ફક્ત માછલીઘર જોઈને તમે આરોગ્ય સાથે જોડાયેલ લાભો મેળવી શકો છો. ચાલો તમને આ ફાયદાઓ વિશે જણાવીએ. જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે હંમેશા તેની સાથે દવાઓ જોડીએ છીએ. પરંતુ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ એવી હોય છે કે તેનો ઇલાજ દવાઓ દ્વારા જ કરવામા આવતો નથી. ખાસ કરીને તણાવ, બેચેની, બ્લડ પ્રેશર અને નિંદ્રા જેવા કેટલાક રોગોને દૂર કરવા માટે તમારે તમારી જીવનશૈલીમા કેટલાક ફેરફાર કરવા જોઈએ. આટલું જ નહી માછલીઓને જોઈને પણ તમે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે તમે માછલીઘર જોઈને કેવી રીતે તમારા સ્વાસ્થ્યને ફીટ રાખી શકો છો.
૧) તણાવ દૂર થાય છે :- આજની વ્યસ્ત જીવનશૈલીમા કોને કામનો તણાવ નથી? ખાસ કરીને જે મહિલાઓ ઘરે અને ઓંફિસમા બંને જગ્યાએ જવાબદારીઓ નિભાવે છે તેવા લોકો વધુ તણાવપૂર્ણ જીવન જીવે છે. ઓફિસના કામથી તેમને ફુરસદ મળતાની સાથે જ તેમને ઘરના કામકાજમા ધ્યાન આપવુ પડે છે. આવી સ્થિતિમા તેમને પોતાને માટે વિચારવાનો સમય નથી મળતો.પરંતુ જ્યારે મહિલાઓ તણાવને કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરે છે ત્યારે આ પરિસ્થિતિ ગંભીર થવા લાગે છે.
આવી સ્થિતિમા મહિલાઓ પોતાને માટે થોડો સમય કાઢીને તે એક કાર્ય કરે જેનાથી તેઓ તણાવ મુક્ત બને. જો તમારા ઘર અથવા ઓફિસમા માછલી અથવા તો માછલીઘર છે તો તમારે દરરોજ થોડો સમય કાઢીને માછલીઘરની નજીક બેસવુ જોઈએ. માછલીને થોડો સમય જોવાથી તમારું મન શાંત થશે. જો તમે આ નિયમિત રીતે કરો છો તો તમારો તણાવ ઓછો થવા લાગશે.
૨) નિંદ્રા સારી આવશે :- માછલી કુદરતી અવાજ ઉત્પન્ન કરવા માટે શ્રેષ્ઠ સ્રોત છે જે વાતાવરણને શાંત લાગે છે. સારી ઊંડી ઊંઘ માટે આ સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે રાત્રે સરખી રીતે સૂતા નથી અને આ માટેની દવાઓ લેતા હોવ તો માછલીઘર ઘરે રાખો. રાત્રે સૂતા પહેલા માછલીઘરની પાસે બેસો અને માછલી જુઓ.
આ કરવાથી તમે ખૂબ હળવાશ અનુભવશો. એટલું જ નહી શરીરમા સેરોટોનિન હોર્મોનનું ઉત્પાદન પણ ઝડપી થવા લાગશે જે મગજને ઉત્તેજીત કરીને એન્ડોર્ફિન હોર્મોનનુંસ્તર વધારશે. આ તનાવથી રાહત આપે છે અને ઊંઘ તરફ દોરી જાય છે.
૩) બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે :- માછલીઘર બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દવા તરીકે પણ કામ કરે છે. જો તમારુ બ્લડ પ્રેશર હંમેશા ઓછું હોય તો તમારે માછલીઘર નજીક દિવસનો થોડો સમય પસાર કરવો જોઈએ. જો શક્ય હોય તો તમારે દિવસમા ઘણી વખત માછલીઘર જોવુ જોઈએ. આ કરવાથી તમારુ સ્વાસ્થ્ય અને તાણ બંને દૂર થાય છે જેની સીધી અસર તમારા બ્લડ પ્રેશર પર પડે છે.
૪) એકાગ્રતા સુધરે છે :– માછલી જોઈને તમારી એકાગ્રતા પણ વધે છે. આ તમને વધુ સારુ વિચારવાની અને રચનાત્મક કાર્ય કરવાની આદત પાડે છે. માછલીઘરને જોતા તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે. માછલીઘરને વારંવાર જોવાથી શરીરમા રોગનિવારક અસર થાય છે તે તમારા મનને ધ્યાન કેન્દ્રિત કરવામા મદદ કરે છે. જો તમારી પાસે તમારા કાર્યસ્થળ પર માછલીઘર છે તો તમારે તેની નજીક થોડો સમય પસાર કરવો જોઈએ.