Homeખબરએક સ્વપ્ન જેણે બદલી નાખ્યું જીવન, પુત્ર માતાને લઈને આખા દેશમાં ફરવા...

એક સ્વપ્ન જેણે બદલી નાખ્યું જીવન, પુત્ર માતાને લઈને આખા દેશમાં ફરવા નિકળી પડ્યો..

હાલમાં એક યુવાન ઉદ્યોગપતિ સરથ કૃષ્ણન તેની માતા સાથે પ્રવાસ કરી રહ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. સરથ તેની માતા સાથે દેશના મોટાભાગના સ્થળો પર ફરવા માટે ગયો છે અને સરથે માતા સાથેના આ પ્રવાસનું કારણ જણાવતા કહ્યું હતું કે એક દિવસ તેણે જોયું કે તે માતાનો હાથ પકડીને વારાણસી (કાશી) ના ઘાટ પર ચાલતો હતો અને પાછળથી ભજનનો અવાજ આવી રહ્યો હતો, પરંતુ તેની આંખો ખોલતાં જ તેને ખ્યાલ આવી ગયો કે તે ખરેખર ત્રિસુરમાં તેના ઘરમાં જ હતો અને એ તેના બેડરૂમના બેડ પર જ હતો, જયા તેણે ઊંઘમાં આ સ્વપ્ન જોઈ રહ્યો હતો.

તેમણે આગળ જણાવતા કહ્યું કે મને આ અશક્ય લાગ્યું કારણ કે મને વારાણસીના ઘાટમાંથી નીકળતી સુગંધ અનુભવાઈ રહી છે. તે કેવી રીતે સપનું હોઈ શકે છે, આની સાથે જ મે નિર્ણય લીધો અને બેડમાંથી ઉભા થઈને લેપટોપ લઈને તેમાથી બે એર ટિકિટ બુક કરાવી. રસોડામાં જઇને તેણે તેની માતાને કહ્યું, “અમ્મા, મેં ટિકિટ બુક કરાવી છે; ચાલો હવે આપણે ફરવા જઇએ! “

પુત્રની વારાણસી જવાના નિર્ણયથી તેની માતા ગીતા રામચંદ્રન ચોંકી ગયા હતા. તેણે ના પાડવાનો પ્રયાસ કર્યો પણ તેમનો પુત્ર મક્કમ રહ્યો. તેના થોડા કલાકો પછી, તે કોચી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ત્રણ દિવસના કપડાની બેગ લઇને જઈ રહ્યા હતા, સારથ યાદ કરતા જણાવે છે, કે “અમે ફ્લાઇટમાં ચડ્યા અને સાંજે 7 વાગ્યે વારાણસી પહોંચ્યા. હું ખુબજ ઉત્સાહિક હતો, તે સવારે જોયેલા સ્વપ્નની જેમ હું મારી માતાનો હાથ પકડીને ઘાટ પર ગયો. “હવે તો તેની માતા ગીતા માટે આવી રીતે ફરવા જવું આશ્ચર્યજનક નથી; કારણ કે તેનો વિચિત્ર પુત્ર હંમેશા તેની માતા સાથે ગમે ત્યારે, ગમે તે જગ્યાએ ફરવા જવાનો નિર્ણય લે છે અને પછી બેગ પેક કરાવીને નિકળી પડે છે.

30 વર્ષનો સારાથ કહે છે કે અમ્મા સાથેની કોઈપણ યાત્રા સ્વર્ગ જેવી ખુશી આપે છે. ગીતાને પણ આ ખૂબ ગમ્યું. આ માતા-પુત્ર સાથે મળીને, દર ત્રણ મહિનામાં એકવાર પ્રવાસ પર જાય છે. તેમની પહેલી મુલાકાત મુંબઈની હતી જ્યાંથી તેઓ નાસિક, શિરડી અને અજંતા-એલોરાની ગુફાઓ ગયા. આ યાત્રાને 11 દિવસનો સમય લાગ્યો, ”60 વર્ષીય ગીતા યાદ કરતા જણાવે છે, કે ત્યારબાદ તેના પુત્ર સાથે દિલ્હી, અમૃતસર, વાઘા સરહદ, તિબેટ, નેપાળ અને બીજી ધણી જગ્યાએ ગઈ છે!

ઉદ્યોગપતિ સારાથે તેના બિઝનેસના કામ માટે અને ફરવા માટે ઘણા બધા સ્થળોનો પ્રવાસ કર્યો છે. તેણે કહ્યું, કે “એક સુંદર દ્રશ્ય અને નવા અનુભવોનો આનંદ, હું અમ્મા સાથે શેર કરવા માંગતો હતો અને મેં તેને પૂછ્યું કે શું તે મારી સાથે આવશે?” અમ્મા ઘરના વડીલ વ્યક્તિ તરીકે અમારા ઘરની બહાર નહોતા નિકળતા, મારે તેમને સાથે લઈ જવા માટે ખુબજ મહેનત કરવી પડી હતી, પણ એકવાર પ્રવાસ શરૂ કર્યા પછી તે ખૂબ ખુશ છે.

ગીતા પણ હસીને જણાવે છે, કે “મને ખબર નહોતી કે આ વર્ષોમાં હું શું ગુમાવી રહી હતી, ” હું 60 વર્ષની છું, ડાયાબિટીઝને કારણે, આ ઉંમરે વિશ્વ જોવાની કોઈ આશા નહોતી. પરંતુ હવે હું ખૂબ જ ખુશ છું અને હવે પછીની સફર માટેની યોજના બનાવી રહી છું. મારી પ્રાર્થના છે કે હવે મારા બાકી રહેલા જીવનમાં થોડા વર્ષો ઉમેરાય તો બાકીના સ્થળોએ પણ જઈ શકું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments