Homeજીવન શૈલીમહિલાઓને ઓર્ગેઝમનો આનંદ ક્યારે અને કેવી રીતે મળે છે…

મહિલાઓને ઓર્ગેઝમનો આનંદ ક્યારે અને કેવી રીતે મળે છે…

સ્ત્રીઓમાં ઓર્ગેઝમનો આનંદ મેળવાનો સમય નક્કી નથી હોતો , કારણ કે સ્ત્રીઓમાં એક સાથે મલ્ટીપલ ઓર્ગેઝમનો આનંદ માણી શકે છે. પરંતુ આવું થતું નથી કારણ કે...

ઓર્ગેઝમનો અર્થ થાય છે કે શારીરિક આનંદ અને ઉત્તેજના, સંભોગ સમયે યોનિ મોટી થાય છે અને તેમાં ચીકાશ થવાનું શરુ થાય છે અને સ્તન થોડા કડક અને મોટા થાય છે, શ્વાસ લેવાની ક્રિયા અને બ્લડ પ્રેશર વધે છે. જાંઘ, હિપ્સ, નિતંબ (હિપ્સ) ના સ્નાયુઓ ટાઈટ અથવા ખેંચાવાનું શરૂ કરે છે અને ખેંચાયેલી કડકતા શરૂ થઈ શકે છે.

ઓર્ગેઝમ જાતીય ઉત્તેજનાનું ચરમસુખ છે, જે મોટાભાગે ડિસ્ચાર્જના સમયે થાય છે, સ્ત્રી અને પુરુષો બંનેને ઓર્ગેઝમનો અનુભવ થાય છે પણ આપણા સમાજમાં મહિલાઓના ઓર્ગેઝમ વિષે વાત કરવામાં આવતી નથી.

સ્ત્રીના ઓર્ગેઝમનું શું ?

મહિલાઓને શારીરિક આનંદ ઘણી રીતે મળી શકે છે, એ કલાઈટોરિસ સ્ટિમ્યુલેશન પણ મળી શકે છે. વેજિનલ સ્ટિમ્યુલેશનથી પણ મળી શકે છે અને સર્વિકલ સ્ટિમ્યુલેશન પણ હોઈ શકે છે, મહિલાઓના આ સુખની વાત આપણા સમાજમાં નથી કરવામાં આવતી કારણ કે મહિલાઓને આ પુરુષ પ્રધાન સમાજમાં માત્ર પુરુષને સંતોષ આપતી વસ્તુ માનવામાં આવે છે.

અલગ અલગ ઓર્ગેઝમ:

પુરુષોનું ઓર્ગેઝમ દેખાય છે અને તે ડિસ્ચાર્જની સાથે સમાપ્ત થાય છે. જયારે મહિલાઓના ઓર્ગેઝમમાં ડિસ્ચાર્જ નક્કી નથી હોતું, આજકાલ મહિલાઓના ઓર્ગેઝમ પર લોકો ખુલીને ચર્ચા કરતા થયા છે અને આવી ચર્ચાઓ દરમિયાન એક વાત ઉભરીને સામે આવી છે કે મહિલાઓને પુરુષની તુલનામાં મહિલાઓને ઓર્ગેઝમથી ઓછો આનંદ મળે છે.

વિવાહિત યુગલમાં, લગભગ 87 ટકા પુરુષોને ઓર્ગેઝમનો આનંદ મળે છે અને માત્ર 49 ટકા સ્ત્રીઓને ઓર્ગેઝમનું સુખ મળે છે. આનું કારણ એ છે કે સ્ત્રીઓના સુખ અને સંતોષ પર યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. જોવામાં આવે તો, સ્ત્રીઓને પુરુષો કરતા વધુ વખત ઓર્ગેઝમ થઇ શકે છે કારણ કે પુરુષોને એક ઓર્ગેઝમ પછી રાહ જોવી પડે છે. જેને રેફેક્ટ્રી પિરિયડ કહેવામાં આવે છે, આ સમય દરમિયાન ફરીથી ઓર્ગેઝમ થઈ શકતું નથી. જયારે સ્ત્રીઓમાં કોઈ રેફેક્ટ્રી પિરિયડ નથી હોતો અને સ્ત્રીઓમાં એક જ વારમાં ઘણી વખત ઓર્ગેઝમ થઇ શકે છે.

કેવી રીતે થાય છે મહિલાઓમાં ઓર્ગેઝમ:

સ્ત્રીઓમાં ઓર્ગેઝમનો આનંદ પ્રાપ્ત કરવાની ઘણી રીતો છે, જેમ કે ક્લાઇટોરિસની મદદથી, વજાઈનાની મદદથી અને સર્વાઇકલની મદદથી. વિજ્ઞાન મુજબ, સ્ત્રીઓના યોનિમાર્ગમાં એક જી-સ્પોટ છે, જેને સ્ટિમ્યુલેટ કરીને સ્ત્રીઓ ક્લાઇમેક્સની પ્રાપ્તિ કરે છે.

સામાન્ય રીતે, સ્ત્રીઓનું ઓર્ગેઝમ 13–51 સેકંડ સુધી હોય છે અને પુરુષોનું ઓર્ગેઝમ માટે 10-20 સેકંડ પૂરતું હોય છે, પરંતુ મહિલાઓને ઓર્ગેઝમ માટે વધુ મહેનત લાગે છે. આજકાલ, ફિલ્મો અને સિરીયલોમાં મહિલાના ઓર્ગેઝમ વિશે વાતો થાય છે. આમાં મોટાભાગની મહિલાઓ દ્વારા ખોટું ઓર્ગેઝમ કરવાની વાત આવે છે. આનો અર્થ એ છે કે સ્ત્રીઓને તેમના ઓર્ગેઝમનો દેખાડો કરવો પડે છે અને તેઓને સેક્સથી ઓર્ગેઝમનો આનંદ મેળવી શકતી નથી.

એવા કારણો જે સ્ત્રીઓના ઓર્ગેઝમને સરળ કરે છે:

એમ તો દરેક વ્યક્તિનું શરીર અને મન જુદી જુદી વસ્તુઓ પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપે છે. કેટલાક માટે, કોઈ એક ટેક્નિક તો, બીજા માટે કોઈ બીજી ટેક્નિક કામ કરે છે, પરંતુ કેટલીક રીત છે જે દરેક માટે એક સરખી કાર્ય કરે છે. કેટલાક તો માનસિક આશ્વાસન મળવાથી પણ ઓર્ગેઝમ સરળ થઇ જાય છે.

જો સ્ત્રીઓની લાગણીઓ, તેમની સેક્સ સાથે જોડાયેલી સંવેદનાઓ પર ધ્યાન આપવામાં આવે અને તેમને એ સુરક્ષિત છે એવી લાગણી અનુભવે તો પણ ઓર્ગેઝમ સરળ થઇ જાય છે. એક ખુલ્લા વિચારવાળા મજબૂત સંબંધો જેમાં બંને પાત્ર વચ્ચે બરાબરી હોય તો તેમાં ઓર્ગેઝમ સરળ થઇ જાય છે, સાથે સાથે સેક્સની તકનીક અને બંને વચ્ચેની સમજણ પણ ઓર્ગેઝમને સરળ બનાવે છે.

તેનાથી વિપરિત, જો સંબંધોમાં કડવાશ હોય અને તે બરાબરીની જગ્યાએ કોઈ એક પાત્ર કમજોર હોય, તો ઓર્ગેઝમ પ્રાપ્ત કરવો મુશ્કેલ બની શકે છે. વાતો કરવાની સરળતા અને બંને પાત્ર વચ્ચે સમજણના અભાવને લીધે સ્ત્રીઓને ઓર્ગેઝમ નથી થતું. એટલા માટે જ આસન (ટેક્નિક) કોઈ પણ હોય તે મહત્વનું નથી, સહુથી વધુ જરૂરી છે બંને પાત્ર વચ્ચે આદર અને સમાનતા.

સ્ત્રીને પુરૂષોને સંતોષ આપવાની વસ્તુ સમજવાને બદલે પહેલા તેને મનુષ્ય સમજવી જોઈએ. જેને પોતાની કેટલીક શારીરિક જરૂરિયાતો છે, મહિલાઓને પણ તમારા જેટલો જ આનંદ પ્રાપ્ત કરાવવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments