વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓમાંની એક, મેકેન્ઝીએ ચાર મહિનામાં 30 હજાર કરોડ રૂપિયાનું આપ્યું દાન…

341

દુનિયામાં સારા કર્યો કરનાર માણસોની કમી નથી. એમેઝોન વેબસાઇટના સ્થાપક જેફ બેઝોસની ભૂતપૂર્વ પત્ની ‘મેકેન્ઝી સ્કોટ’ એ અત્યાર સુધીમાં કરોડો રૂપિયા દાનમાં આપ્યા છે. તેના વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે. વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મેકેન્ઝી સ્કોટ 18 મા ક્રમે છે. 

આટલી મોટી રકમ દાનમાં આપ્યા પછી પણ, મેકેન્ઝીની કુલ સંપત્તિ આ વર્ષે 1.73 લાખ કરોડ રૂપિયાથી વધીને 4.46 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા વર્ષે જેફ બેઝોસથી છૂટાછેડા પછી મેકેન્ઝી પાસે આટલી મોટી રકમ હતી. છૂટાછેડા પછી મેકેન્ઝીને 2.6 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા.

છૂટાછેડા પછી મેકેન્ઝીને મળેલા પૈસા બાદ, તે વિશ્વની 18 મી શ્રીમંત વ્યક્તિ છે. મેકેન્ઝીએ ચાલુ વર્ષે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ચાર મહિનામાં 30,100 હજાર કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. મેકેન્ઝીએ દાન માટે યુનાઇટેડ સ્ટેટ્સના બધા રાજ્યોની પસંદગી કરી હતી. મેકેન્ઝીએ આ નાણાં પચાસ રાજ્યોના 384 સંગઠનોને આપ્યા હતા. જો કે, આટલી મોટી રકમનું દાન આપ્યા પછી પણ, તેણે ટીમને વધુ પૈસા દાન કરવાની રીતો શોધવા માટેનું કામ સોંપ્યું છે.

મેકેન્ઝી સ્કોટે તેના બ્લોગમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે યુ.એસ. માં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને આવી સ્થિતમાં તે એવા લોકોને મદદ કરવા ઈચ્છે છે જેમની નોકરી બંધ થઈ ગઈ હોય અને તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ હોય. તેમણે કહ્યું કે, આને ધ્યાનમાં રાખીને, છેલ્લા ચાર મહિનામાં મેં અમેરિકાના તમામ 50 રાજ્યોના 384 સંગઠનોને આશરે 30 હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 

આ સંસ્થાઓ ફૂડ બેંક, આકસ્મિક રાહત ભંડોળ અને અન્ય સહાયક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. મેકેન્ઝીએ આ દાન ફક્ત આ વર્ષે જ નથી આપ્યું, પરંતુ ગયા વર્ષે પણ મેકેન્ઝી સ્કોટે લગભગ સાત હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

Previous articleજયા કિશોરી એક પ્રવચન કરવાના આટલા રૂપિયા લે છે અને પછી તે પૈસાથી કરે છે આવું કામ જે જાણીને તમે ચોકી જશો…
Next articleભારતનું ‘લાલ સોનું’ મેળવા ચીન મારી રહ્યું છે હવાતિયા, આખી દુનિયામાં છે જબરી માંગ…