‘कुछ कुछ होता है’ ની અંજલી હવે ખુબજ બદલાય ગઈ છે, કયૂટ બાળકી હવે ૩૨ વર્ષની હોટ હસીના બની ગઈ છે…

85

અભિનેત્રી સના સઈદે કુછ કુછ હોતા હૈ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 1998 માં આવી જે એક બ્લોકબસ્ટર સુપરહિટ સાબિત થઈ હતી. સનાએ કરણ જોહરની સુપરહિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં શાહરૂખની પુત્રી અંજલિની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં સના સઈદ કિંગ ખાન અને રાની મુખર્જીની પુત્રી હતી. આ પાત્રએ સના સઈદને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

આટલું જ નહીં બાળપણમાં ‘કુછ કુછ હોતા હૈ’થી રૂપેરી પડદે ધમાલ મચાવનાર સના સઈદે’ હર દિલ જો પ્યાર કરેગા ‘અને’ બાદલ’માં પણ બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. મોટા પડદાની સાથે નાના પડદા પર પણ સનાએ હાથ અજમાવ્યો છે. બાળ કલાકાર તરીકે સફળતા મળી પણ મોટી થયા પછી સનાને ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં અભિનેત્રી તરીકે માન્યતા મળી. જોકે વર્ષ 1998 માં આવેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં સનાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

સનાનો જન્મ 22 સપ્ટેમ્બર 1988 માં મુંબઇમાં થયો હતો. સના મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. મુસ્લિમ પરિવારમાં ઉછરેલી, સના સઈદનું પૂરું નામ સના અબ્દુલ અહદ સઈદ છે. તેનો જન્મ યુનાઇટેડ કિંગડમના લીડ્સમાં થયો છે, પરંતુ તે હવે મુંબઇમાં રહે છે. સના સઈદની બે બહેનો પણ છે. તેની બંને બહેનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ ઝગમગાટથી સંપૂર્ણપણે દૂર રહે છે.

થોડા સમય પહેલાજ સના સઈદ ઉપર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો હતો. અભિનેત્રીના પિતાનું અવસાન થયું હતું. એ સમયે ભારતમાં લોકડાઉન હતું, પરંતુ સના આ દિવસોમાં યુ.એસ. હતી અને લોકડાઉનને કારણે તે ભારત આવી ન શકી અને છેલ્લી વખત તેના પિતાને પણ ન મળી શકી. જેનો પછતાવો તેને આખી જીંદગી રહેશે.

સના ફિલ્મોની સાથે સાથે ટીવી પર પણ ખૂબ સક્રિય રહી છે. વર્ષ 2008 માં, ‘બાબુલ કા આંગન છુટે ના’ અને ‘લો હો ગયી પૂજા ઇસ ઘર કી’ જેવા ટીવી શોમાં જોવા મળી હતી. તેણે ઘણાં રિયાલિટી શો ‘નચ બલિયે 7’, ‘ઝલક દિખલા જા 6’, ‘ઝલક દિખલા જા 7’ અને ‘ઝલક દિખના જા 9’ માં પણ કામ કર્યું છે.

સના સઈદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તે પોતાના ચાહકો સાથે તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે.

Previous articleકોઈએ હિરોઈન બનવા પતિને છોડી દીધો તો કોઈ છૂટાછેડા લીધા પછી બની હિરોઈન, આવી છે કહાની આ અભિનેત્રીઓની…
Next articleસિરિયલમાં રીક્ષામાં ફરતા ‘જેઠાલાલ’ પાસે છે મોંઘી ગાડીઓ અને કરોડોની સંપત્તિ…