‘લો બ્લડ પ્રેશર’ની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારા આહારમાં કરો આ વસ્તુઓનો સમાવેશ…

હેલ્થ

બદલાતી જતી જીવનશૈલીના કારણે લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા ખુબજ વધી રહી છે. આપણા શરીરમાં બ્લડપ્રેશર યોગ્ય હોવું જરૂરી છે. અનિયમિત દિનચર્યાઓ અને અપોષણયુક્ત આહાર વ્યક્તિમાં હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશરની સમસ્યામાં વધારો કરે છે. 

તેથી નિયમિતપણે અને યોગ્ય ખાવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લો બ્લડ પ્રેશરથી રાહત મેળવવા માટે લોકોએ તેમના આહારમાં કેટલીક ચીજોનો સમાવેશ કરવો જોઇએ. અહીં જાણો તમારા આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

લોકો થાક દૂર કરવા માટે કોફી પીવે છે. પરંતુ કોફી લો બ્લડ પ્રેશરની સમસ્યામાંથી પણ રાહત આપે છે. તમે દૂધ સાથે કોફી પીઇ શકો છો, જો તમને દૂધ પીવાથી પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે માત્ર કોફી પણ પીઈ શકો છો. કોફીનું સેવન હૃદય માટે પણ ફાયદાકારક છે.

લો બ્લડ પ્રેશરવાળા લોકોએ ખાટા ફળો, કઠોળ, અનાજ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. તેમાં ફોલેટ માત્ર વધારે હોય છે. જે બ્લડ પ્રેશર અને હાર્ટ માટે ફાયદાકારક છે.

કેટલાક ફળો જેવા કે કિવિ અને કેળા નિયમિતપણ ખાવા જોઈએ. કીવી ખાવાથી આપણને વિટામિન સી મળે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કેળામાં આયર્ન અને ફૉસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે, જે રક્ત પરિભ્રમણને યોગ્ય રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *