Homeસ્ટોરીજાણો એવા લડવૈયા વિષે કે જેને પોતાની માતૃભૂમિ માટે પોતાના હાથ ની...

જાણો એવા લડવૈયા વિષે કે જેને પોતાની માતૃભૂમિ માટે પોતાના હાથ ની બલી આપી હતી.

૮૦ વર્ષીય વીર કુંવરનો સંઘર્ષ હાથ કપાયા પછી પણ અટક્યો નહી. તેમને આરામ કરવાની સૂચના આપવામાં આવી હતી તેમ છતા તેમણે પોતાની માતૃભૂમિ માટે બ્રિટિશરો સામે લડ્યા હતા. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની અસંખ્ય વાર્તાઓ છે અને દરેક વાર્તા સાંભળવાથી હૃદય ભરાય આવે છે અને આંખોમા આંસુ આવી જાય છે. મનમા બસ એક જ વિચાર આવે છે કે આ લોકો કેવા હતા કે જેમણે ન તો પોતાના જીવની પરવાહ કરી હતી કે ક્યારેય આરામ કર્યો ન હતો. દેશને આઝાદ કરવાના સંકલ્પ સાથે તેવો ઘરની બહાર નીકળી પડ્યા હતા.

ઓડિશાના બાજી રાઉતે માત્ર ૧૨ વર્ષની ઉંમરે ભારત માતા માટે પોતાનો જીવ બલિદાન આપ્યો હતો. તો એક એવા સ્વતંત્રતાની સેનાની છે જે ૮૦ વર્ષની ઉંમરે માર્યા ગયા હતા. આપણી વાર્તા આજે બિહારના સુરમા બાબુ વીર કુંવરસિંઘની છે. જેમણે ૮૦ વર્ષની ઉંમરે અંગ્રેજો સામે યુદ્ધનો બૂગલ વગાડ્યો હતો અને ઘણા યુદ્ધોમા અંગ્રેજોને પરાજિત કર્યા હતા.

વર્ષ ૧૭૭૭ મા વીર કુંવરનો જન્મ બિહારના ભોજપુર જિલ્લાના જગદીશપુર ગામમા થયો હતો. બાળપણમા રમત રમવાને બદલે ઘોડેસવારી, શૂટિંગ, ફેન્સીંગ શીખવવામા સમય ગાળયો હતો. તેમણે માર્શલ આર્ટની તાલીમ પણ લીધી હતી. એવુ માનવામા આવે છે કે ગોરિલા યુદ્ધ નીતિને જાણનારા છત્રપતિ શિવાજી મહારાજ પછી તે ભારતના બીજા યોધ્ધા હતા. તેમણે આ નીતિનો વારંવાર ઉપયોગ અંગ્રેજોને હરાવવા માટે કર્યો હતો.

વર્ષ ૧૮૫૭ મા જ્યારે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનુ બિગુલ વગાડ્યુ હતુ ત્યારે વીર કુંવર ૮૦ વર્ષના હતા. આ ઉંમરે લોકો આરામદાયક જીવન જીવવા માંગે છે અને જો વીર કુંવર ઇચ્છતા હોતતો તે પણ આરામ કરી શકતા હતા. પરંતુ તેમણે યુદ્ધમા પોતાના લડવૈયા ભાઈઓને ટેકો આપીને બ્રિટિશરો સામે અડગ રહેવાનુ નક્કી કર્યું. તેના હૃદયમા દેશભક્તિની ભાવના કુટી કુટીને ભરેલી હતી.

તેણે તરત જ પોતાની શક્તિને એક કરી અને અંગ્રેજી સૈન્ય સામે મોરચો સંભાળી લીધો હતો. તેમણે પોતાના સૈનિકો અને કેટલાક સાથીઓ સાથે પ્રથમ આરા નગરથી અંગ્રેજી આધીપત્યનો અંત કર્યો. પણ અંગ્રેજી સૈન્ય ક્યા ચૂપચાપ બેસવાની હતી. થોડા દિવસોની શાંતિ પછી તેમણે ફરીથી વીર કુંવર ઉપર ડબલ તાકાત વડે હુમલો કર્યો. આ વખતે વીર કુંવરને પોતાનુ ઘર છોડવુ પડ્યુ હતુ.

પરંતુ તેમણે હાર માની નહી પણ તેમણે તેને એક તક તરીકે લીધી. તેમણે આંદોલનને વધુમજબુત બનાવવા માટે મિર્ઝાપુર, બનારસ, અયોધ્યા, લખનૌ, ફૈઝાબાદ, રેવા, બંદા, કલ્પી, ગાજીપુર, બંસડીહ, સિકંદરપુર, મણીયાર અને બલિયા સહિતના અન્ય ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યા તેમણે નવા સાથીઓને એકઠા કર્યા અને બ્રિટિશરોનો સામનો કરવાની પ્રેરણા આપી હતી.

જેમ-જેમ આ વિસ્તારોના લોકો સંગઠિત થયા તેમ તેમ બ્રિટિશરો સામે બળવો વધવા લાગ્યો. બ્રિટીશ સરકાર માતે વીર કુંવર આંખનો કચરો બની ગયો હતો જે બહાર કાઢીને તેના અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતુ. તેમણે પોતાની સૈન્ય શક્તિમા વધારો કર્યો અને કેટલાક ભારતીયોને પૈસાના લાલચમા ભોળવી દીધા હતા.તેમ છતા વીર કુંવરથી છૂટકારો મેળવવા તેમના માટે સહેલુ નહોતુ. એવુ કહેવામા આવે છે કે તેણે પોતાની અનન્ય યુદ્ધ નીતિથી બ્રિટિશરોને ૭ વાર હરાવ્યા હતા.

ભોજપુર ખાતે અંગ્રેજોને પરાજિત કર્યા પછી વીર કુંવર કાનપુર ગયા જ્યા તેમણે તાત્યા ટોપે અને નાના સાહેબને ટેકો આપ્યો હતો. આ યુદ્ધમા કુંવર સાહેબની બહાદુરીએ બધાને પ્રભાવિત કર્યા હતા. કાનપુર પછી આઝમગઢમા તેઓએ અંગ્રેજોને હરાવ્યા હતા. જો કે દરેક વખતે જીત્યા પછી ઇંગ્લિશ સરકારે પોતાની તમામ તાકાતથી ફરીથી હુમલો કરીને પોતાનો કબજો પાછો પોતાની પાસે લઈ લેતા હતા. પણ વીર કુંવરનો ડર તેના દિલમા પહેલેથી જ હતો. અધિકારીઓ તેનાથી જલ્દીથી છૂટકારો મેળવવા માંગતા હતા..

એવું કહેવામા આવે છે કે વીર કુંવરએ દરેક યુદ્ધમા પોતાની નીતિ બદલતા રહેતા હતા. એકવાર તેની સેના બ્રિટિશરોના આક્રમણથી પીછેહઠ કરી અને બ્રિટિશરોને લાગ્યુ કે તેઓ જીતી ગયા છે. પરંતુ આ વીર કુંવરની યુદ્ધ નીતિ હતી કારણ કે જ્યારે બ્રિટીશ સૈન્ય પોતાની જીતના નશામા વિજયની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે તેઓએ અચાનક હુમલો કર્યો. ચોંકી ઉઠેલા બ્રિટિશ સૈનિકોને આ હુમલા સામે સંભાળવાની તક મળી ન હતી. એ જ રીતે તેઓ નવી નીતિથી દર વખતે બ્રિટીશરોના હોશ ઉડાડી દેતા હતા.

બાબુ કુંવરસિંઘ આઝમગઢના યુદ્ધ પછી ૨૦ એપ્રિલ ૧૮૫૮ ના રોજ ગાજીપુરના મન્નોહર ગામ પહોંચ્યા. ત્યાંથી તે ૨૨ એપ્રિલે નદીના માર્ગ દ્વારા જગદીશપુર તરફ આગળ વધ્યા હતા. આ યાત્રામા તેના કેટલાક સાથીઓ પણ હતા. એક દેશદ્રોહીએ બ્રિટિશરોને આ સમાચાર આપી દીધા હતા.

બ્રિટીશ સૈન્યએ આ તકનો લાભ લીધો અને રાતના અંધારામાં નદીમા તેમના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી. તેમના સૈનિકોની સરખામણીમા બ્રિટિશ લોકો કરતા થોડી ઓછી હતી પરંતુ વીર કુંવર જરા પણ ડર્યા નહી તેમણે પોતાની બધી શક્તિથી અંગ્રેજો સામે લડ્યા. આ એન્કાઉન્ટરમા એક ગોળી તેમના જમણા હાથમા વાગી હતી પરંતુ તેમની તલવાર અટકી ન હતી.થોડા સમય પછી જ્યારે તેમને લાગ્યુ કે ગોળીનુ ઝેર શરીરમાં ફેલાઈ રહ્યું છે ત્યારે આ બહાદુર પુત્રએ પોતાનો હાથ કાપીને તે નદીમા ફેંકી દીધો હતો.

હાથ કાપી નાખ્યા પછી પણ તે લડતા રહ્યા અને જગદીશપુર પહોંચ્યો. પરંતુ ત્યા સુધીમા તેના શરીરમા ઝેર ફેલાઈ ગયુ હતુ અને તેની તબિયત ખૂબ નાજુક બની ગઈ હતી. તેની સારવાર કરવામા આવી હતી અને યુદ્ધથી દૂર રહેવાની સલાહ આપવામા આવી હતી. પરંતુ વીર કુંવરને બ્રિટિશરો પાસેથી પોતાની સંપતિ છોડાવવી હતી અને તેમણે તેમના જીવનના છેલ્લા યુદ્ધનુ બુગલ વગાડયુ હતુ. તેમની બહાદુરી સામે બ્રિટિશરો ફરી એકવાર ઘૂંટણિયે પડ્યા અને જગદીશપુર ફરીથી તેમનુ થઈ ગયુ હતુ. પરંતુ આ જીત ઉપર વિજયનો શોક વ્યક્ત કરાતો હતો કારણ કે ભારત દેશના આ વીર પુત્રએ કાયમ માટે દુનિયા છોડી દીધી હતી. પોતાની માતૃભૂમિને બ્રિટિશના કબજામાંથી મુક્ત કર્યાના ત્રણ દિવસ પછી ૨૬ એપ્રિલ ૧૮૫૮ ના રોજ કુંવર સાહેબ વિરગતી પામ્યા હતા. ઇતિહાસના પાનામા લડવૈયા વીર કુંવરસિંહનુ નામ સુવર્ણ અક્ષરોમા લખાયેલુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments