Homeલેખશું તમે જાણો છો કે, લગ્ન સમયે પત્ની પતિ પાસેથી ક્યાં 7...

શું તમે જાણો છો કે, લગ્ન સમયે પત્ની પતિ પાસેથી ક્યાં 7 વચનો માંગે છે અને તેનું મહત્વ શું છે…

લગ્ન સમયે પતિ-પત્ની અગ્નિને સાક્ષી માની એક બીજાને સાત વચન આપે છે, જેનું દાંપત્ય જીવનમાં ખૂબ જ મહત્વ છે. જો તેનું મહત્વ સમજાય તો વિવાહિત જીવનમાં આવતી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. લગ્ન સમયે પતિ દ્વારા પત્નીને આપવામાં આવતા સાત વચનોના મહત્વને ધ્યાનમાં રાખીને, અહીં આ વચનો વિશે થોડી માહિતી આપવામાં આવી છે.

1. કન્યા વરને કહે છે કે, જો તમે ક્યારેય તીર્થયાત્રા પર જાઓ, તો મને પણ તમારી સાથે લઇ જાજો. જો તમે કોઈ વ્રત-ઉપવાસ અથવા અન્ય ધાર્મિક કાર્ય કરો, તો આજની જેમ મને તમારા કાર્યના ભાગમાં સ્થાન આપજો. જો તમે આ વાત સ્વીકારો છો, તો હું તમારા વાતમાં સંમત છું. કોઈ પણ ધાર્મિક કાર્ય પૂર્ણ કરવા માટે પતિની સાથે પત્નીનું રહેવું અનિવાર્ય માનવામાં આવે છે. પત્ની દ્વારા આપવામાં આવેલા આ વચન દ્વારા, ધાર્મિક કાર્યોમાં પત્નીનો સાથ અને મહત્વ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

2. કન્યા વર પાસેથી બીજું વચન માંગે છે કે, તમે જે રીતે તમારા માતાપિતાનો આદર કરો છો, તે જ રીતે, મારા માતાપિતાનો પણ આદર કરો અને કુટુંબની પ્રતિષ્ઠા અનુસાર ભગવાનની પૂજા કરશો. તો હું તમને પતિ તરીકે સ્વીકારીશ. અહીં આ શબ્દ દ્વારા કન્યાની દ્રષ્ટિની અનુભૂતિ થાય છે. ઉપરોક્ત વચનને ધ્યાનમાં રાખીને, વરરાજાએ તેના સાસુ-સસરા પ્રત્યે આદર-સન્માન કરવું જોઇએ.

3. ત્રીજા વચનમાં, કન્યાએ વરને કહે છે કે, તમે મને એ વચન આપો કે, તમે જીવનની ત્રણેય અવસ્થાઓ (યુવાની, પૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા) માં મારી સંભાળ લેશો, તો જ હું તમારા વામંગ પર આવવા તૈયાર છું.

4. કન્યા ચોથું વચન એ માંગ છે કે, અત્યાર સુધી તમે કુટુંબ અને પરિવારની ચિંતાઓથી સંપૂર્ણપણે મુક્ત હતા. હવે તમે લગ્ન કરી લીધા છે, તેથી ભવિષ્યમાં પરિવારની બધી જરૂરિયાતોને પૂર્ણ કરવાની જવાબદારી તમારી પર છે. જો તમે આ જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લો, તો જ હું તમને મારા પતિ તરીકે સ્વીકારીશ. આ વચનમાં, કન્યા વરને ભવિષ્યમાં તેની જવાબદારીઓ તરફ ધ્યાન આકર્ષિત કરે છે. આ વચન દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દીકરો જયારે પગભર થાય ત્યારે જ તેના લગ્ન કરવા જોઈએ.

5. કન્યા આ વચનમાં જે કહે છે, તે આજના પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે કહે છે કે, જો તમે તમારા ઘરના કામો, વ્યવહાર અથવા અન્ય કોઈ પણ બાબતમાં ખર્ચ કરતી વખતે મને પણ પૂછશો તો, હું તમારો સ્વીકાર કરું છું. આ વચન પત્નીના અધિકારોને સંપૂર્ણરૂપે દર્શાવે છે. જો કોઈ કામ કરતા પહેલા પત્નીની સલાહ લેવામાં આવે તો તે ફક્ત પત્નીનું સન્માન વધારતું જ નથી, પરંતુ તેના હક અંગે સંતોષ પણ દર્શાવે છે.

6. છઠા વચનમાં કન્યા કહે છે કે, જો હું મારી સખી અથવા અન્ય મહિલાઓ સાથે બેઠી હોવ, તો તમે ત્યાં કોઈ પણ કારણોસર દરેકની સામે મારું અપમાન નહીં કરો. જો તમે જુગાર અથવા અન્ય કોઇ વ્યસનથી દૂર રહેશો તો, જ હું તમારો સ્વીકાર કરીશ.

7. અંતિમ વચન તરીકે, કન્યા એ વચન માંગે છે કે, તમે અન્ય સ્ત્રીઓને માતા અને બહેન સમાન સમજશો અને પતિ-પત્ની વચ્ચેના પરસ્પર પ્રેમ વચ્ચે કોઈ ત્રીજાને ભાગીદાર નહીં બનાવો. જો તમે મને આ વચન આપો, તો હું તમારો પતિ તરીકે સ્વીકાર કરીશ. આ વચન દ્વારા, કન્યા તેના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments