Homeખબરમુકેશ અને નીતા અંબાણી લગ્નના ઘણા વર્ષો પછી પણ એક બીજાને ખુબ...

મુકેશ અને નીતા અંબાણી લગ્નના ઘણા વર્ષો પછી પણ એક બીજાને ખુબ જ પ્રેમ કરે છે, આજે પણ તેઓ ડેટ પર જાય છે

એશિયાના શક્તિશાળી ઉદ્યોગપતિની વાત કરીએ તો નીતા અંબાણીનું નામ તેમાં ચોક્કસપણે આવશે. નીતા અંબાણી એક એવી મહિલા છે જેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. નીતા ઘણીવાર તેની સુંદરતા અને અનોખી સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણી માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. એશિયાના સૌથી ધનિક પુરુષ મુકેશ અંબાણીની પત્ની હોવા છતાં નીતા અંબાણીની પોતાની એક અલગ ઓળખ છે.

તાજેતરમાં જ દાદા-દાદી બનેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફરી એકવાર ચર્ચામાં છે. ખરેખર, રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી એશિયન ધનિકની યાદીમાં ટોચ પર છે. દર વર્ષે આવતા ડેટા પ્રમાણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ આશરે 5.60 લાખ કરોડ રૂપિયા છે.

આ સફળતા પાછળ મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી પણ છે. એકબીજા સાથે મળીને પોતાની જવાબદારીઓ પણ સારી રીતે નિભાવતા હોય છે. પરંતુ બંનેની આ ઉત્તમ કેમિસ્ટ્રી જોયા પછી,  તેમના ચાહકો ના હૃદયમાં વારંવાર સવાલ ઉઠે છે, આ વ્યસ્ત દિનચર્યામાં આ યુગલો એકબીજા માટે કેટલો સમય મેળવે છે?

એક ઇન્ટરવ્યુમાં, જ્યારે નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે શું તે પણ સામાન્ય દંપતીઓની જેમ મુકેશ અંબાણી સાથે ડેટ પર ગઈ છે. આ પ્રશ્નના જવાબમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે, અમારા લગ્નને 35 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યા છે. અમે હજી પણ એક બીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. મુકેશ મારો સૌથી સારો મિત્ર છે. એકબીજા સાથે તેમની વ્યક્તિગત ખુશીની ઉજવણી કરીએ છીએ . તાજેતરમાં જ, મારા જન્મદિવસ પ્રસંગે, આખો પરિવાર સાથે રજા પર ગયો હતો ”.

ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ તેમના અને મુકેશ અંબાણીના જીવન વિશે વધુ કહ્યું હતું કે “અમે બંનેને સ્ટ્રીટ ફૂડ ખૂબ જ ગમે છે.” જ્યારે પણ અમને ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ભેલપુરી અથવા બટાકા  પુરી ખાવા નીકળી જઈએ છીએ. આ સિવાય મુકેશની યોજનાઓ અચાનક જ બને છે. મુકેશ અચાનક આવીને કહે કે ચાલો ક્યાંક કોફી પીવા જઈએ અને અમે લાઉન્જમાં જઈએ.

આ મુલાકાતમાં નીતાએ મુકેશ અંબાણીના વ્યસ્ત શિડ્યુલનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તે ઘણી વાર મોડા ઘરે આવે છે તેમ છતાં, અમે બંને સાથે ડિનર કરીએ છીએ. આજ દર્શાવે છે કે નીતા અને મુકેશ અંબાણી વચ્ચેનો આ પ્રેમ તેમના વ્યસ્ત શિડ્યુલ છતાં 35 વર્ષ સુધી અકબંધ રહ્યો છે અને રહેશે.

જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને વધારા સારા આર્ટિકલ, સમાચાર, અને દેશ અને દુનિયા ના દરેક સમાચાર મેળવવા માટે ફેસબુકમાં અમારા પેજ ને લાઈક કરો. અને કોમેંટ્સ બોક્ષમાં તમારો પ્રતિભાવ જરૂર આપજો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments