Homeરસોઈલસણનું કાચું - માત્ર તમે નામ સાંભળ્યું હશે પણ આજે જાણી લો...

લસણનું કાચું – માત્ર તમે નામ સાંભળ્યું હશે પણ આજે જાણી લો બનાવાની રીત

સુરતી ઓળખ ધરાવતા લસણનું કાચું ફક્ત નામ જ સાંભળ્યું હતું પણ આજે બનાવ્યું અને ખરેખર ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. જે રોટલા અને ભાખરી સાથે ખાઈ શકાય છે.

સામગ્રી:-

1/2 કપ બાફેલા બટાકાનો માવો

1/2 થી 1/3 કપ સમારેલું લીલું લસણ

2 થી 3 ચમચી તેલ

1/4 ચમચી લીલાં મરચાંની પેસ્ટ

1/4 ચમચી આદુની પેસ્ટ

1/2 ચમચી મીઠું

1/2 ચમચી મલાઈ (વધારે કે ઓછી લ‌ઈ શકો)

મૂળ રેસિપીમા ગરમ મસાલો અને ધાણા પાવડર નો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે મેં અહીં નથી કર્યો પરંતુ તમે કરી શકો છો.

બનાવાની રીત:-

૧. સૌપ્રથમ એક બાઉલમાં સમારેલું લીલું લસણ અને ૨ ચમચી તેલ ઉમેરી હાથ વડે ૨ થી 3 મિનિટ સુધી મિક્સ કરી લો.

૨. હવે મીઠું, બટાકાનો માવો, આદું- મરચાંની પેસ્ટ ઉમેરીને ફરી ૨ મિનિટ સુધી મિક્સ કરી લો.

૩. હવે મલાઈ અને 1 ચમચી તેલ ઉમેરી હાથ વડે 2 મિનિટ સુધી ફરી મિક્સ કરી લો. સર્વીંગ પોટમાં કાઢી ઉપર તેલ અને લીલું લસણ ઉમેરી સર્વ કરો.

રેસીપી સૌજન્ય:- ઉર્મીબેન દેસાઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments