Homeહેલ્થસ્ત્રી નસબંધી એટલે શું? તેના ફાયદા અને નુકસાન જાણો

સ્ત્રી નસબંધી એટલે શું? તેના ફાયદા અને નુકસાન જાણો

સામાન્ય રીતે, સ્ત્રીઓ અકારણ ગર્ભવતી થવાનું અટકાવવા માટે ગર્ભ નિરોધક ગોળીઓનો ઉપયોગ કરતી હોય છે. આ સિવાય, જે મહિલાઓ બાળકોને જન્મ આપી ચુકી હોય છે, તેઓ નસબંધી કરાવતી હોય છે.

શ્રેષ્ઠ ગર્ભ નિરોધક ઉપાયો માંથી એક સ્ત્રી નસબંધીને ટ્યુબેક્ટોમી, ટ્યુબલ લિગેશન અને ફિમેલ સ્ટરલાઇઝેશન પણ કહેવામાં આવે છે. તો આજે અમે તમને આ લેખમાં નસબંધીની આખી ક્રિયા અને તેના ફાયદા અને નુકસાન વિશે જણાવી રહ્યા છીએ…

સ્ત્રી નસબંધી એટલે શું?

સ્ત્રી નસબંધી એ અકારણ ગર્ભવતી થતા અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. આ ક્રિયામાં એક નાનું ઓપરેશન કરવું પડશે. આમાં દર્દીને એનેસ્થેટિક આપીને ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશનમાં સ્ત્રીની ફેલોપિન ટ્યુબને બંધ કરવામાં અથવા કાપી નાખવામાં આવે છે. હકીકતમાં, આ ટ્યુબ દ્વારા જ ઇંડા અંડાશયમાંથી ગર્ભાશય સુધી પહોંચે છે.

આ ઉપાય 99% સુધી અસરકારક છે

તમને જણાવી દઈએ કે મોટાભાગના કિસ્સાઓમાં, સ્ત્રીઓની નસબંધીનું ઓપરેશન સફળ થાય છે. નસબંધી પછી, 200 મહિલાઓમાંથી ફક્ત એક બે સ્ત્રીઓ ફરીથી ગર્ભવતી થવાની આશંકા રહેતી હોય છે. આ ઓપરેશન સિઝેરિયન અથવા મીની લેપ્રોટોમી તકનીક દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત, લેપ્રોસ્કોપિક નસબંધી અને હિસ્ટરોસ્કોપિક ટ્યુબલ ઓક્યુલેશન જેવા ઓપરેશન વિકસિત દેશોમાં જાણીતા છે.

સ્ત્રી નસબંધી ક્યારે અને કેવી રીતે કરવી કરવી?

એમ તો મહિલાઓ નસબંધી ત્યારે જ કરાવે છે જયારે પોતાની ઇચ્છા પ્રમાણે બાળકોનો જન્મ થઇ ગયો હોય છે, હાલના સમયને જોતા મહિલાઓ એક થી બે બાળકોને જન્મ આપ્યા પછી નાસબંધીના ઓપરેશન કરાવે છે, 40 કે 45 વર્ષથી ઉપરની સ્ત્રીઓ અકારણ ગર્ભવતી થવાનું ટાળવા માટે નસબંધીનો આશરો લે છે.

નસબંધી ફક્ત ત્યારે જ કરાવવી જોઈએ જ્યારે શારીરિક તેમજ તેના માટે તમે માનસિક રીતે પણ તૈયાર હોવ. કારણ કે નસબંધી એ કાયમી ઉપાય છે.

નસબંધી પછી આ સાવચેતી જરૂરી છે:

1. નસબંધી કરાવ્યા પછી ચેકઅપ માટે ડોકટર પાસે જવું ખુબજ જરૂરી છે. તેમજ ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓ અને એન્ટિ બાયોટિક્સનો કોર્સ પૂર્ણ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્યથા ચેપ લાગી શકે છે.

2. જો ઓપરેશન પછી તાવ, સતત પેટમાં દુખાવો, ઓપરેશન માટે જે જગ્યાએ કાપો મુક્યો હોય ત્યાંથી પરુ અથવા લોહી પડતું દેખાય તો તરત જ તમારા ડોક્ટરને મળો.

3. ઓપરેશન પછી 7 દિવસ સુધી શારીરિક સંબંધો બનાવવાનું ટાળો.

4. ઓપરેશન પછી માસિક ન આવે અથવા માસિક આવતા મોડું થાય તો ડોકટરની સંપર્ક કરો.

સ્ત્રી નસબંધીના ફાયદા:

1. નસબંધી એ અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માંગતી સ્ત્રીઓ માટે કાયમી ઉપાય છે.

2. નસબંધીનો સફળતા દર એકદમ ઉંચો છે.

3. નસબંધીકરણમાં ગર્ભ નિરોધક ગોળીઓ, ઇન્જેક્શન, ઇમ્પ્લાન્ટ અથવા કોપર ટી જેવી આડઅસર થતી નથી.

4. સ્ત્રી નસબંધીથી અંડાશયમાં કેન્સર થવાની સંભાવના ખુબ ઓછી થઇ જાય છે.

સ્ત્રી નસબંધીથી થતું નુકસાન:

1. આ કાયમી ઉપાય છે, આને બદલવી અત્યંત મુશ્કેલ છે.

2. જો ઓપરેશન અસફળ થયું, તો તમે ફરી ગર્ભવતી થઈ શકો છો.

3. ઓપરેશન નિષ્ફળ જવાના કિસ્સામાં ગર્ભ બહાર રહેવાની સંભાવના રહે છે, તેને એક્ટોપિક ગર્ભાવસ્થા પણ કહેવામાં આવે છે.

4 નસબંધીના ઓપરેશનમાં કાપો મુક્યો હોય એ જગ્યાએ ઈંફેકશન થવાની શક્યતાઓ રહેલી છે, માત્ર આટલું જ નહિ પણ એનેસ્થેટિકથી પેટમાં સમસ્યા, ગેસ થવો અને દુખાવો થઇ શકે છે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments