Homeહેલ્થહવે ચોમાસામાં પાણીથી ફેલાતા રોગો ઉપર જલ્દીથી નિયંત્રણ મેળવવા માટે અપનાવો આ...

હવે ચોમાસામાં પાણીથી ફેલાતા રોગો ઉપર જલ્દીથી નિયંત્રણ મેળવવા માટે અપનાવો આ દેશી ઈલાજ, જે તમે નહિ જાણતા હોવ.

કોલેરા એટલે ઝાડા ઉલટીની તકલીફ ધરાવતો રોગચાળો. દૂષિત પીણા અને ખોરાકથી ફેલાતો આ રોગ જલ્દીથી ફેલાતા રોગચાળામા ફેરવાઇ જાય છે. પાતળા પાણી જેવા ઝાડા, ઊલટી અને શરીરમાથી નિર્જલીકરણ એટલે કે પાણી ઘટી જવું એ તેનુ સર્વસામાન્ય લક્ષણ છે.

કોલેરા ના રોગને નિયંત્રણમાં લેવા તથા સમૂળ રોગમુક્તિ માટે ઘરગથ્થુ ઉપચારો તરીકે નીચેના ઉપાયો અજમાવી શકાય:

૧) લવિંગના તેલના બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામા લેવાથી કોલેરા મટે છે.

૨) લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કૉલેરા મટે છે.

૩) ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.

૪) જાયફળનુ ચૂર્ણ ગોળમા મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અડધા કલાકે લેવાથી અને ઉપર થોડુ ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.

૫) હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમા ઘૂંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.

૬) કાંદાના રસમા ચપટી હિંગ મેળવીને અડધા કલાકે લેવાથી કૉલેરા મટે છે.

૭) પાણીમા લવિંગ નાંખી ઉકાળીને તે પાણી પીવાથી કૉલેરામા થતી તરસ મટે છે.

૮) જાયફળનો ઉકાળો પીવાથી કૉલેરામા થતી તરસ મટે છે.

૯) કૉલેરા થયો હોય તો કેરોસીનને ગરમ કરી પેટ તથા પીઠ ઉપર ઘસવાથી ફાયદો થાય છે.

૧૦) કાંદામાં કપૂર નાખી તેનુ સેવન કરવાથી કૉલેરા મટે છે.

૧૧) કાળા ધંતુરાના રસમા દસ ટીપા દહીંના નાખીને ખાવાથી કૉલેરાના જંતુઓ નાબૂદ થાય છે.

અહી દર્શાવેલ ઉપચારો જાત અનુભવથી અજમાવેલા અને અકસીર છે. આમ છતા, દરેકના શરીરની પ્રકૃતિ અને રોગની માત્રા અનુસાર બધા જ ઉપચાર દરેક રોગીને અનુકૂળ આવે તેવુ ના પણ બને. આથી રોગની પરિસ્થિતિ નિયંત્રણ બહાર હોય ત્યારે ત્વરિત ડૉક્ટર કે વૈદ્યની સારવાર નીચે રહેવુ જોઈએ.

અહી સામાન્ય રીતે દરેકને ઉપચારમા કામ આવે અને સરળતાથી ઉપચાર કરી શકાય તેવા હેતુથી આ માહિતી આપેલ છે પણ કોઈ વ્યક્તિગત રોગીનો ઈલાજ કરવાનો ઇરાદો રાખેલ નથી. આ ઉપચારોનો બહોળો ફેલાવો કરવામા આપ સહુને સહયોગી થઈ જરૂરિયાત વાળા દરેક સુધી આ માહિતી પહોચડવા મદદરૂપ થવા વિનંતી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments