Homeજયોતિષ શાસ્ત્રલક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે સાવરણી સાથે જોડાયેલા આ 9 વાસ્તુ ઉપાય...

લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે સાવરણી સાથે જોડાયેલા આ 9 વાસ્તુ ઉપાય…

સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર, જે ઘરમાં સ્વચ્છતા હોય ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરતી નથી. સ્વચ્છ ઘરમાં માતા લક્ષ્મીનું નિવાસ સ્થાન રહેલું છે. આ જ કારણ છે કે દિવાળી અથવા અન્ય તહેવારો પર આપણે આપણા ઘરોની સફાઈ કરીએ છીએ જેથી માતા લક્ષ્મીનું આપણા ઘરે આગમન થાય. વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, જો સાવરણીને યોગ્ય રીતે રાખવામાં ન આવે, તો તે આપણા જીવનને અસર કરે છે. ચાલો આપણે જાણીએ કે વાસ્તુ મુજબ સાવરણી રાખવા માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ.

1- વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે સફાઈ કરવી અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ સાંજ પછી સાવરણીથી સફાઈ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી રહે છે. તેથી, રાત્રે ઘર અથવા ઓફિસની સફાઈ કરવી ન જોઈએ.

2- વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારે નવી સાવરણી ખરીદવી હોય તો તમારે શનિવારે જ ખરીદવી જોઈએ. શનિવારે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. તેનાથી માતા લક્ષ્મીની સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે.

3- નકારાત્મક ઉર્જાથી બચવા માટે સાવરણી રાખવા દક્ષિણ-પશ્ચિમ દિશા પસંદ કરવી જોઈએ. વાસ્તુ મુજબ આ દિશામાં સાવરણી રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે સાવરણી ક્યારેય ઉત્તર-પૂર્વ દિશા બાજુ ન રાખવી જોઈએ.

4- વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સાવરણી હંમેશાં છુપાવીને રાખવી જોઈએ. સાવરણીને ખુલ્લી જગ્યાએ અથવા એવી જગ્યાએ ન રાખવી જોઈએ કે જ્યાં બધા જોઈ શકે. એવું માનવામાં આવે છે કે ખુલ્લી જગ્યામાં સાવરણી રાખવાથી ઘરમાં પૈસાની ખોટ થઈ શકે છે.

5- ઘણી વાર આપણે સાવરણી તૂટી જાય કે ઘસાય જાય છતાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે. જો ઘર અથવા ઓફિસની સાવરણી તૂટે જાય તો તરત જ તેને બદલી નાખવી જોઈએ. તૂટેલી સાવરણીથી સફાઈ કરવી વિવિધ સમસ્યાઓનું કારણ બને છે.

6- એવું માનવામાં આવે છે કે સાવરણીને ક્યારેય પણ ઉભી ન રાખવી જોઈએ. તે ખરાબ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં ગરીબીનું કારણ બને છે. વાસ્તુ મુજબ સાવરણીને હંમેશા જમીન પર જ રાખવી જોઈએ.

7- વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારેય સવારણી પર પગ ન મૂકવો જોઈએ, તેનાથી માતા લક્ષ્મીનો અનાદર થાય છે અને આપણે ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એ જ રીતે, કોઈ પણ જીવજંતુને સાવરણી વડે મારવું અશુભ માનવામાં આવે છે.

8- માન્યતાઓ અનુસાર, જો પરિવારનો કોઈ સભ્ય કોઈ કામ માટે ઘરની બહાર જાય છે એટલે તરત જ સાવરણી ને અડવું જોઈએ નહીં. વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે ઘરનો સભ્ય બહાર ગયા પછી તરત જ સાવરણી લગાવવાથી અશુભ માનવામાં આવે છે.

9- ક્યારેય પણ રસોડા કે સ્વચ્છ જગ્યા જગ્યાએ સાવરણી રાખવી ન જોઈએ. આ કરવાથી ઘરમાં ગરીબી અને રોગો થાય છે. સાવરણીને રસોડામાં રાખવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્યને પણ ખરાબ અસર થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments