ઉનાળાની ઋતુમા ગળું થોડી-થોડી વારે સુકાઈ જાય છે. આવી સ્થિતિમા ઠંડુ પાણી પીવાની ખૂબ ઇચ્છા થાય છે. મોટાભાગના ઉનાળાની ઋતુમા ફ્રિજનુ ઠંડુ પાણી પીવાનુ પસંદ કરે છે. જો કે ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાથી ઘણી સમસ્યાઓ થાય છે. સૌ પ્રથમ ઠંડુ પાણી તમારા દાંતને નુકસાન પહોંચાડે છે તેની સાથે-સાથે તમે શરદીથી પણ પીડાઈ શકો છો. જો તમે આ ઋતુમા માટીથી બનાવેલુ મટકાનુ પાણી પીશો તો તમે ઠંડુ પાણી પીવાની તમારી ઇચ્છાને પૂર્ણ કરી શકો છો અને તે જ સમયે તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદાઓ થશે.
પરંતુ જ્યારે તમે બજારમાંથી માટીનુ માટલુ ખરીદવા જઇ રહ્યા છો ત્યારે તેને ખૂબ કાળજીથી ખરીદો અને તેની જાળવણી ઉપર પણ ધ્યાન આપો. ચાલો અમે તમને કહીએ કે તમારે માટલુ કેવી રીતે જાળવવુ જોઈએ અને તેને ખરીદતી વખતે શું ધ્યાનમા રાખવુ જોઈએ.
મટકા ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો :-
– માટીથી બનેલા મટકાની ખાતરી કરવા માટે તમારે પહેલા જોવુ પડશે કે તેમા તિરાડો છે કે નહી. જો વાસણમા તિરાડ છે તો તેમા હાજર પાણી વહી જશે.
– મટકાની સપાટીને કાળજીપૂર્વક જુઓ. જો મટકાનુ કદ બરાબર નથી તો તમે તેને મુકો ત્યારે એક સાઈડ નમી જશે.
– આજકાલ બજારમા નળ લગાવેલા મટકા આવે છે. તેઓ મટકા તરફ આકર્ષિત કરે છે પરંતુ તે ખૂબ જ ઝડપથી બગડી જાય છે. આ ઉપરાંત નળ ફિટ કરવા માટે અંદરથી સિમેન્ટનું કામ પણ કરવામાં આવે છે.
– તમારી પાસે હંમેશા પરંપરાગત માટલુ હોવુ જોઈએ.
માટલાની યોગ્ય જાળવણી :-
– જો તમે ઇચ્છતા હોવ કે માટલાનુ પાણી ઠંડુ રહે તો માટલાને એવી જગ્યાએ રાખો કે જ્યા તેને છાયડો મળે અને હવાની હેર ફેર થયા કરે. આમ કરવાથી પાણી ઠંડુ રહે છે.
– માટલાને સીધુ જ ટેબલ પર ન મૂકશો પરંતુ માટલાને પહેલા સ્ટેન્ડ પર મુકો અને સ્ટેન્ડને જમીન પર રાખો. જેથી પાણી હલશે નહિ અને ઠંડુ રહેશે. માટલા ફરતે હમેશા માટીનુ લીપણ કરવુ.આથી પાણી હમેશા સાફ અને ઠંડુ રહશે.
– જો તમે માટલાના મોઢા ઉપર સુતરાઉ કાપડ બાંધીને રાખતા હસો તો વાસણની અંદરનુ પાણી સ્વચ્છ અને ઠંડુ રહેશે.
– વાસણમા સંગ્રહિત પાણી દરરોજ બદલો. જો તમે દરરોજ પાણી બદલવા માટે સમર્થ નથી તો તમારે અઠવાડિયામા ૧ વખત પાણી બદલવુ આવશ્યક છે. આ ઉપરાંત તમારે અઠવાડિયામા એકવાર માટલાને સાફ કરવુ જોઈએ. માટલાને સાફ કરવા માટે કોઈ કેમિકલનો ઉપયોગ ન કરતા સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
ફાયદા :-
– ઉનાળાની ઋતુમાં માટીના મટકાનુ પાણી પીવાને લીધે થાક લાગતો નથી. આ પાણીનું સેવન કરવાથી માથાનો દુખાવો થવાની સમસ્યા પણ ઘણી હદ સુધી રાહત આપે છે. માટીના વાસણનુ પાણી ચળકતી ગરમીમાં પણ તમને ઠંડુ લાગે છે.
– માટીના વાસણનુ પાણી પીવાનો બીજો ફાયદો એ છે કે તેમા જમીનના ક્ષારયુક્ત ગુણધર્મો હોય છે. આલ્કલાઇન પાણી પીવાથી યોગ્ય પીએચ સંતુલન પ્રાપ્ત થાઈ છે. આ પાણી પીવાથી એસિડિટીને રોકવામા અને પેટના દુખાવામા રાહત મળે છે.
– માટીમા શુદ્ધિકરણના ગુણધર્મો રહેલા હોય છે તે તમામ ઝેરી પદાર્થોને શોષી લે છે અને તેમા જરૂરી પાણીના બધા જરૂરી સુક્ષ્મ પોષકતત્ત્વો જોવા મળે છે. જો તમે ઉનાળામાં સ્વસ્થ રહેવા માંગતા હો તો તમારે માટીના વાસણમા રાખેલુ પાણી પીવુ જોઈએ.