આપણું મગજ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તેની અસર આખા શરીર પર થાય છે. મગજને અસર કરતી સામાન્ય બીમારીનું નામ ‘અલ્જાઈમર’ છે. અલ્જાઈમરમાં ભૂલાવાની બીમારી થાય છે. લોકો આ વિશે જાગૃતિ થાય તે માટે વિશ્વભરમાં દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ અલ્રજાઈમર મનાવવામાં આવે છે.
અલ્જાઈમરનો અત્યાર સુધી કોઈ ઉપાય શોધાયો નથી.પરંતુ ખાવાની અમુક વસ્તુઓથી મગજને તેજ બનાવી શકાય છે. તેને ડાઈટમાં સમાવિષ્ટ કરીને અલ્જાઈમર બિમારીથી બચી શકાય છે.
અખરોટ:
અખરોટમાં ખૂબ જ વધારે પ્રોટીન હોય છે. અખરોટ ખાવાથી યાદશક્તિ વધે છે. અખરોટમાં એક પ્રકારનો ઓમેગા- 3 ફેટી એસીડ હોય છે, જેને અલ્ફા-લિનોલેનિક એસીડ પણ કહેવાય છે. તે બ્લડ પ્રશેર ઓછુ કરે છે. અખરોટ દિલ અને મગજ બંને માટે સારા છે.
બ્રોકલી:
બ્રોકલી વિટામિન કે નો એક મોટો સ્ત્રોત છે, જે શરીરમાં પાવર વધારે છે. બ્રોકલીમાં ગ્લુકોસીનોલેટ્સ હોય છે. જે ન્યુરોટ્રાંસમીટર અને એસિટાઈલકોલાઇનને તૂટવાથી બચાવે છે. ગ્લુકોસિનોલેટ્સના કરણે નર્વાસ સિસ્ટમ સારી રહે છે.
અવોકાડો:
એડોકોડોમાં મલાઈ હોય છે અને તે ઓમેગા ફેટી એસિડથી ભરપુર હોય છે. એવોકાડોમાં વધારે માત્રામાં વિટામિન ઇનું સ્તર હોય છે. મગજના વિકાસ માટે ઓમેગા ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. વિટામિન ઇ મગજની કોશિકાઓને સલામત રાખે છે.
સાબુત અનાજ:
સબુત અનાજમાં કાર્બોહાઇડરેટ, ઓમેગા- 3 અને વિટામિન બી જોવા મળે છે. મગજના વિકાસ અને ગતિ માટે ખૂબ જ જરૂરી છે. કાબ્સ ઉર્જા મગજના વ્યવહારને શાંત રાખે છે.