Homeજીવન શૈલીમરણ પછી થતી વિધીની સાચી રીત શું છે, એની પાછળનું કારણ શું...

મરણ પછી થતી વિધીની સાચી રીત શું છે, એની પાછળનું કારણ શું છે અને આપણે કયા કયા કંઈ ભુલો કરીએ છીએ.

મિત્રો આપણા હિન્દુ ધર્મમાં હજારો તહેવારો, વ્રતો, ક્રિયાઓ કર્મો કાંડૌ, ઉપવાસ, એકટાણા, થઈ રહયા છે, સમાજ ની રીત પ્રમાણે આપણે ધણુબધુ કરીએ છીએ પણ એ બધાની પાછળ નો સાચો ભાવાર્થ સાવ ખોવાઈ ગયો છે.

મતલબ કે આપણે સામાન્ય ઉપવાસ કરીએ છીએ તોય એક ટાઈમ ભુખ્યા રહેવાનુ ને બીજા ટાઈમે પેટ ભરીને દાબવાનુ, એ પણ હવેતો કેવુ બધુ આવી ગયુ છે, ફરાળી રોટલી, ફરાળી ગોટા, ફરાળી સમોસા… જે ખાવુ હોય તે ફરાળી, અરે ભાઈ આ કોઈ ઉપવાસ નથી.

ઉપવાસ નો અર્થ આપણા પુરાણો મા આપ્યો છે, સાચો ઉપવાસ કોને કહેવાય, પણ મિત્રો આપણે, એ વાત પછી કરીશુ, પણ આજ મારે વાત કરવી છે, મરણ પછી ની થતી ખોટી વિધીઓ ની.

હા મિત્રો, માણસ ના મૃત્યુ પછી જે વિધીઓ થાય છે, એ પુરી રીત ખોટી રીતે થાય છે. પણ એની પાછળ નુ કારણ કે લોકો પાસે સાચી માહીતી નથી, જ્ઞાન નથી. કારણ કે આપણે ને એ જ્ઞાન આપનારા સાચા સંતો હવે રહયા નથી.

પહેલા ના જમાનામાં સંતો શાસ્ત્રોની ચર્ચા કરી લોકોને સાચુ જ્ઞાન આપતા, પણ હવે એવુ રહયુ નથી. પણ ગુજરાત પેજના માધ્યમ થી અમે આપના સુધી શાસ્ત્રો નુ જ્ઞાન, જીવન જીવવા ની સાચી સમજ લાવવા માગીએ છીએ.

મિત્રો આવો જાણીએ, કે મરણ પછી થતી વિધી ની સાચી રીત શુ છે, એની પાછળ નુ કારણ શુ છે અને આપણે કયા કયા કંઈ ભુલો કરીએ છીએ.

1. પ્રથમ તો માણસ નુ મૃત્યુ થાય ત્યારે, એની બોડી ને જમીન પર સુવડાવતા પહેલા, ગાયના છાણ નુ લીપણ કરવામાં આવે છે, શ્રાદ્ધ સુતક, અંને પંચમ શ્રૃતિ મા જણાવ્યા પ્રમાણે, બોડી ની આસપાસ બે બૈ ગજ એટલે કે ચાર ચાર ફુટ સુધી લીપણ કરવુ જોઈએ. કારણકે મૃત્યુ પછી બોડીમાં થી હજારો પ્રકારના સુક્ષ્મ જીવાણુઓ બહાર નીકળે છે, ગાયના છાણના લીપણ કરવાથી એ ફેલાતા અટકે છે. પણ હવે તો ગાયના છાણનું એક લીટુ માત્ર કરવામાં આવે છે, એ પણ એવુ બોલી ને શાશતર પ્રમાણે કરવુ જોઈએ.

2. મૃત શરીર ને પુરુષ હોય તો ઉતર દિશામાં માથુ રાખી , અનુસાર સ્ત્રી હોય તો દક્ષિણ દિશામાં માથુ રાખીને સુવડાવવા માં આવે છે. આવુ કરવા પાછળ નુ કારણ એ છે કે સ્ત્રીને દક્ષિણ માંથી અને પુરુષ ને ઉતર દિશામાં થી કેશાકર્ષણ વધારે થાય છે. એટલે એની બોડી ગંધાયા વગર લાંબો સમય સુરક્ષિત રહી શકે, પણ આ ક્રિયા અત્યારે કરવા ખાતર થાય છે, આની પાછળ નુ કારણ કોઈને ખબર નથી.

3. ત્રીજું મૃત માણસ ના મુખમાં જીભ ઉપર તાંબા નો સિકકો મુકવામાં આવે છે એનો અર્થ એ છે કે મૃત માણસ નો જીવ જો હજુ બ્રહ્માંડમાં એટલે કરે તાળવે હોય તો એ જીભ પર તાંબા નો સ્પર્શ થતા. પાછો આવે છે ને મૃત માણસ જીવતો થાય છે. પણ હવે તો શુકન પુરતો કે વીધી પુરી કરવા પુરતો સ્ટીલ નો કોઈપણ સીકકો જીભ પર મુકી દેવામા આવે છે.

એ જે વીધીઓ થઈ રહી છે એની પાછળનુ તાત્પર્ય શુ છે ? તો મિત્રો આવો આપણે જાણીએ કે આગળ બીજી કંઈ કંઈ વીધી થાય છે અને એની પાછળનો સાચો ભાવાર્થ શુ છે અને આપણે પુરૂ જ્ઞાન ન હોવાને કારણે કયા શું ભુલ કરીએ છીએ.

4. મૃત વ્યક્તિ ના મુખમાં તુલસી પત્ર મુકવામાં આવે છે, જો કે આજે તો આ વીધી કરવા ખાતર જ કરવામાં આવે છે પણ એની પાછળ નુ સાચુ કારણ કોઈને ખબર નથી.

સાચુ કારણ એ છે કે મૃત્યુ પામનાર વ્યક્તિ જો ગંભીર બિમારી થી મૃત્યુ પામ્યો હોય તો મૃત્યુ પછી એના શરીરમાં થી ઝેરી સુક્ષમ જીવાણુઓ નીકળવા લાગે છે, જે આસપાસ બેઠેલા લોકોને હાની પહોચાડી શકે છે. તુલસી પત્ર જીભ ઉપર મુકતા એ પત્ર સહેજ કાળુ પડી જાય છે, જો કાળુ પડી જાય તો સમજવાનુ કે મૃત શરીરમાં થી ઝેરી સુક્ષમ જીવાણુઓ બહાર નીકળી રહયા છે, એવા સંજોગોમાં લોકો એ બોડી થી દુર ખસી જવું જોઈએ.

5. મૃત વ્યક્તિ ના અંતિમ દર્શન કરી એની અડધી પ્રદિક્ષણા ફરવામા આવે, આપણે તો અત્યારે મન ફાવે એટલી પ્રદિક્ષણા ફરીએ છીએ પણ હકીકતમાં અડધીજ પ્રદિક્ષણા ફરવાનું સુચન કરવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં અને એ પ્રદિક્ષણા ફકત એના પુત્ર-પુત્રી અથવા મૃત વ્યક્તિની પત્ની જ ફરી શકે છે.

ડાબા પગથી શરુ કરી જમણા પગ સુધી પ્રદિક્ષણા ફરી પછી જમણા પગના અંગુઠા ને સ્પર્શ કરવાનો ઉલ્લેખ જોવા મળે છે, શાસ્ત્રોમાં. પણ આપણે અંહી બધુ ઉલટુજ થઈ રહયુ છે.

6. મૃત વ્યક્તિની નનામી જયારે નીકળે છે, ત્યારે એને ગામની ભાગોળે વિસામો આપવામાં આવે છે, જો કે શહેરોમાં આવુ નથી જોવા મળતુ. પણ ગામડાઓ મા આજે પણ નનામી ને ગામની ભાગોળે નીચે ઉતારી ને એને વિસામો આપવામાં આવે છે.

મહર્ષિ કણાદ રૂષી શ્રુસુત ને કહે છે, વત્સ મડદા ઉપર બેઠેલો જીવ છેલ્લી વાર એના ગામની ભાગોળ ના દર્શન કરે છે. પછી નનામી સાથે લાવેલા ચાર શ્રીફળ ભાગેળે એક પથ્થર પર ફોડવામાં આવે છે. આ શ્રીફળ શું કામ ફોડવામાં આવે છે અને ચાર શ્રીફળ જ કેમ ફોડવામાં આવે છે, એ કોઈને હજુ સુધી નથી ખબર.

પણ ખુબ મહેનત કર્યા પછી જાણવા મળયુ છીએ કે નનામી ઉપાડનાર ચાર ડાધુઓ પર એ મૃત જીવાત્મા જે એ સમયે નનામી પર લાશ ઉપર બેઠો હોય છે એ જીવ ચાર ડાધુઓ ને નુકશાન ન પહોચાડે એટલા માટે જીવ ને ભોગ રૂપે ચાર શ્રીફળ ધરવામાં આવે છે.

કારણકે જીવને શરીર છોડવુ ગમતુ નથી હોતુ, એ ફરી શરીર ને પામવા મથે છે, એ કોશિશ મા જીવ ચાર ડાધુઓ ને નુકશાન પહોચાડી શકે છે. માટે એને ચાર શ્રીફળ નો ભોગ આપવામાં આવે છે, જેથી એ જીવ કોઈને નુકશાન ન પહોચાડી શકે.

7. મૃત શરીર ને ચિંતા પર સુવડાવીને અગ્નિ દાહ આપનારો એનો પુત્ર કે કોઈ સ્વજન કાંધ પર મટકી લઈને ઉલટી પ્રદિક્ષણા ફરે છે. ઉલટી પ્રદિક્ષણા ફરવાનુ કારણ શુ હશે ?

તો કારણ એ છે કે શરીર છોડયા બાદ જીવ ઉલટી દિશામાં ભ્રમણ કરે છે, મનુષ્ય ની જેમ સવળી ચાર નથી ચાલતો એટલે મટકી ફોડી એમાથી પાણીની ધાર નીચે પડે એ રીતે ઊલટી દિશામાં ચાલવામાં આવે છે, જેથી જીવને જળની અંતિમ અંજલી આપવામાં આવે છે.

8. મૃત શરીર ને જમણા પગના અંગુઠે અગ્ની અડાડવામા આવે છે, હા મિત્રો મૃત શરીરના જમણા પગે પહેલા અગ્નિનો સ્પર્શ કરવામાં આવે છે.

એનુ કારણ એ છે કે જો મૃત શરીરમાં હજુ બ્રહમાંડમાં જીવ હોય તો જમણા પગના અંગુઠે અગ્નિ સ્પર્શ કરતાની સાથેજ શરીરમાં જીવ પાછો આવી શકે છે, મૃત વ્યક્તિ ને બેઠો કરવાનો આ અંતિમ પ્રયાસ છે. અગર મૃત શરીર માં જીવ પાછો નથી આવતો, તો પછી એને બાળી દેવામાં આવે છે.

આગળ હું એક વાત લખવાની ભૂલી ગયો હતો કે, કોઈપણ વ્યક્તિ નું મૃત્યુ થાય એટલે તરત તલ ના તેલનો દિવો કરવો, જે દશ દિવસ સુધી પ્રજલવિત રાખવો બીજુ કે મૃત્યુ બાદ તરત ચોખાના લોટના કે ધંઉના લોટના, અંદર તલને ઘી નાખી છ પીંડ બનાવવા, એક પીંડ શબ પાસે મુકવો બીજો પીંડ ઉંબરા પાસે ત્રીજો ચાર રસ્તે ચોથો સ્મશાને પાચમો ચિતા પાસે છઠ્ઠો . ચિતા મા શબ ઉપર મુકવો, શબ ઉપર મુકેલો પીંડ બળી જવા દેવો ને સમશાન મા અને ચિતા પાસે મુકેલા પીંડ ધરે પરત લાવીને ધરમાં પ્રવેશ ન કરતા સીધા નદીમાં પધરાવી આવવા પણ યાદ રહે, ચોખા કે ધઉ ના જે લોટના પીંડ બનાવ્યા હોય. ધરના લોકોએ એજ લોટ ની રસોઈ દશ દિવસ ખાવી, એવુ શ્રાદ્ધ સુતક કહે છે, પુરાણો કહે છે કે મૃત્યુ પામ્યા પછી મૃતક નો જીવ હવામાં અદ્રશ્ય રૂપે, ધરમાં ધરની આસપાસ હવામાં રહે છે સ્વજનો ને વિલાપ કરતા જોઈ આત્મા દુખી થાય છે માટે સ્વજનો એ રડવુ કે દુખી ન થવું જોઈએ અને ત્રીજુ મૃત્યુ પછી શરીર ના અમુક અંગો અમુક સમય સુધી જીવંત રહે છે. જેમકે..

આંખ:- 31 મીનીટ

મગજ:- 10 મીનીટ

પગ:- 4 કલાક

અસ્થિ એટલે કે હાડકા:- 30 દિવસ

મિત્રો આપણા પુર્વજ વિદ્રાનો ના મત મુજબ 5 કલાક, સુધી ત્વચા જીવીત રહે છે .

એટલે મૃતકના શરીરને અમુક સમય પહેલા અગ્નિ દાહ ન આપવો જોઈએ, આવુ ન કરવાથી એને જીવતો સળગાવ્યા બરાબર છે, ચોથી વાત, શાસ્ત્રો ના મત મુજબ અસ્થિ 30 દિવસ સુધી જીવીત રહે છે તો આપણે એક બહૂ મોટી ભુલ કે પાચ સાત દિવસે જયારે આપણે બ્રાહ્મણ સાથે ટાઢી ઠારવા જઈએ છીએ ત્યારે, એક કુલડીમા જેટલા સમાય એટલાજ અસ્થિ લઈને, ગંગામાં પધરાવવા જઈએ છીએ મિત્રો પુરાણો અન્ય સુતકો ના જણાવ્યા અનુસાર હાડકાંની એક કણી પણ પડી રહે તો મૃતકનો જીવ અનંત વરસો સુધી એમાં પડયો રહી શકે છે કારણકે જીવ ને શરીર કે શરીરનો કોઈ ભાગ છોડવો નથી ગમતો હોતો પ્રાચીન કાળમાં આવી ધણી ધટનાઓ બની ગઈ છે, જેમ કે માંગડાવાળા ની વાત જ લઇ લો.

આ વાત ઉપર થી જાણવા મળે છે કે આપણે કેટલી બધી ભુલો કરીએ છીએ, બે ચાર અસ્થિ કુલડી માં લાવી બીજા અસ્થિ ત્યાં સમશાન મા છોડી આપણે આપણા પિતૃ ઓને પ્રેત યોની મા ભટકવા છોડી દઈએ છીએ.

શબ ને જયારે અગ્નિદાહ આપવામાં આવે છે ત્યારે લોકો અગ્નિ ની આજુબાજુ ટોળે વળીને ઉભા હોય છે પણ મનુ ભગવાન કહે છે કે, શબની ચિતાનો ધુમાડો લેવાથી, માણસનુ આયુષ્ય ધટે છે. એક આસત એટલી કે વીસ શબની ચિતા નો ધુમાડો સ્વાસ મા લેતા દશ વરસનું આયુષ્ય ધટે છે, માટે લોકોએ જલતા શબ થી કોષો દુર મુખ અને નાક પર કપડુ બાંધીને દુર ઉભુ રહેવુ જોઈએ અને સ્મશાને થી પરત ફર્યો બાદ તુરત સ્નાન કરી લેવું જોઈએ

શબયાત્રા માથી ધરે પરત ફર્યા બાદ મૃતક ના ધર પાસે એક વ્યક્તિ ઉભો રહી સમશાન યાત્રા મા જોડાયેલા લોકો ને ખોબામાં પાણી આપી કોગળા કરાવે છે અને મો અને આંખો ધોવડાવે છે અને લીમડાના પાનનો ધુમાડો લેવડાવે છે, લીમડાના પાનનો ધુમાડો એટલા માટે કે એ ધુમાડો લેવાથી સમશાન માથી જલતા શબ માથી નીકળેલા શુક્ષ્મ જીવાણુઓ આપણા શરવાસ માં ભળ્યા હોય તે નાશ પામે પણ હવે એવુ નથી રહયું, એ બધી ક્રિયા ઓ લુપ્ત થઈ ગઈ છે.

પછી દશમાં દિવસે સુવાળા ઉતરાવવા એટલે કે શબને કાંધ દેનાર ના બધા વાળ ઉતરાવી લેવા, માથુ દાઢી, મુછ વગેરે, આ સુવાળા ફકત કાંધ દેનાર વ્યક્તિ એજ ઉતરાવા ના હોય છે, કારણકે કાંધ દેતી વખતે આ ચાર લોકો શબ ની સાવ નજીક હોય છે, ત્યારે શબ માથી નીકળતા શુક્ષ્મ જીવાણુઓ એમના વાળમાં ભરાયેલા હોઈ શકે છે. સ્નાન કરવાથી પણ નાશ નથી પામતા પણ અત્યારે તો ચાર કાંધીયા ઓ સિવાય આખુ પરીવાર સુવાળા ઉતરાવી લે છે.

હવે એક ખાસ વીધી ની વાત કરવી છે , શૈયા ભરવાની વીધી. આપણે અત્યારે એવો રિવાજ છે કે મૃતક પાછળ જે શૈયા ભરવામાં આવે છે તેને બ્રાહ્મણ લઈ જાય છે. પણ હકીકત માં ઋષી મુનીઓ એ બનાવેલા નિયમ પમાણે આ શૈયા, મૃતક ની દિકરી જે પરણેલી હોય તે લઈ જાય છે, મૃતકની એક કરતા વધારે પુત્રી હોય તો બધાને સરખે ભાગે વહેચી દેવામા આવે છે, અને મૃતક ને જો પુત્રી ન હોય તો, કુટુંબ ના કોઈ ભાઈઓ ની દિકરી પરણેલી હોય એને શૈયા આપી દેવાની આજ્ઞા શાસ્ત્રો એ કરેલી છે.

દશ મા ના દિવસે પીંડ દાન કરી ને જીવને મુકત કરવાની વીધી થાય છે. મિત્રો આપણા શાસ્ત્રો કહે છે કે દશ મા ની જે પીંડ દાન ની વીધી થાય એ પછીજ જીવ એની ગતીએ જાય છે, ત્યાં સુધી એ એના ઘર પર હવામાં ફરતો હોય છે, આપણા સમાજ માં એવું પણ જોવા મળે છીએ કે કોઈ વ્યક્તિ નુ મૃત્યુ થઈ જાય પછી, બારમાં સુધી મંદિર શમા પ્રસાદ વહેચવા મોકલવામાં આવે છે.

આપણે અહી એ ભુલ કરીએ છીએ કે દશ દિવસ સુધી મુતકની ત્રણ પેઢીને સુતૂ લાગ્યો છે. એટલે એમના ધરનું અન્ન પાણી કે કે કોઈપણ વસ્તુ વર્જય છે, અંડાતુ પણ નથી એટલે આ લોકો સમજીનેજ, દશ દિવસ કોઈ વસ્તુ ન વહેચવી જોઈએ

બારમાં ના દિવસે આખુ ગામ જમાડવા નો રિવાજ છે પણ શાસ્ત્રો કહે છે કે બારમાં નુ અન્ન ફકત પાંચ બ્રાહ્મણો એજ જમવું જોઈએ. કારણકે બ્રાહ્મણ ના મોઢેથી જ પિતૃ જમે છે, બાકી બીજા લોકો ના મોઢેથી અન્ન કુતરા ને પહોચે છે. અન્ન જમતી વખતે બ્રાહ્મણો એ મુંગા મોઢે જમવાનું હોય છીએ, જો બાહ્મણો જમતી વખતે બોલૈ તો પિતૃઓ જતા રહેશે, પછી તેરમા ના દિવસે કાકા કાકી માસા માસી મામા મામી. ફવા ફૈબા વગેરે સબંધીઓ ને જમાડવા ના હોય છે.

મિત્રો આ રીતે વીધી સંપન્ન થાય છે, આ વિધીમાં ધર્મ કે જાતિ અનુસાર ફેરફાર હોય શકે છે. જેની આપ સહુએ ખાસ નોંધ લેવી. અમારાથી પણ ભૂલ થઈ શકે છે, જો ક્યાંય ભૂલ થઈ હોય તો માફ કરવા વિનંતી છે અને મિત્રો આ લેખ આપને કેવો લાગ્યો એ વિશે પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં આપવા વિનંતી.

સંકલન:- કિશોર ઠક્કર, દક્ષ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments