જે લોકો પર માતા લક્ષ્મીની કૃપા હોય છે, તેમની પાસે ધન અને ભૌતિક સુવિધાઓની કોઈ કમી નથી હોતી. તેથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે. માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર અને વડીલો દ્વારા કહેવામાં આવ્યું છે કે, કેટલાક કર્યો સંધ્યા (સૂર્યાસ્ત) સમયે અવશ્ય કરવા જોઈએ, અને કેટલાક કાર્ય ન કરવા જોઈએ. આનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જેના કારણે ઘરમાં ધન સંબંધિત કોઈ સમસ્યાઓ નથી આવતી. તો જાણો સંધ્યા સમયે ક્યા કર્યો કરવા જોઈએ અને ક્યા કર્યો ન કરવા જોઈએ.
સંધ્યા (સૂર્યાસ્ત) સમયે મંદિરમાં અગરબત્તી અને દીવો પ્રગટાવી આરતી કરવી જોઈએ. ભગવાનને કોઈ મીઠી ચીજ-વસ્તુનો ભોગ ધરાવવો જોઈએ. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. સંધ્યા સમયે તુલસીના છોડ પાસે પણ દીવો પ્રગટાવવો જોઈએ. સંધ્યા સમયે ઘરમાં શાંતિ રાખો. જેના ઘરમાં સંધ્યા સમયે ઝઘડા અને બિનજરૂરી અવાજો થાય આવે છે. તેના ઘરમાં માતા ધનલક્ષ્મી ક્યારેય આવતી નથી.
મોટાભાગના લોકો સાંજના સમયે ઘરે આવતી વખતે ખાલી હાથે આવે છે. પરંતુ આ આવું કરવું જોઈએ નહીં. જ્યારે પણ તમે સાંજે ઘરે પાછા આવો ત્યારે કંઇક વસ્તુ સાથે લઈને આવવું. અને તમે જે કઈ વસ્તુ લાવો છે, તે પહેલા ઘરના વડીલો અને બાળકોને આપવી જોઈએ. જે ઘરમાં વૃદ્ધ, બાળકો અને મહિલાઓ ખુશ હોય છે, ત્યાં હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહે છે.
જો તમે ઘરમાં તમારા પૂર્વજોનો ફોટો લગાડ્યો છે, તો સંધ્યા સમયે તેમની સામે દીવો પ્રગટાવો જોઈએ. આનાથી પૂર્વજોનો આશીર્વાદ મળે છે, અને ઘરમાં ક્યારેય પૈસાની કમી થતી નથી. પૂર્વજોનો ફોટો ક્યારેય મંદિરમાં મુકવો જોઈએ નહીં.
સંધ્યા સમયે પૈસાની લેવડ-દેવડ કરવી જોઈએ નહીં. તેનાથી ઘરમાં પૈસા રહેતા નથી, અને ધન સંગ્રહમાં અવરોધ આવે છે. તેથી જો ખુબ જ જરૂરી હોય, તો જ સંધ્યા સમયે પૈસાની લેવડ-દેવડ કરવી જોઈએ.