જો તમે લીંબુ પાણી પીતા હોવ પણ તમને આ સમસ્યા હોય તો તમારે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

હેલ્થ

ગરમીની સિઝનમાં મોટેભાગે લોકો લીંબુ પાણી પીતા હોય છે. પરંતુ ઘણીવાર લોકોને એ નથી ખબર કે લીંબુ પાણી જેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલું નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. જે લોકોને કોઈ ખાસ બીમારી હોય અથવા કોઈ સમસ્યા હોય તો એને ભૂલથી પણ લીંબુ પાણીનું સેવન ન કરવું જોઈએ. ઘણાલોકોને લીંબુ પાણીથી ફાયદો નહિ પરંતુ નુકશાન થઈ શકે છે. જો તમને પણ લીંબુ પાણી પીવાનો શોખ હોય તો જાણી લો કે કઈ બીમારી હોય તો તમારે લીંબુ પાણી ન પીવું જોઈએ.

૧) નબળા હાડકા :- લીંબુનું પાણી ફાયદાકારક છે, પરંતુ જે લોકોના શરીરના હાડકાં નબળા હોય છે અથવા હાડકાંને લગતી કોઈ સમસ્યા હોય છે, તો તે લોકોએ લીંબુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે લીંબુનું સેવન કરવાથી શરીરમાંથી વધુ પેશાબ બહાર આવે છે અને તેની સાથે શરીરમાં કેલ્શિયમ પણ જોવા મળે છે.

૨) કીડની અને લીવર :- જે લોકોને કિડની અને લીવર સંબંધિત કોઈ સમસ્યા હોય છે, તેઓએ લીંબુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે લીંબુમાં ઓક્ક્ષોલેટ હોય છે જે શરીરમાં જોવા મળતા કેલ્શિયમને અસર કરે છે. જેના કારણે કિડની માં પથરી થવાનો ડર રહે છે.

૩) એસીડીટી :- લીંબુ પાણીમાં એસીડ નું પ્રમાણ વધારે જોવા મળે છે. તેથી, જે લોકોને એસિડિટીની સમસ્યા હોય છે તેઓએ લીંબુનું શરબત ન પીવું જોઈએ. કારણ કે લીંબુનું શરબત પીવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે.

૪) દાંત ની સમસ્યા :- લીંબુનું શરબત પીવાથી દાંતના મુળિયા નબળા પડી જાય છે. જેના કારણે દાંત જલ્દીથી પડી જવાની સમસ્યા રહે છે. તેથી જે લોકોને દાંત સંબંધિત કોઈ સમસ્યા હોય છે, તેઓએ લીંબુ પાણી ન પીવું જોઈએ.

૫) પેટ માં અલ્સર :- જો તમે પેટના અલ્સરથી પરેશાન છો, તો તમારે લીંબુ પાણી બિલકુલ ન પીવું જોઈએ. કારણ કે લીંબુનું શરબત એસિડિક હોય છે. આનાથી પેટમાં દર્દ અને બળતરા પણ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *