Homeજાણવા જેવુંકયા બ્લડગ્રૂપ વાળા લોકોને વધારે મચ્છર કરડે છે, જાણો.

કયા બ્લડગ્રૂપ વાળા લોકોને વધારે મચ્છર કરડે છે, જાણો.

ચોમાસાની ઋતુમાં ઘરની અંદર અને બહાર ખુબ જ મચ્છરો હોય છે. મચ્છરોના કારણે બહાર જવું હોય તો ટૂંકી બાયના કપડાં પહેરી શકતા નથી. ચોમાસામાં ગાર્ડન, મેદાન અને ઘરમાં પણ મચ્છર વધારે જોવા મળે છે.

મચ્છર ન કરડે તેના માટે આપણે ઘણા પ્રયત્નો કરીએ પરંતુ તેમ છતાં તે આપણને કરડે છે. મચ્છર કેટલાક લોકોને વધારે કરડે છે અને કેટલાકને કરડતા જ નથી. આની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે માત્ર માદા મચ્છર જ મનુષ્યને કરડે છે. આનું કારણ માદા મચ્છરના પ્રજનન સાથે સંબંધિત છે. હકીકતમાં, માદા મચ્છર મનુષ્યના લોહીમાં રહેલા પોષક તત્વો લઈને જ ઇંડા મૂકે છે.

કાર્બન ડાયોક્સાઇડની ગંધ પણ મચ્છરોને મનુષ્ય તરફ ઝડપથી આકર્ષિત કરે છે. માદા મચ્છર તેના ‘સેંસિંગ ઑર્ગેન્સ’ દ્વારા કાર્બન ડાયોક્સાઇડની ગંધને શોધી કાઢે છે. આપણે જયારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ગેસ બહાર આવે છે જેના કારણે મચ્છર આપણને વધુ કરડે છે. મચ્છર 150 ફૂટના અંતરથી પણ કાર્બન ડાયોક્સાઇડની  ગંધને ખૂબ જ સરળતાથી ઓળખી જાય છે.

સંશોધનકારોએ જણાવ્યું છે કે અમુક વિશેષ ગંધ મચ્છરને મનુષ્ય તરફ વધુ ઝડપથી આકર્ષિત કરે છે. આપણી ત્વચામાં રહેલા બેક્ટેરિયાથી મુક્ત થતાં યુરિક એસિડ, લેક્ટિક એસિડ અને એમોનિયાની ગંધને કારણે મચ્છર આપણને વધુ કરડે છે. શરીરના ઉંચા તાપમાને લીધે, આ તત્વો વ્યક્તિની ત્વચા પર પરસેવા રૂપે મુક્ત થાય છે.

જાપાનના સંશોધનકારોએ સાબિત કર્યું છે કે, મચ્છર ‘એ’ બ્લડ ગ્રુપ વાળા લોકો કરતા ‘ઓ’ બ્લડ ગ્રુપ વાળા લોકોને વધારે કરડે છે. આ બંને બ્લડ ગ્રુપ વાળા લોકોને મચ્છર વધારે કરડે છે, જ્યારે બી બ્લડ ગ્રુપ વાળા લોકોને મચ્છર કરડતા જ નથી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments