મોસમ ખૂબ ઝડપથી બદલાય રહી છે. એવામાં ગરમીઓના પગલે હંમેશા ઠંડુ પીણું પીવાનું મન કરે છે. આ મોસમમાં કોલ્ડ ડ્રિંક પીવાનું ખૂબ મન કરે છે. એવામાં શું તમે ઘરે જ સ્પેશિયલ મસાલા કોલ્ડ ડ્રિંક પીવા ઈચ્છો છો? આજે અમે તમારા માટે લઈને આવ્યાં છે મસાલા કોલ્ડ ડ્રિંક બનાવવાની રેસિપી. બસ આ સરળ કુકિંગ ટિપ્સને અપનાવીને તમે ઘરે જ મસાલા કોલ્ડ ડ્રિંક તૈયાર કરી શકો છો.
મસાલા કોલ્ડ ડ્રિંક બનાવવા માટે સામગ્રી
કોક- 3 ગ્લાસ
ચાટ મસાલા- એક ચમચી
જીરૂ-1 /4 ચમચી
ફુદીના- 1/2 કટોરી
લીંબુની સ્લાઈસ-3
ભૂકી- 1 ચમચી
લીંબુનો રસ- 1/2
બરફ- 2 કટરી
કાળુ મીઠુ- સ્વાદનુસાર
મસાલા કોલ્ડ ડ્રિંક બનાવવાની રીત
-મસાલા કોલ્ડ ડ્રિંક બનાવવા માટે તવાને ગેસ પર રાખો, હવે તેના પર જીરૂ નાંખીને શેકો. જ્યારે જીરૂ શેકાય જાય ત્યારે તેને સરખી રીતે નીકાળી લો. જ્યારે જીરૂ ઠંડુ થઈ જાય તો તેને મિક્સર જાળમાં પીસી લો.
-હવે ફૂદીનાના પાનને ક્રશ કરી લોં અને લીંબુને એકદમ નાના નાના સમારી લો.
-ગેસ પર મધ્યમ આકારના વાસણમાં 2 ગ્લાસ પાણી ગરમ કરી લો તે પછી ગેસ બંધ કરી દો. તેમાં થોડી ભૂકી નાંખો અને 15 મીનિટ સુધી આમ જ રહેવા દો. ત્યારબાદ તેને છાણી લો. તે પછી તેમાં કાળુ મીઠું, ચાટ મસાલા, લીંબુ, જીરૂ, થોડો ફૂદીનો, બરફ નાંખી મિક્સ કરી લો એકવાર ફરી મિક્સર જાળમાં પીસી લો.
-ત્રણ ગ્લાસ લો અને તેમાં લીંબુના ટૂકડા, થોડા ફૂદીનાના પાન અને ચાય વાળું પાણી નાંખો અને પછી થોડું કોક મિક્સ કરો. તેમાં લીંબુ સ્લાઈસ, મિન્ટ અને બરફ નાંખીને ગાર્નિશ કરો. ઠંડું ઠંડુ જ પીઓ.