શું તમે પણ લાંબા સમય સુધી તમારા વાળનો કલર ટકાવી રાખવા માંગો છો, તો અપનાવો આ સરળ ટિપ્સ….

0
246

આજકાલ વાળમાં કલર કરવો એ એક ફેશને બની ગઈ છે. પછી ભલે તે સફેદ વાળને છુપાવવા માટે લગાવવામાં આવે છે અથવા પોતાને આકર્ષક બતાવવા માટે લગાવવામાં આવે. પરંતુ વાળમાં કલર લગાવતી વખતે ખૂબ કાળજી લેવી પડે છે. નહિંતર, તેમના પર ખર્ચવામાં આવેલા તમામ નાણાં બરબાદ થઈ જાય છે. કારણ કે, જો કાળજી લીધા વિના વાળમાં કલર કરવામાં આવે તો તે ઝડપથી ઉડી જાય છે. 

જો તમે વાળના રંગને થોડા દિવસો સુધી રાખવા માંગતા હો, તો પછી આ ઘરેલું ટીપ્સ અજમાવો, જેનાથી તમારા વાળમાં કરેલો કલર લાંબા સમય સુધી ટકી રહેશે. એટલું જ નહીં પરંતુ આ દેશી ઉપાય વાળને લગતી અન્ય સમસ્યાઓથી પણ છુટકારો આપે છે. આ ઉપાય વાળ ખરવા, ખોડો અને હેરડ્રાય જેવી સમસ્યાઓથી પણ છુટકારો આપશે.

આના માટે અડધો કપ ઓલિવ તેલ, બે ચમચી દેશી ઘી, એક ચમચી ડ્રાઈ રોઝમેરી લો અને ત્રણેયને મિક્સ કરીને ઉકાળો. પાંચ મિનિટ ઉકળયાં પછી તેને ગાળી લો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને વાળ ઉપર માલિશ કરો. એક કલાક પછી તેને કોઈપણ શેમ્પૂથી ધોઈ લો. આનાથી વાળમાં કેમિકલથી થતું નુકસાન થતું નથી.

બીજો ઉપાય એ છે કે, એક કેળુ, બે ચમચી નાળિયેર તેલ અને એક ઇંડું લો. આ કેળાને મેશ કરી તેમાં નાળિયેર તેલ અને ઇંડાને મિક્સ કરો. ત્યારબાદ પેસ્ટ બનાવીને વાળ પર લગાવો. અડધા કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

જો તમે વાળમાં કલર કર્યો છે, તો પછી તમારે સીધા સૂર્યપ્રકાશના હાનિકારક કિરણોથી સુરક્ષિત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. રાસાયણિક ઉત્પાદનો જેમ કે હીટિંગ, કર્લિંગ, ક્રમ્પિંગ કરાવવું જોઈએ નહીં. કારણ કે, વધુ કેમિકલ વાળના રંગ પર સીધી અસર કરશે અને તેનો રંગ જલ્દી જતો રહે છે. તે જ સમયે, જો તમે સ્વિમિંગ જવા માંગતા હો, તો નાળિયેર તેલ લગાવવાનું ભૂલતા નહીં. ઉપરાંત, જો તમે વાળના રંગને લાંબા સમય સુધી ટકાવી રાખવા માંગતા હો, તો પછી ઉપર લખેલી રીત અપનાવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here