નવરાત્રીના તહેવાર દરમિયાન કન્યા પૂજાનું ખૂબ જ મહત્વ છે. નવરાત્રીમાં નવ કન્યાઓની નવ દેવીઓના રૂપમાં પૂજા કરવામાં આવે છે. કન્યાની પૂજા કરવાથી કાર્યમાં સફળતા મળે છે. કન્યા પૂજન કરવાથી સન્માન, ધન, વિધા અને ગૌરવ પ્રાપ્ત થાય છે. તેનાથી વિઘ્ન, ભય અને શત્રુઓનો નાશ પણ થાય છે. દેવી દુર્ગા હવન, જપ અને દાન કરતા કન્યા પૂજા કરવાથી વધારે પ્રસન્ન થાય છે.
નવરાત્રીના નવ દિવસ સુધી ભક્ત પુરા ભક્તિ-ભાવથી માતા દુર્ગાની પૂજા-અર્ચના અર્ચના કરે છે, પરંતુ નવરાત્રી પૂજન અને વ્રત ત્યારે જ સંપન્ન માનવામાં આવે છે કે, જયારે નવરાત્રીના છેલ્લા દિવસે કન્યા પૂજા કરવામાં આવે. નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. ભક્તો તેની યથાશક્તિ પ્રમાણે છોકરીઓને ભોજન કરાવે છે અને દાન આપે છે.
કન્યાપૂજા કર્યા બાદ જ નવરાત્રીની પૂજા સફળ માનવામાં આવે છે. માતા દુર્ગા કુમારિકાની પૂજાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. નવરાત્રીના છેલ્લા બે દિવસ એટલે કે આઠમ અને નોમના દિવસે નવ છોકરીઓને દેવી માની તેની પૂજા કરવામાં છે. માન્યતાઓ અનુસાર, એકવાર વૈષ્ણો દેવી તેમના પરમ ભક્ત પંડિત શ્રીધરની ભક્તિથી પ્રસન્ન થયા હતા, અને તેની મનોકામના પુરી કરી હતી.
કન્યા પૂજા કરવાના ફાયદાઓ : –
– ધન અને સુખ પ્રાપ્ત થાય છે.
– તમારો વંશ આગળ વધે છે.
– શત્રુઓનો નાશ થાય છે.
– દુઃખ, રોગ અને બીમારીઓમાંથી મુક્તિ મળે છે.
– ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
નવરાત્રીની આઠમ અથવા નોમના દિવસે તમે ઇચ્છા મુજબ કન્યાની પૂજા કરાવી શકો છો. પૂજામાં સાત છોકરીઓને હલવો, પુરી અને ખીરનું ભીજ્ન કરવવું જોઈએ અને તેમને સફરજન, કેળા, બિસ્કિટનું પેકેટ અથવા 10 રૂપિયાનું દાન કરવું જોઈએ.