શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે લોકો પર માતા લક્ષ્મીની કૃપા રહે છે તેનુ જીવન સુખમય હોય છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવી જોઈએ.
માતા લક્ષ્મીને પુષ્પો અર્પણ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવું જોઈએ. માતા લક્ષ્મીની પૂજામાં ગુલાબી રંગના ફૂલોનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
શુક્રવારે માતા લક્ષ્મીને ભોગ ધરાવવાથી પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. તમે માતા લક્ષ્મીને તમારી ઈચ્છા મુજબ સાત્વિક ભોજનનો ભોગ ધરાવી શકો છો. ભોગમાં કોઈ મીઠી ચીજનો સમાવેશ કરવો જોઈએ. જો શક્ય હોય તો માતા લક્ષ્મીને હલવો અને ખીરનો ભોગ અર્પણ કરવો.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દેવી અષ્ટ લક્ષ્મીની મૂર્તિને ગુલાબી રંગના કાપડ પર રાખવી જોઈએ. આ સાથે માતા લક્ષ્મીની મૂર્તિ સાથે શ્રીયંત્ર પણ રાખવો જ જોઇએ. પૂજાની થાળીમાં ગાયના ઘીના 8 દીવા પ્રગટાવી અને ગુલાબની સુગંધ વાળી અગરબત્તી કરીને માતાને માવાની બર્ફીનો ભોગ ધરાવવો જોઈએ.
માતા લક્ષ્મીની પૂજા થઈ ગયા બાદ પૂજામાં પ્રગટાવવામાં આવેલા 8 દીવાઓને ઘરની આઠેય દિશામાં મુકવા. અને કમળની માળા તિજોરીમાં મૂકવી.
પૂજામાં ભૂલ થઈ હોય તો માફી માગવી અને માતાને વિનંતી કરવી કે, હંમેશાં મારા પર તમારી કૃપા રાખજો અને મારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ વધારો કરજો. માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે શ્રીયંત્ર અને અષ્ટલક્ષ્મીની મૂર્તિ પર અષ્ટ ગંધથી જ તિલક કરવું જોઈએ.