લીંબુમા હાજર વિટામિન સી આરોગ્ય માટે ખુબજ સારુ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામા તેમજ વજન ઘટાડવામા મદદ કરે છે. તેથી લીંબુ એ મોટાભાગની મહિલાઓના આહારનો એક ભાગ છે. આ લાભને કારણે વધુને વધુ મહિલાઓ તેની મોટી માત્રામા ખરીદે છે જેથી તેઓ તેને સ્ટોર કરી શકે. પરંતુ સમય જતા લીંબુ બગડવાનુ શરૂ થાય છે અને થોડા દિવસોમા સૂકાઈ જાય છે. તેની ત્વચા પણ કાળી થવા લાગે છે.
જો તમને બધાને આ સમાન સમસ્યા હોય તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમારા માટે કેટલાક સરળ રસ્તાઓ લાવ્યા છીએ જેની મદદથી તમે લીંબુને સરળતાથી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે વાપરી શકાય છે. આવો જાણીએ લાંબા સમય સુધી લીંબુને સંગ્રહિત કરવાની ૫ અનન્ય રીતો.
૧) લીંબુ સંગ્રહિત કરવાની આ એક સરળ રીત છે. આ માટે ન્યૂઝ પેપરના નાના ટુકડા કાપો. ત્યારબાદ તેમાં લીંબુ મુકો અને તેને સારી રીતે લપેટો. જો તમે ઇચ્છો તો તમે ટિશ્યુ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એર ટાઇટ કન્ટેનર લો અને તેમા બધા લીંબુ નાખી ફ્રિજ મા રાખો. જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તેમાંથી કાઢીને તેનો ઉપયોગ કરો.
લીંબુ આ રીતે સલામત રહેશે અને બગડશે પણ નહી. લીંબુની છાલ પણ આ રીતે સલામત રહે છે અને કાળી થતી નથી. આ રીતે તમે ઘણા મહિનાઓ સુધી લીંબુને સરળતાથી સ્ટોર કરી શકો છો.
૨) લીંબુનો સંગ્રહ કરવાની બીજી પદ્ધતિ અપનાવવા માટે તમારે તમારા હાથમા થોડુ સરસવનુ તેલ લેવાની જરૂર છે.તમે સરસવના તેલને બદલે રિફાઇન્ડ તેલ અથવા ઘીનો ઉપયોગ કરી શકો છો. પછી તેને લીંબુ ઉપર સારી લગાવી દો. હવે એક કન્ટેનર લો અને તેમાં બધા લીંબુ નાખો અને આ કન્ટેનર ને ફ્રિજ મા રાખો. આ રીતે તે બગડશે નહી અને તમે તેનો ઉપયોગ ઘણા મહિનાઓ માટે કરી શકો છો.
૩) પ્લાસ્ટિક અથવા ગ્લાસ કન્ટેનર લો અને તેમા બધા લીંબુને મૂકી દો. હવે તેમા ઉપરથી બે ગ્લાસ પાણી નાંખો. જેથી તમામ લીંબુ પાણીમાં ડૂબી જાય. હવે તેમા અડધો કપ સરકો ઉમેરો. આ કન્ટેનરને ફ્રિજમા રાખો. આ તમારા લીંબુને બગાડે નહીં અને તમે તેને ૩ મહિના સુધી સ્ટોર કરી શકો છો.
૪) તમે નબળી છાલવાળા લીંબુ પણ સ્ટોર કરી શકો છો. આ માટે લીંબુને કાપીને એક બાઉલમાં તેનો રસ કાઢો. આવી રીતે તમે બધા લીંબુનો રસ આ રીતે કાઢી લો. કાઢેલા રસને ગાળી લો જેથી બધા બીજ દુર થઈ જાય. હવે એક નાની પ્લાસ્ટિકની બોટલ લો અને તેમા રસ ભરો. ત્યારબાદ તેને ફ્રિજમાં રાખો. આ રીતે તમે ૩ મહિના સુધી લીંબુનો રસ સ્ટોર કરી શકો છો. પરંતુ ધ્યાનમા રાખો કે લીંબુનો રસ કાઢ્યા પછી બોટલને તાત્કાલિક રેફ્રિજરેટરમા રાખો.
૫) જેમ તમે મેથડ નંબર-૪ મા લીંબુનો રસ કાઢ્યો હતો તેવી જ રીતે તમારે આ પદ્ધતિમા કરવુ પડશે. પરંતુ આમા લીંબુનો રસ કાઢ્યા પછી તમારે તેને બોટલમા મૂકવાને બદલે તેને આઇસ ટ્રેમા રાખવી પડશે. ત્યારબાદ તેને સ્થિર થવા માટે ફ્રિજમા રાખો. જ્યારે તે સ્થિર થાય છે ત્યારે તેને ઝિપ લોક બેગમા ભરો. જ્યારે જરૂર પડે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તમે લીંબુનો ઉપયોગ ૨-૩ મહિના સુધી કરી શકો છો.