આ ૧૦ વર્ષનું બાળક ત્વચાને સાપની જેમ છોડી દે છે, લોકો ‘માનવ સાપ’ કહે છે. આ બાળક ઓડિશાના ગંજમ જિલ્લાનો રહેવાસી છે. બાળકનું નામ જગન્નાથ છે તે એક દુર્લભ બિમારીથી પીડિત છે. ઘણીવાર તમે સાપને પોતાની ત્વચાને છોડતા જોયા હશે. પરંતુ ઓડિશામા એક ૧૦ વર્ષિય બાળક છે જે દર મહિને પોતાની ત્વચા છોડી દે છે. લોકો તેને ‘માનવ સાપ’ કહે છે. છોકરાનું નામ જગન્નાશ છે. તે એક દુર્લભ રોગથી પીડિત છે.
જગન્નાથ ઓડિશાના ગંજમ જિલ્લામા પોતાના માતાપિતા સાથે રહે છે. તેની ત્વચા પર મોટા મોટા ઘાટા રંગની ફોલ્લીઓ થાય છે. આ ફોલ્લીઓ દર મહિને દુર થઈ જાય છે અને તેમની જગ્યાએ નવી ફોલ્લીઓ થા છે. આ વિચિત્ર રોગને લેમર આઇચિઓસિસ કહેવામા આવે છે. આ રોગ લગભગ ૬ લાખમાંથી એક વ્યક્તિમા થાય છે.
આ રોગ ક્યારેય મટે નઈ તેવો રોગ છે. એવુ કહેવામા આવે છે કે બાળક દર કલાકે સ્નાન કરે છે જેથી તેના શરીરમાં ભેજ રહે. નહિંતર ત્વચા વધુ નીકળવા લાગે છે અને તે પીડાય છે. જગન્નાથના શરીરની ત્વચા હવે એટલી સખત થઈ ગઈ છે કે તેને ચાલવામા પણ તકલીફ પડે છે. તેના પિતા ચોખાના ખેતરોમા મજૂરી કરે છે. તેથી તેમની પાસે બાળકની પુરતી સારવાર કરવા માટેના પૂરતા પૈસા નથી. બાળકની આ ભાવનાત્મક વાર્તા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.