Homeરસોઈઉત્તર ગુજરાતનું પ્રખ્યાત લીલી હળદરના શાકની રેસીપી...

ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત લીલી હળદરના શાકની રેસીપી…

શિયાળાની ઋતુમાં લીલી હળદર મોટે ભાગે દરેક ઘરમાં સલાડમાં ખવાતી હોય છે, જે હેલ્થ માટે બહુ ગુણકારી છે. જેમને હળદરનો સ્વાદ પસંદ નથી, તેમને પણ હળદરનું શાક તો ભાવશે જ, લીલી હળદરની પ્રકૃતિ ગરમ છે. તેથી તેનું શાક દેશી ઘીમાં જ બનાવવું. ઘીમાં બનાવેલું શાક જ વધુ સ્વાદિષ્ટ લાગે છે.

સામગ્રી :-

લીલી હળદર – ૫૦૦ ગ્રામ ( લીલી હળદર ને છોલી ને ધોઈ લેવી ને ત્યાર બાદ છીણી નાખવી.)

વટાણા – ૨૦૦ ગ્રામ ( બાફી લેવા)

ડુંગળી – ૧ મોટી,ટમેટું- ૧ (બંનેની પેસ્ટ બનાવી લેવી)

ટમેટું- ૧ મીડીયમ સમારી લેવું.

આદુ- લીલા મરચાની પેસ્ટ બનાવી લેવી,

લીલું લસણ – ઝીણું સમારી લેવું.

કોથમીર ઝીણી સમારેલી,

ઘી – ૨૫૦ ગ્રામ

તમાલપત્ર -૧

મરી ૫ થી ૬ નંગ

લવિંગ ૩ થી ૪ નંગ

તજ નાના ૨ ટુકડા

કોપરા નું છીણ,

મસાલા : લાલ મરચું, જીરું, મીઠું, ધાણાજીરું અને ગરમ મસાલો.

રીત :

સૌપ્રથમ એક પેન માં ઘી લેવું અને ધીમી આંચે છીણેલી લીલી હળદર બ્રાઉન થાય અને ઘી છુટું પડે ત્યાં સુધી સાંતળી લેવી. ત્યારબાદ એ હળદર ને સાચવીને એક અલગ પાત્રમાં લઈ લેવી.

હવે પેનમાં બાકી રહેલ ઘી ની અંદર વઘાર માટે જીરું, હિંગ , તમાલપત્ર, લવિંગ અને તજ – મરી નાખવા, ત્યારબાદ ડુંગળી ટામેટા ની પેસ્ટ ઘીમાં ઉમેરવી. અને ધીમી આંચે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. ત્યારબાદ એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ સાથે લીલું લસણ ઉમેરી ને ૨ મિનીટ સુધી સાંતળી લેવું.

ત્યારબાદ મસાલા ઉમેરી લેવા, હવે વટાણા અને સાંતળી લીધેલી લીલી હળદર તેમાં ઉમેરી દેવી. અને કોપરાનું છીણ ઉમેરી દેવું. બે થી ૩ મિનીટ હલાવી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું. સમારેલા ટામેટા ઉમેરી દેવા. ત્યારબાદ ૫ થી ૭ મિનીટ પાકવા દેવું. ત્યારબાદ છેલ્લે કોથમીર ભભરાવી ૧૦ મિનીટ ઢાંકીને મૂકી રાખવું. લ્યો તૈયાર છે લીલી હળદર અને વટાણા નું શાક.

રેસીપી & ફોટો:- યોગેશ જીવરાની

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments