મચ્છર કરડવાથી થાય છે આ 5 ખતરનાક રોગો.

236

મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ જેવા જીવલેણ રોગો થાય છે. આ જાણવું એટલે જરૂરી છે કારણ કે વરસાદને લીધે મચ્છર આવે છે. ચોમાસાની ઋતુમાં મચ્છરનું પ્રમાણ ખૂબ વધતું જાય છે.

ચોમાસામાં મચ્છરના કારણે વધારે રોગો થાય છે. આવા જ એક રોગનું નામ છે મેલેરિયા. આ રોગ એનોફેલીજ મચ્છર કરડવાથી થાય છે. આ રોગથી પીડિત વ્યક્તિમાં તાવ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, નબળાઇ, ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગથી બચવા માટે વ્યક્તિએ આખું શરીર ઢકાઈ જાય તેવા કપડા પહેરવા જોઈએ. આ સિવાય તમારી આજુબાજુ સ્વચ્છતાની પણ કાળજી લેવી જોઈએ. ઘરની આજુબાજુ પાણી ભરાયેલું ન હોવું જોઈએ. મચ્છરોને દૂર રાખવા માટે ઘરની આસપાસની ગટરોને સમયસર સાફ કરાવવી જોઈએ.

ચોમાસામાં મચ્છરોથી થતો બીજો ગંભીર રોગ ડેન્ગ્યુ છે. ડેન્ગ્યુથી દર વર્ષે લગભગ હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ તાવથી પીડિત વ્યક્તિમાં માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, શરદી, નબળાઇ, ચક્કર જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુથી પીડિત વ્યક્તિએ વધુમાં વધુ પ્રવાહી ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત, ઉપર મુજબના લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરને જાણ કરવી જોઈએ.

ચોમાસામાં એડીસ મચ્છરના કરડવાથી ચિકનગુનિયા થાય છે. આ રોગના લક્ષણો ડેન્ગ્યુને મળતા આવે છે. આ મચ્છર મોટાભાગે દિવસમાં કરડે છે. માથાનો દુખાવો, આંખનો દુખાવો, ઊંઘ ન આવવી, નબળાઇ, શરીર પર ફોડલીઓ નીકળવી અને ગંભીર સાંધાનો દુખાવો આ રોગના લક્ષણો છે. આ રોગથી બચવા માટે, ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ.

ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ એક એવો રોગ છે જે પાચક તંત્રના ચેપ અને બળતરાને કારણે થાય છે. આ રોગમાં પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે. ગેસ્ટ્રોએન્ટેરાઈટિસથી અસરગ્રસ્ત વ્યક્તિને ઝાડા થઈ શકે છે. આ રોગ વાસી ખોરાક અથવા અશુધ્ધ પાણી પીવાના કારણે થાય છે. આ વાયરસ ખોરાક અથવા પાણી સાથે શરીરમાં જાય છે અને 4 થી 48 કલાકમાં ચેપ ફેલાવવાનું શરૂ કરે છે. આ રોગણે મટાડવા માટે વધારે પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ. આ રોગથી બચવા માટે સ્વચ્છ ખોરાક લેવો જોઈએ. વાસી ખોરાક અને ખરાબ પાણીનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. રાંધતા અને ખાતા પહેલા સાબુથી હાથને સારી રીતે ધોઈ નાખવા જોઈએ.

આ રોગ વાસી ખોરાક, ખરાબ પાણી પીવાથી અને આ રોગથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ થાય છે. કમળો, થાક, ભૂખ ન લાગવી, હળવો તાવ અને આખા શરીરમાં ખંજવાળ આવવી આ રોગના સામાન્ય લક્ષણો છે. આ રોગને દુર કરવા માટે સમયસર રસીકરણની સાથે વાસી ખોરાક અને ખરાબ પાણી પીવું જોઈએ નહિ.

Previous article‘લો બ્લડ પ્રેશર’ની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારા આહારમાં કરો આ વસ્તુઓનો સમાવેશ…
Next articleભગવાન રામે હનુમાનજી ને અયોધ્યામાં રહેવા માટે આપ્યું હતું આ સ્થાન .