લીમડાના પાનથી થતા સ્વાસ્થ્ય લાભોથી આપણે બધા સારી રીતે વાફેક છીએ. દાયકાઓથી તેનો ઉપયોગ ચામડીના રોગો અને એલર્જીને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય તરીકે કરવામા આવે છે. પહેલાના લોકો તેની નિયમિત જરૂરિયાતો માટે તેને રસોડાના બગીચામા રોપતા હતા. જો કે લીમડાના પાનનુ સેવન કરવુ સહેલુ નથી કારણ કે તેનો કડવો સ્વાદ કોઈને પસંદ નથી, પરંતુ પરેશાન થશો નહી કેમ કે તેને તમારા રૂટિનમા શામેલ કરવાની અન્ય રીતો છે. તમે તેને નાહવાના પાણીમા ભેળવીને ફાયદા મેળવી શકો છો.
લીમડાના પાણીથી સ્નાન એ આયુર્વેદમા સદીઓ જૂની પરંપરા છે. ખાસ કરીને ઋતુઓના ફેરફાર દરમિયાન ચેપ ટાળવા માટે તેનો ઉપયોગ થાય છે. તે પ્રતિરક્ષા વધારવામા પણ મદદ કરે છે અને બદલાતી ઋતુઓમા સામાન્ય ફ્લૂ અથવા શરદીનુ જોખમ ઘટાડે છે. આ સમયે કોઈપણ રીતે આપણે કોરોના વાયરસને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાની જરૂર છે.
ઉપરાંત ઉનાળાથી ચોમાસુ નજીક આવતા જ તેના પાણીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક બને છે. ડો.અજય રાણા જણાવે છે કે ”લીમડાનું પાણી પોતાની કુદરતી એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-માઇક્રોબાયલ અને એન્ટી ફંગલ ગુણધર્મો માટે જાણીતુ છે” તે ત્વચા અને વાળની સમસ્યાઓ માટે રામબાણ જેવુ કાર્ય કરે છે. લીમડાનુ પાણી ખોડાને ઓછો કરવામા મદદ કરે છે.
લીમડાના પાણીથી નહાવાના ફાયદા :-
૧) લીમડામા ઘણા આયુર્વેદિક અને તબીબી ગુણધર્મો હોય છે. જેના કારણે તેના પાણીથી નહાવાથી ખીલ, ડાઘ અને બ્લેકહેડ્સ દુર થાય છે. આ સિવાય તે ચહેરા ઉપરની ફોલ્લીઓ પણ દૂર કરે છે.
૨) લીમડાના પાણીથી નહાવાથી શરીરમાંથી આવતી અનેક પ્રકારની ગંધ દૂર થાય છે.
૩) તે અનેક પ્રકારના આંખના ચેપને સુધારવામા પણ મદદ કરે છે.
૪) લીમડો એન્ટી-બેક્ટેરિયલ એજન્ટ તરીકે કામ કરે છે જેના કારણે ઉનાળામા થતી ફોલ્લીઓ અને ત્વચાની એલર્જી મટાડવા માટે લીમડાના પાણીથી નાહવાથી ખૂબ ફાયદો થાય છે.
૫) લીમડાના પાણીથી નાહવાથી વાળમાંથી ખોડો દ્દુર થાય છે કારણ કે તેમા છિદ્રોને બંધ કરવાના ગુણધર્મો હોય છે અને વાળને વધુ ચમકદાર બનાવે છે. તે વાળને સરળ અને ચળકતી બનાવે છે.
૬) લીમડાનું પાણી પિમ્પલ્સ, ફોલ્લીઓ અને ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓના ઉપચારમા પણ મદદ કરે છે.
૭) લીમડામા એન્ટી ફંગલ,એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-માઇક્રોબાયલ ગુણ હોય છે, જે ખરજવુ અને સોરાયિસિસ જેવા સ્વયંસંચાલિત ત્વચા રોગો પર આશ્ચર્યજનક રીતે કામ કરે છે. આ સિવાય તે ચિકનપોક્સ અને તેના ડાઘોને દૂર કરવામા પણ મદદ કરે છે.