રામાયણ ફક્ત એક ધાર્મિક ગ્રંથ જ નહીં પરંતુ આ મનુષ્યના જીવનને શીખ પણ આપે છે. રામાયણમાં જ્યાં ભગવાન રામને પુરૂષોત્તમ કહેવામાં આવે છે જ્યારે માતા સીતાની પવિત્રતા દર્શાવવામાં આવી છે. લક્ષ્મણ અને ભરત બંનેનો જ પોતાના ભાઈ પ્રત્યે અતૂટ પ્રેમ દેખાડવામાં આવ્યો છે. રામાયણના દર એક ચરિત્રથી કોઈને કોઈ શિક્ષા અવશ્ય પ્રાપ્ત થાય છે. જો વ્યક્તિ રામાયણને પૂજન સાથે તેમનાથી મળનારી શીખામણને પોતાના જીવનમાં ઉતારે તો તે એક સફળ જીવન પસાર કરી શકે છે. રામાયણના કેટલીક આવી જ મહત્વપૂર્ણ વાતો છે જેમાં જીવનનું તારણ છુપાયેલું છે. તો ચાલો જાણીએ રામાયણથી મળનારી શીખના કેટલાક અંશ…
ધીરજ અને ગંભીર બનો
રામાયણમાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજી ત્રણેય જ ચૌદ વર્ષ સુધી વિપરીત પરિસ્થિતિઓમાં પણ સંયમ સાથે સમય પસાર કર્યો. રામાયણની આ વાતથી શીખ મળે છે વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં સંયમ રાખવો જોઈએ. જે વ્યક્તિ સુખ તેમજ સંયમ અને ધીરજ બનાવી રાખે છે. તે વિચિત્ર સંજોગોથી લડીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે.
પરિવારમાં એકતા બનાવી રાખો
જ્યારે પ્રભુ શ્રી રામને વનવાસ આપવામાં આવ્યો તો તેમના ભાઈ લક્ષ્મણ તમામ સુખોનો ત્યાગ કરીને તેમની સાથે વનવાસ પર ગયાં અને પોતાના ભ્રાતા શ્રી તેમજ ભાભીને માતા સમાન માનતા તેમની સેવામાં ચૌદ વર્ષ પસાર કર્યાં. તો તેમજ ભરતે ભગવાન રામની ગાદી સમજી તેમનું શાસન માનીને રાજ-કાજ સંભાળ્યું હતું. તેમનાથી શીખ મળે છે કે પરિવારમાં હંમેશા એકતા રાખવી જોઈએ. ભાઈ જો ભાઈ સાથે હોય તો વિચિત્ર સંજોગોમાં પણ સરળતાથી પાર કરી શકાય છે. એટલા માટે પરિવારમાં પ્રેમ અને એકતા બનાવી રાખવી જોઈએ.
માતા પિતાની આજ્ઞાનું કરો પાલન
પોતાના પિતાની આજ્ઞા અને વચનને નિભાવવા માટે ચૌદ વર્ષ વનવાસનો સ્વીકાર કર્યો. તેમનાથી શીખ લેવી જોઈએ કે પછી પરિસ્થિતિ ગમે તેવી હોય દરેક સંતાને પોતાના માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. માતા પિતા જ આ પૃથ્વી પર લાવ્યાં છે અને તમને જીવન જીવવા યોગ્ય બનાવ્યાં છે, એટલા માટે સંતાન તે જ યોગ્ય છે જે પોતાના માતા પિતાનું ધ્યાન રાખે અને તેમની આજ્ઞાનું પાલન કરે. માતા-પિતાના આશીર્વાદથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
એકતામાં શક્તિ
જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું તો રામજી તે સમય પોતાનો આત્મવિશ્વાસ ન ડગમગવા દીધો તેમણે બધાંને એકઠા કરીને સમુદ્ર પર સેતુનું નિર્માણ કર્યું અને રાવણનો વધ કરીને માતા સીતાને પરત લાવ્યાં. આથી શીખ મળે છે કે જો યોજના બનાવીને એકતા સાથે કાર્ય કરતા જશો તો કઠિન કાર્ય પણ પૂરા કરી શકાય છે અને લક્ષ્યની પ્રાપ્તિ કરી શકાય છે.