આકાશી વીજળી જ્યારે પણ જમીન પર પડે છે તો અનેકવાર તૂફાન લાવે છે. જો આ માનવ વસ્તી પર પડે તો તેમાં લોકોનો જીવ જ જતો રહે છે. પરંતુ ખાલી જંગલ કે કોઈ એવું સ્થળ જ્યાં કોઈ નુકસાન ન થાય, ત્યાં તે પડે તો તેનો સુંદર અદ્દભૂત નજારો જોવા મળે છે. ન્યૂ મેક્સિકો પેક્સમાં રજા માણવા ગયેલા યુવકે વીજળીની એક આવી જ ખૂબ સુંદર તસવીર ક્લિક કરી છે.
એકદમ યોગ્ય સમય પર લીધી તસવીર
વ્યક્તિની ઓળખ 28 વર્ષીયના ફિલ ગાર્સીયા તરીકે થઈ છે. સાંતા ફીમાં કામ કરનારા ફિલ પોતાના મિત્રો સાથે પેક્સમાં રજા માણવા ગયો હતો. ત્યાં તેણે આ અતિ સુંદર તસવીર ખેચી હતી. તેમાં આકાશી વીજળી જંગલના વચમાં પડી અને જેવી જ ઝાડ પર પડી, તે વૃક્ષના કૂરચે કૂરચા ઉડી ગયાં હતાં
અદ્દભૂત હતો નજારો
આ ઘટનાની ફિલ ફક્ત એક જ તસવીર ખેચી શક્યો. તેણે જણાવ્યું કે રજા દરમિયાન જ્યારે બધાં મિત્રો હાઈકિંગ કરી રહ્યાં હતાં ત્યારે વીજળીના કડકા સંભળયાંં હતાં. જ્યારે વીજળી જમીન પર પડી તો કેમેરો તેના હાથમાં જ હતો. આ દરમિયાન ખૂબ ઝડપથી આવાજ આવ્યો. આ નજરો અદ્દભૂત હતો. જે ઝાડ પર વીજળી પડી ફક્ત તેના સળગતા તણખા જ બાકી રહી ગયાં.
5 કલાક કાનમાં ગુજ્યો અવાજ
આ તસવીરને ફિલે ગત વર્ષે જૂનમાં જ ક્લિક કરી હતી. પરંતુ તેને હવે ફેસબુક પર પોસ્ટ કરી, જ્યાંથી આ વાયરલ થઈ. ફિલે જણાવ્યું છે કે વીજળી પડનારી જગ્યાથી તે 400 યાર્ડના અંતર પર ઉભો હતો. વીજળી એટલી જોરથી પડી હતી કે તેનો અવાજ તેના કાનોમાં 5 કલાક સુધી ગુજ્યો હતો.