Homeઅજબ-ગજબOMG ! લગ્નના કાર્ડ સાથે વહેંચી દારૂની બોટલ ચાખણું અને મિનરલ વોટરની...

OMG ! લગ્નના કાર્ડ સાથે વહેંચી દારૂની બોટલ ચાખણું અને મિનરલ વોટરની વ્યવસ્થા…

ભારતમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે. જ્યારે પણ કોઈ ઘરમાં લગ્ન હોય છે, ત્યારે લોકોની કોશિશ હોય છે કે આ લગ્નને ઘણા વર્ષો સુધી યાદગાર બની જાય.લોકો તેમના લગ્નને અનોખા અને યાદગાર બનાવવાના ચક્કરમાં ઘણી યુક્તિઓ કરે છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં યોજાયેલા આ લગ્નને જ જોઈલો. અહીં એક પિતાએ પુત્રના લગ્નકાર્ડ સાથે લોકોને દારૂ ની બોટલ અને ચાખણું આપ્યું.

આ અનોખા લગ્નની ચર્ચા હવે બધે જ થઈ રહી છે. અત્યાર સુધી લોકોને લગ્નના કાર્ડ સાથે મીઠાઈ કે ડ્રાઇફ્રુટ આપતા જોયા છે પરંતુ દારૂ અને ચાખણું આપવાનું અનોખું છે. આ જ કારણ છે કે આ લગ્ન કાર્ડને ખોલવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જો તમે લગ્નનું કાર્ડ ધ્યાનથી જોશો તો તેમાં ગણેશજીનું ચિત્ર છે. આ સાથે લગ્નની બધી વિધિઓનો સમય પણ આ કાર્ડમાં લખેલો છે. ત્યાં સુધી, બધુ ઠીક છે. પરંતુ તે પછી કાર્ડની નજીક વાઇનની બોટલ જોવા મળી. રસપ્રદ વાત તો એ છે કે કાર્ડ આપનાર વ્યક્તિએ દારૂ સાથે ચાખણા ની વ્યવસ્થા પણ કરી છે. તેણે આ માટે કાર્ડ સાથે હલ્દીરામની આલુ ભુજિયાને પણ મુક્યાં છે. બીજી બાજુ, જો તમે દારૂ નીટ પીતા નથી, તો ત્યાં કાર્ડ સાથે મિનરલ વોટર પણ છે.

આ કાર્ડ મહારાષ્ટ્રના ચંદ્રપુરનું છે. હવે ધ્યાન આપવાની વાત એ છે કે ચંદ્રપુરમાં દારૂબંધી છે. અહીં દારૂ ખરીદવી કાયદેસર નથી. આવી સ્થિતિમાં કાર્ડની સાથે દારૂની બોટલ નીકળવી બધાને હેરાન કરી રહ્યું છે. જોકે પછીથી કાર્ડ છાપનારા પિતાએ કહ્યું કે પુત્રના લગ્નકાર્ડ સાથે મોકલવામાં આવેલી દારૂની બોટલો બહારના મહેમાનો માટે છે.ચંદ્રપુરના લોકો માટે કાર્ડ સાથે ડ્રાઇફ્રુટ મોકલ્યા છે. તેણે પુરાવા રૂપે પોલીસને આનો સેમ્પલ પણ બતાવ્યો.

હવે લોકોને લગ્ન કાર્ડના અનોખા આઇડિયાની મજા લઇ રહ્યા છે. જ્યારે કેટલાક લોકોને આ રમુજી લાગી રહ્યું છે તો એક બાજુ, કેટલાક લોકો તેનાથી ગુસ્સે થયા છે. તેને લગ્નના કાર્ડ જેવી પવિત્ર વસ્તુ સાથે વાઇનની બોટલ આપવાનું પસંદ ન આવ્યું 

તમે લોકો લગ્નના આ કાર્ડ વિશે શું વિચારો છો? જો કોઈ તમને લગ્નની કાર્ડ સાથે દારૂની બોટલ, ચકના અને મિનરલ વોટર આપે છે, તો શું હશે તમારી પ્રતિક્રિયા ? કૃપા કરીને કોમેન્ટમાં તમારો જવાબો આપો. હું તમારી કોમેન્ટ માટે રાહ જોઈશ. ઉપરાંત, જો તમને આ ગમે , તો પછી તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments