કોરોના કાળમાં ભારતની આ કંપની માત્ર સૂવાના આપી રહી છે લાખો રૂપિયા…

અજબ-ગજબ

કોરોના દરમિયાન ભારતમાં ઘણા લોકોની નોકરી જતી રહી છે એવામાં અમે તમને કહીએ કે એક ભારતતીય કંપની તમને 100 દિવસમાં એક લાખ રૂપિયાની કમાણી કરવાની તક આપી રહી છે. એ એવું કામ છે જે તમે અને અમે દરરોજ રાતે કરીએ છીએ, એ છે સૂવાનું. આ કંપનીએ સ્લીપ ઇન્ટર્નશિપ માટે ઓફર બહાર પાડી છે. જેમાં તમને માત્ર 9 કલાક સૂવાના બદલામાં આપવામાં આવશે એક લાખ રૂપિયા. આ ઇન્ટર્નશિપની ખુબ જ ચર્ચા થઇ રહી છે. જેમાં તમને સારી ઉંઘ માટે કંપની તરફથી ઘણી સુવિધા આપવામાં આવે છે.

કોરોના ના સંકટમાં સમગ્ર દુનિયામાં નોકરની અછત ઉભી થઇ છે. ભારતમાં પણ બેરોજગારી વધી રહી છે. આમ તો માંડ ભારતની ગાડી પાટા પર ચડી જ હતી પરંતુ કોરોનાએ બ્રેક લગાવી દીધી જેની માઠી અસર વેપાર-ધંધા અને રોજગારી પર થઇ રહી છે.

બેંગલુરુની એક કંપની ઇન્ટર્નને શોધી રહી છે. આ ઇન્ટર્નને 100 દિવસ માટે અપોઇન્ટ કરવામાં આવશે. આ દરમિયાન તેઓને 9 કલાક કામ કરવાનું રહેશે. આ કામના બદલામાં તેઓને 100 દિવસમાં એક લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.

ઇન્ટર્નશિપનું કામ જ સૌથી ખાસ હોય છે. તો આ ઇન્ટર્નશિપમાં તમારે નવ કલાક ઉંઘવાનું. આ દરમિયાન તમારે નવ કલાસ સુધી સારી ઉંઘ કરવાની બીજું કાંઇ જ નહીં. માત્ર સૂવા માટે તમને એક લાખનું પેમેન્ટ કરવામાં આવશે.

9 કલાક સૂવામાં મદદ કરવા માટે તમને સ્લીપ એક્સપર્ટ, સૂવાની ક્વોલિટીને વધુ સારી બનાવવા માટે પરફેક્ટ ભોજન પણ આપવામાં આવશે. તમારે કરવાનું એટલું જ માત્ર નવ કલાક સૂવાનું બસ.

આ ઇન્ટર્નશિપમાં ઘણી વસ્તુઓ જોવામાં આવશે. તમને કેવા પ્રકારની સિચ્યુએશન આપવામાં આવશે જેમાં એડજસ્ટ થઇને સૂવાનું રહેશે. જો કોઇપણ અડચણ વગર તમે સૂઇ શકો છો તો આ ઇન્ટર્નશિપ માટે તમે પરફેક્ટ છો. કંપનીનું નામ “wakefit” છે અને આ સ્લીપ રિલેટેડ સ્ટફ્ટ બનાવે છે. આ ઇન્ટર્નશિપને રેકોર્ડ કરી એવું તારણ કાઢશે કે માણસને સારી ઉંઘ માટે શું શું મદદરૂપ થાય છે.

આ કંપનીએ આવી કોઇ ઓફર પ્રથમવાર બહાર નથી પાડી. આ પહેલા પણ આ કંપનીએ એક ઇન્ટર્નશિપ પ્રોગ્રામ બહાર પાડ્યો હતો જેમાં 23 લોકોને રાખ્યા હતા અને તેઓને પૈસા ચૂકવવામાં પણ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *