Homeહેલ્થકપૂર માત્ર પૂજા-પાઠમાં જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં થતી ઘણી સમસ્યાઓ માટે...

કપૂર માત્ર પૂજા-પાઠમાં જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં થતી ઘણી સમસ્યાઓ માટે પણ છે ફાયદાકારક…

શું તમે કપૂરના ઔષધીય ગુણધર્મો જાણો છો. પૂજા-પાઠ અને હવન-આરતીમાં કપૂર ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ સિવાય કપૂર ઘણી રીતે ઉપયોગી છે. રોજિંદા જીવનમાં થતી ઘણી સમસ્યાઓ માટે આ રામબાણ ઉપાય છે. કપૂરમાં એન્ટિબાયોટિક અને એન્ટિફંગલ ગુણધર્મો છે. આ કારણોસર તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કપૂર ત્વચા અને વાળની ​​સુંદરતા માટે પણ તે ખૂબ ઉપયોગી છે. કપૂર અને કપૂર તેલ બંને ખૂબ ઉપયોગી છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે…

ત્વચા પર કપૂર તેલ લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. એટલું જ નહીં, તે ચહેરાના ડાઘ અને શરીરના અન્ય ભાગોના ડાઘને પણ દૂર કરે છે. કપૂરનો ઉપયોગ તણાવ દૂર માટે પણ ફાયદાકારક છે. કપાળ પર અથવા વાળમાં કપૂર તેલ લગાવવાથી તણાવની સમસ્યામાં રાહત મળે છે.

ટાલ પડવાની સમસ્યામાં પણ, કપૂર તેલ વાળને ફરીથી ઉગાડવામાં મદદ કરે છે. માથામાં કપૂર તેલનું માલિશ કરવાથી વાળ ખરવા અને ખોડાની સમસ્યામાં ફાયદો થાય છે. વાળમાં કપૂર તેલ લગાવવાથી વાળ વધવા માંડે છે અને મજબૂત બને છે. આ માટે દહીંમાં કપૂર તેલ મિક્સ કરો અને વાળના મૂળમાં લગાવો અને અડધા કલાક પછી વાળ ધોઈ લો.

જો પગની પાણી ફાટી ગઈ હોય તો, એક ટબમાં નવશેકું પાણી લો અને તેમાં થોડું કપૂર તેલ નાખો. આ પાણીના ટબમાં તમારા પગ ડુબાડો અને થોડી વાર તેમ જ રહેવા દો. આમ કરવાથી પગની ફાટેલી પાની ઝડપથી મટી જશે. તે પગમાં રહેલા ચેપ અથવા ફૂગને પણ દૂર કરે છે, અને તે પગના દુખાવામાં પણ રાહત આપે છે.

જો તમારી ત્વચા પર દાઝેલા અથવા વાગેલા ઘાનું નિશાન હોય, તો કપૂર તેલને તે નિશાન પર હળવા હાથે લગાવો. થોડા દિવસો સુધી આમ કરવાથી ધીરે ધીરે નિશાન દૂર થઈ જશે. ત્વચાની અન્ય પ્રકારની સમસ્યાઓમાં પણ કપૂર તેલ ફાયદાકારક છે. 

શરીરના આંતરિક ભંગોમાં પીડા થતી હોય તો તેના પર કપૂર તેલનું માલિશ કરવાથી ફાયદો થાય છે. શરીરના જે પણ ભાગમાં દુખાવો થતો હોય, તે ભાગ પર ગરમ કરેલા કપૂરના તેલથી માલિશ કરવાથી રાહત મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments