Homeસ્ટોરી11 મિત્રોએ ભેગા થઈને શરૂ કર્યું અનોખું અભિયાન, માત્ર 10 રૂપિયામાં કરાવે...

11 મિત્રોએ ભેગા થઈને શરૂ કર્યું અનોખું અભિયાન, માત્ર 10 રૂપિયામાં કરાવે છે ભરપેટ ભોજન..

આ વાત રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરની છે, જ્યાં 11 મિત્રોએ ભેગા થઈને એક એવી સેવા કરી રહ્યા છે, જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે, આ બધા મિત્રો ભેગા થઈને એક કિચન બનાવ્યું છે જે દરરોજ લગભગ એક હજાર લોકોને ભોજન પીરસે છે. કોરોનાની મહામારી અને આર્થિક મંદીના આ યુગમાં પણ, તમે ફક્ત 10 રૂપિયામાં આખુ પેટ ભરીને ખાઈ શકો છો. આ અનોખા કિચનનું નામ છે ‘મા અન્નપૂર્ણા કિચન’.

11 મિત્રોની આ ટીમમાં ઉદ્યોગપતિ, દુકાનદારો, સરકારી કર્મચારીઓ અને અલગ અલગ ધંધાર્થીઓ શામેલ છે. ચાલો આ 11 મિત્રોની સાથે તમને પરિચય કરાવીએ.

જેમાં સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડર મહેશ ગોયલ, દાળની મિલના માલિક રામાવતાર લીલા, એકાઉન્ટટ રાજકુમાર સરવાગી, કાપડ ઉદ્યોગપતિ રાજેન્દ્ર અગ્રવાલ, સાડી વેચનાર અનિલ સરોગી, ઉદ્યોગપતિ રાહુલ છાબરા, કાપડ ઉદ્યોગપતિ પવન સિંગલ, ફોટોગ્રાફર વિનોદ વર્મા, ઉદ્યોગપતિ ભૂપ સહારન, વીજ વિભાગના કર્મચારી દિપક બંસલ અને ચા વેચનાર શંભુ સિંગલ.

આ લોકોનો વ્યવસાય અલગ અલગ હતા પરંતુ આ બધા સમાજ માટે કંઈક કરવા માગતા હતા. જયકો લંગર સેવા સમિતિ નામની શ્રીગંગાનગરની એક સંસ્થા છે. આ સંસ્થા આશરે 35 વર્ષ પહેલા સાલાસર ધામમાં પહોંચેલા શ્રદ્ધાળુઓ માટે સેવા તેમજ વિના મૂલ્યે ભોજન બનાવવા અને જમાડવાના હેતુથી બનાવવામાં આવી હતી. બાદમાં આ સંસ્થાએ શહેરના ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભોજન બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

સેવા અને ભોજન બનાવવાના કાર્યક્રમોને લીધે આ સંસ્થા વિશે દરેકને ખબર હતી પરંતુ તે 2012 માં તેની એક અલગ ઓળખ બની ગઈ હતી કારણ કે શ્રીગંગાનગરના જિલ્લા સરકારી હોસ્પિટલ સંકુલમાં આ સંસ્થાના બેનર હેઠળ ‘મા અન્નપૂર્ણા રસોઇ ઘર’ ની શરૂઆત 17 ઓક્ટોબર 2012 ના રોજ થઈ હતી.

હવે તમને એમ થતું હશે કે આ રસોડામાં એવું તે અનોખું શું છે? સૌથી મોટી ખાસિયત આ રસોડું સ્થાપિત કરવાનો હેતુ છે. શ્રીગંગાનગર જિલ્લા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવે છે. તેમાંના મોટા ભાગના ગરીબ લોકો છે. જ્યારે 11 લોકોની બનેલી આ સંસ્થાના લોકોએ ત્યાં આવતા ગરીબ, લાચાર લોકોની પીડા અનુભવાઈ ત્યારે તેઓએ તેમને મદદ કરવાનું વિચાર્યું. બધા મિત્રો બેઠા, ચર્ચા કરી અને ‘મા અન્નપૂર્ણા રસોઇ’ સ્થાપવાનું નક્કી કર્યું. નિર્ણય તો કરી લીધો પણ પરંતુ મોટો પ્રશ્ન હતો – આ માટે પૈસા ક્યાંથી આવશે પરંતુ તેઓ કહે છે કે જ્યારે તમારી પાસે દ્રઢ ઇચ્છા શક્તિ હોય ત્યાંરે કોઈને કોઈ રસ્તો નિકળી જતો હોય છે.

જયકો લંગર સેવા સમિતિના સેક્રેટરી રામવતાર લીલા કહે છે, “અમે શહેરના લોકો સાથે વાત કરી હતી અને આ ઉમદા હેતુમાં તેમનો સહયોગ માંગ્યો હતો. લોકો રાજીખુશીથી મદદ કરવા સંમત થયા. કેટલાક લોકો 50 રૂપિયા ચૂકવવા સંમત થયા હતા અને ઘણા લોકો 3000 રૂપિયા મહિને આપવા માટે સંમત થયા હતા. આઠ વર્ષ પહેલાં, ફક્ત 10 રૂપિયાની નજીવી ફી સાથે પેટ ભરીને શુદ્ધ અને સાત્વિક ભોજન આપવાની શરૂવાત કરી હતી જે આજે પણ સેવાનું આ કાર્ય સતત ચાલુ છે. દરરોજ એક હજારથી વધુ લોકો આ સંસ્થામાં પેટ ભરીને ભોજન લે છે. “

શહેરના હજારો લોકો ‘મા અન્નપૂર્ણા કિચન’ને સહકાર આપી રહ્યા છે. જો કોઈ રોકડ આપે છે, તો કેટલાક દાળ ઘઉં પહોંચાડે છે. કેટલાક મસાલા, ચા, ખાંડ અને કેટલાકને ઘીના ડબ્બાઓ પહોંચાડે છે. સહયોગીઓની સંખ્યા વધી રહી છે. હાલમાં, 500 જેટલા લોકો રસોડાના કામકાજ માટે રૂ. 200 થી 5000 સુધીનાં માસિક પગારે યોગદાન અને સેવા આપી રહ્યા છે.

સ્વચ્છ વાતાવરણવાળા રસોડામાં દિવસની શરૂઆત ચા થી થાય છે, જેની કિંમત માત્ર 3 રૂપિયા હોય છે. અને એક ગ્લાસ દૂધ 5 રૂપિયામાં મળે છે. ચા-દૂધનો સ્ટોલ સવારથી સાંજ સુધી ચાલે છે. દર્દી અને તેમના પરિવારો માટે દાળ, શાકભાજી અને રોટલી ફક્ત દસ રૂપિયામાં મળે છે. નિરાધાર વૃદ્ધો માટે મફત ભોજન, દૂધ અને ચા આપવામાં આવે છે.

મોટાભાગે રસોડામાં લોકોના બેસવાનાની અને ભોજન પીરસવાની સેવા આપતા હોય છે અને સાથે સ્વચ્છતા તરફ પણ એટલુ જ ધ્યાન આપવામાં આવે છે. રસોડામાં ભીડ થતી નથી, તેથી સમિતિના સ્વયંસેવકો સવાર-સાંજ હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં જઇને ખોરાકના કૂપન્સ વહેંચવા જાય છે. આ કૂપન્સના આધારે દસ રૂપિયામાં ફૂડ સ્લિપ આપવામાં આવે છે. કોઈપણ જેને ત્યાં જમવાનું છે તે વાતાનુકૂલિત હોલમાં બેસીને જમી શકે છે. જે લોકો પાર્સલ કરવા માંગે છે તો તેમને ભરેલા પાર્સલ પણ આપવામાં આવે છે. તમે સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા અને એ દરમિયાન રસોડાની સુવિધાઓ પણ જોઈ શકો છો.

જયકો લંગર સેવા સમિતિના અધ્યક્ષ મહેશ ગોયલ કહે છે, “આઠ વર્ષ પહેલાં, અમે જ્યારે આ રસોડું શરૂ કર્યું ત્યારે, ખોરાક માટે આવતા લોકોની સંખ્યા ઘણી ઓછી હતી, પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેથી રસોડામાં કામ પણ પ્રગતિશીલ છે. હવે આપણે નિયમિતપણે એક હજારથી વધુ લોકોને ભોજન પીરસી શકીએ છીએ અને દરરોજ 3000 કપથી વધુ ચા પીવાય છે. દરરોજ ખાનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આજ સુધી આપણે નાણાંની તંગીનો સામનો કરવો પડ્યો નથી. ”

આ રસોડુ ચલાવવા માટે લોકો દ્વારા રોકડ રકમ, કરિયાણું વગેરેની સાથે દર વર્ષે આશરે 1 કરોડ રૂપિયા જેટલા ભેગા થાય છે. લગભગ આ રકમથી સંમ્પુર્ણ કામ થઈ જાય છે. ક્યારેક બનાવેલુ ભોજનમાં કોઈ વસ્તુ ઘટી શકે પણ પૈસાની તંગી ક્યારેય થતી નથી. રસોડામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે કે જેઓ તેમના પ્રિયજનોને તેમના જન્મદિવસ, વર્ષગાંઠ અને મૃત્યુ જયંતિ પર ખવડાવવાની સેવા કરવા આવે છે.

રસોડાના મેનેજર રામાવતાર પેરિક કહે છે, “ઘણા લોકોએ જન્મદિવસની પાર્ટી ન મનાવીને જરૂરિયાતમંદોને ખોરાક આપવાની જરૂરિયાતને સમજવાનું શરૂ કર્યું છે.” આવા લોકો પાસેથી, અમે એક સમયની ભોજનની વ્યવસ્થા માટે 5100 રૂપિયા વસૂલીએ છીએ. મહિનામાં ઓછામાં ઓછા 15 દિવસ આવા લોકોના સહયોગથી ભોજન કરાવવામાં આવે છે. જે દિવસે આવી રીતે કોઈ પ્રસંગ ઉજવવા આવે છે, તે દિવસે બધાને મફતમાં ભોજન મળે છે. એટલે કે તે દિવસે દસ રૂપિયા પણ લેવામાં નથી આવતા. “

11 મિત્રોના એક વિચાર સાથે, આ સેવાકાર્ય ચાલુ રાખવાનું વિસ્તરણ થઈ રહ્યું છે. શ્રીગંગાનગર પછી, રાયસિંહનગર અને રાવતસર જેવા વિસ્તારોમાં પણ આવી રીતે ભોજન આપતા રસોડા શરૂ કરવામાં આવ્યા છે. દરરોજ 400 લોકો ત્યાં જમે છે. મહેશ ગુપ્તા કહે છે, “શ્રીગંગાનગરમાં રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજ સ્થાપવાની દરખાસ્ત છે. જો સરકાર મેડિકલ કોલેજ બનાવવાની મંજૂરી આપશે તો અમે તેમાં ભોજનનું સંચાલન કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ વર્ષે અમે ચુનાવડ કોળીમાં સવા 18 વિઘા જમીન પર ગોશાળા શરૂ કરી છે. ગૌશાળામાં હાલમાં 125 ગાયો છે. “

આ મિત્રોનું ગ્રુપ લોકડાઉનમાં પણ સક્રિય હતું. રામાવતાર લીલા જણાવે છે, કે“લોકડાઉનથી હોસ્પિટલમાં દર્દીઓનું આગમન લગભગ બંધ થઈ ગયું હતું, પરંતુ અમે રસોડું બંધ કર્યું ન હતું. અમે ત્યાં ભોજન રાંધવા અને શેરીઓમાં જરૂરિયાતમંદોને મોકલવાનું શરૂ કર્યું. શરૂઆતમાં અમે 200 પેકેટ ફૂડનું વિતરણ કરતા હતા, આ સંખ્યા થોડા દિવસોમાં 5000 પેકેટ જેટલી વધી ગઈ. લોકડાઉન દરમિયાન અમે લગભગ 5 લાખ લોકોને જમાડ્યા છે. “

મા અન્નપૂર્ણા કિચન આપણા બધા માટે એક ઉદાહરણ છે. આવા સમયમાં જ્યારે દરેક ધંધા નફો વિશે વિચારીને શરૂ કરવામાં આવે છે, ત્યારે આવી પહેલને આવા સમયે આવકારવી જોઈએ. ગુજરાત પેજ ‘મા અન્નપૂર્ણા કિચન’ ના તમામ સભ્યોની ભાવનાને સલામ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments