું પાલન કરનારા છે. તેમની નજર પ્રત્યેક જીવ પર હોય છે. વિષ્ણુજીના વાહનથી હંમેશા પોતાની દ્રષ્ટિ બનાવી રાખવાની તેમજ જાગૃકતા બનાવી રાખવાની પ્રેરણા મળે છે.

આ વિષ્ણુ મંત્ર કોઈપણ સમસ્યાને કરી શકે છે દૂર, જાપ કરવાથી થશે ચમત્કારી અનુભવ  - Sandesh

માતા સરસ્વતીનું વાહન છે હંસ
હંસ પવિત્ર, જીજ્ઞાસુ, અને સમજદાર પક્ષી હોવાની સાથોસાથ જીવનપર્યત એક જ હંસની સાથે રહે છે. પરિવારમાં પ્રેમ અને એકતાનું આ ઉત્તમ ઉદાહરણ થછે. આ ઉપરાંત હંસ સામે દૂધ અને પાણી મિક્સ કરીને રાખી દો તો તે ફક્ત દૂધ જ પીવે છે અને પાણી છોડી દે છે. મતબલ તે ફક્ત ગુણ ગ્રહણ કરે છે અને અવગુણ છોડી દે છે. હંસ મોતી ગળીને સર્વશ્રેષ્ઠને ગ્રહણ કરવાનો સંદેશ આપે છે.

વસંત પંચમીના દિવસે કયા મુહૂર્તમાં પૂજા કરી સરસ્વતી માતાને કરશો પ્રસન્ન, શું  છે | TV9 Gujarati

હનુમાનજીનું આસન વેમ્પાયર
હનુમાનજી પ્રેત અથવા વેમ્પાયરને પોતાનું આસન બનાવીને તેના પર બેસે છે અને તેને પોતાના વાહનના રૂપમાં પ્રયોગ કરે છે. વેમ્પાયર તથા પ્રેત ખરાબ તેમજ બીજીના ભય અને કષ્ટ આપનારૂ હોય છે. તેમનો અર્થ છે કે આપણે ખરાબી તેમજ દુષ્ટ પ્રવૃતિના લોકોને પોતાના ઉપર હાવી ન થવા દેવા જોઈએ.

જેનો કોઈ સહારો નથી તેનો સહારો ભગવાન હનુમાન છે આટલું કામ કરવાથી તમારી દરેક  મનોકામના પૂર્ણ થશે જાણો. |

રથ પર સવાર ભગવાન સૂર્ય
આપણી સૃષ્ટિના સાક્ષાત દેવતા માનવામાં આવતા ભગવાન સૂર્યના રથમાં સાત ઘોડા હોય છે, જેમને શક્તિ તેમજ સ્ફૂર્તિનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન સૂર્યનું રથ એ પ્રેરણા આપે છે કે આપણે સારા કાર્ય કરતા સદૈવ આગળ વધતાં રહેવું જોઈએ, ત્યારે જીવનમાં સફળતા રૂપી પ્રકાશ આવે છે.

भगवान सूर्य

માતા ગંગા કરે છે સવારી મગર પર
શાસ્ત્રોમાં માતા ગંગાનું વાહન મગર હોવાનો ઉલ્લેખ મળે છે, તેમના વાહનથી આ જ સંદેશ મળે છે કે જળ જીવ-જંતુઓને મારવા જોઈએ નહી, કારણ કે જળમાં રહેતા દરેક પ્રાણીની પરિસ્થિતિ તંત્રમાં સંતુલન બનાવી રાખવાની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમને મારવું એટલે પ્રકૃતિથી છેડછાડ કરવું જેમનું પરિણામ ખૂબ ભયાનક હોય છે.

Ganga Maa Ki Aarti

 

 

Previous articleન્યાયના દેવતા શનિદેવની ત્રીજી દ્રષ્ટિના કારણ જીવનમાં આવી રહી છે પરેશાનીઓ તો કરો આ સરળ ઉપાય
Next articleચાણક્ય નીતિ: આ પ્રકારના પૈસાનો હંમેશા થાય છે નાશ, જાણો શું કહે છે ચાણક્ય નીતિ