જાણો, માતા લક્ષ્મી અને મહાલક્ષ્મીના અનેક સ્વરૂપ વિષે…

170

પુરાણોની દેવી લક્ષ્મીના અનેક સ્વરૂપો છે. પાર્વતીને બધા લોકો દુર્ગા કહે છે પરંતુ દુર્ગા દેવીનું એક અલગ જ રૂપ છે. તેવી જ રીતે, દેવી લક્ષ્મી અને મહાલક્ષ્મી વચ્ચે પણ તફાવત છે, તો ચાલો તેના વિષે જાણીએ.

ઉત્તર ભારતમાં એવું કહેવામાં આવે છે કે, દેવીના વિવિધ સ્વરૂપોને તેમના વાહન, પહેરવેશ, હાથ અને શસ્ત્રો દ્વારા ઓળખવામાં આવે છે. દેવી લક્ષ્મીનું વાહન ગરુડ, ઘુવડ અને હાથી છે. તે કમળ પર બેસે છે. તેવી જ રીતે દરેક દેવીનું એક અલગ રૂપ હોય છે. પુરાણોમાં એક લક્ષ્મી એ છે કે, જે સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા અને બીજા ઋષિ ભૃગુની પુત્રી હતા. ઋષિ ભૃગુની પુત્રીને શ્રીદેવી પણ કહેવામાં આવે છે. તેમના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે થયા હતા.

દક્ષિણ ભારતમાં લક્ષ્મીજીને શ્રીરૂપ અને લક્ષ્મી રૂપ એમ બે સ્વરૂપથી ઓળખવામાં આવે છે. દેવી શ્રીરૂપમાં કમળ પર બિરાજમાન હોય છે અને લક્ષ્મી રૂપમાં દેવી ભગવાન વિષ્ણુની સાથે બિરાજમાન હોય છે. મહાભારતમાં વિષ્ણુપત્નીના બે સ્વરૂપો છે એક લક્ષ્મી અને બીજી રાજ્યલક્ષ્મી’. બીજી માન્યતા અનુસાર લક્ષ્મીના બે સ્વરૂપો છે – ભૂદેવી અને શ્રીદેવી. ભૂદેવી પૃથ્વીની દેવી છે અને શ્રીદેવી સ્વર્ગની દેવી છે. ભૂદેવી ભગવાન વિષ્ણુની સહાયક પત્ની છે જ્યારે શ્રીદેવી ચંચળ છે. ભગવાન વિષ્ણુને હંમેશા તેને ખુશ રાખવા પ્રયત્નો કરવા પડે છે.

સમુદ્ર મંથનની દેવી મહાલક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે. તેના હાથમાં સોનાથી ભરેલો કળશ હોય છે. લક્ષ્મીજી આ કળશ દ્વારા ધનની વર્ષા કરે છે. તેનું વાહન હાથી છે. મહાલક્ષ્મીજીને 4 હાથ હોય છે. તે 1 લક્ષ્ય અને 4  પ્રકૃતિઓનું પ્રતીક છે. દેવી મહાલક્ષ્મી તેના હાથથી તેના ભક્તોને આશીર્વાદ આપે છે.

માતા લક્ષ્મી ઋષિ ભૃગુની પુત્રી હતા. તેની માતાનું નામ ‘ખ્યાતી’ હતું. મહર્ષિ ભૃગુ વિષ્ણુના સસરા અને શિવજીના સાઢુ હતા. મહર્ષિ ભૃગુને સપ્તર્ષિઓમાં સ્થાન મળ્યું છે. ભૃગુ ઋષિ રાજા દક્ષના ભાઈ હતા. માતા લક્ષ્મીના બે ભાઈઓ, ‘દાતા’ અને ‘વિધાતા’ હતા. ભગવાન શિવની પહેલી પત્ની લક્ષ્મીજીની બહેન માતા સતી હતા. માતા સતી રાજા દક્ષની પુત્રી હતા.

માતા લક્ષ્મીના 8 અવતારો છે વૈકુંઠમાં રહેતી મહાલક્ષ્મી. સ્વર્ગમાં રહે છે તે સ્વર્ગલક્ષ્મી. ગૌલોકમાં રહે છે તે રાધાજી. યજ્ઞમાં રહે છે તે દક્ષિણા. ગૃહલક્ષ્મી જે ઘરમાં રહે છે. દરેક વસ્તુમાં રહે છે તે શોભાલક્ષ્મી. ગૌલોકમાં રહેતી સુરભી (રુક્મિણી). પાતળ અને ભૂલોકામાં રહે છે તે રાજલક્ષ્મી (સીતા).

માતા લક્ષ્મીના અનેક સ્વરૂપો છે જેમ કે, આદિ લક્ષ્મી, ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિરલક્ષ્મી, વિજયલક્ષ્મી અથવા જયલક્ષ્મી અને વિદ્યાલક્ષ્મી.

Previous articleત્રીજી આંખથી લઈને તાંડવ સુધીના, જાણો ભગવાન શિવના 5 ચમત્કારી રહસ્યો…
Next articleશું તૂટેલા દાંતથી ભગવાન ગણેશનું નામ ‘એકદંત’ પડ્યું હતું, જાણો તેનું સાચું રહસ્ય…